શું તમે કપૂર તેલ ના ફાયદા જાણો છો.. મળશે ઘણી બિમારીથી પણ ઘણી રાહત

મોટાભાગે આપણે લોકો કપૂરનો ઉપયોગ પૂજા અથવાતો હવનમાં કરીએ છે. એવું માનવામાં આવે છે કે કપૂરને કારણે વાતાવરણ એકદમ શુદ્ધ થઈ જતું હોય છે. સાથેજ ઘરમાં રહેતી નકારાત્મકતા પણ દૂર થઈ જતી હોય છે. આ તો થઈ એ વાત જેના વીશે તમને ખ્યાલ હશે. પરંતુ શું તમને ખબર છે કે કપૂરના તેલના ઉપયોગથી આપણા શરીરને પણ ઘણા લાભ થતા હોય છે. જેમાં અમુક ગંભીર સમસ્યાઓથી પણ રાહત મળી રહેતી હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કપૂરના તેલથી તમને કયા કયા ફાયદાઓ મળી રહેશે.

ખીલની સમસ્યાથી રાહત

ઘણા લોકોને શરીરમાં ગરમીને કારણે ચહેરા પર ખીલની સમસ્યા રહેતી હોય છે. જેના કારણે તેઓ અલગ અલગ ફેસવોશ વાપરતા હોય છે. તેમ છતા પણ તેમને કઈ ફરક નથી પડતો. પરંતુ આપને જણાવી દઈએ કે જો તમારા ચહેરા પર પણ ખીલની સમસ્યા છે તો તમે તેના પર કપૂરનું તેલ લગાવી શકો છો. કારણકે કપૂરનું તેલ ખીલ પર લગાવાથી તે આપમેળે સુકાઈ જાય છે. જેના કારણે તમને ઘણો આરામ મળી રહેશે.

ફેસ પર કાળા ડાઘાની સમસ્યા

અમુક લોકોને ચહેરા પર કાળા ડાઘાની સમસ્યા રહેતી હોય છે. તેવા લોકોએ ખાસ કરીને કપૂરનું તેલ લગાવું જોઈએ. કારણકે કપૂરના તેલને કારણે આપણા ચહેરા પરના કાળા ડાઘાઓ દૂર થતા હોય છે. જો નીયમીત રીતે તેને લગાવશો તો તમને જરૂરથી રાહત મળી રહેશે. સાથેજ કપૂરને તમે નારીયેળ તેલમાં નાખીને લગાવશો તો તેનાથી પણ તમને ઘણી રાહત મળી રહેશે.

હિલ્સ માટે ફાયદાકારક

ઘણા લોકોની હીલ્સ ઋતુ બદલાઈ જવાને કારણે ફાટી જતી હોય છે. જેના કારણે તેમને ચાલવામાં ઘણી સમસ્યાઓ થતી હોય છે. એના માટે તમે થોડાક ગરમ પાણીમાં તમારા પગ બોળીને રાખજો. ત્યારબાદ પગ બહાર કાઢીને તેના પર કપૂરના તેલની માલીશ કરજો. આવું કરવાથી તમને થોડાક દિવસોમાં ફરક દેખાશે. સાથેજ તમને આ સમસ્યાથી પણ રાહત મળી રહેશે.

વાળ માટે ફાયદાકારક

જે લોકોના વાળ વધારે ખરતા હોય છે. તેવા લોકોએ ખાસ કરીને કપૂરનું તેલ માથામાં લગાવું જોઈએ. કપૂરનું તેલ વાળમાં લગાવાથી વાળ મજબૂત થાય છે. સાથેજ તમારા વાળ ખરતા પણ બંધ થશે. આ સીવાય તમે કપૂરના તેલને દહીમાં નાખીને તે દહી પણ લગાવી શકો છો. જ્યારે તામારા વાળ સુકાઈ જાય ત્યારે તેને ધોઈ કાઢજો. જેથી તમારા વાળને ઘણો ફાયદો મળી રહેશે.

બળેલા ડાઘથી રાહત મળશે

કુપૂરના તેલનો ઉપયોગ કરવાથી આપણાને ઘણા બધા ફાયદા થતા હોય છે. જ્યારે આપણે ક્યાય દાઝી જઈએ તો તેના ડાઘ જલ્દી નીકળતા નથી પરંતુ જો તમારા શરીર પર દાઝી ગયેલ જગ્યાએ ડાઘા લાગેલા છે. તેના પર કપૂરનું તેલ લગાવશો તો તમને ઘણી રાહત મળી રહેશે. અને ધીમે ધીમે તમારો ડાઘ પણ દૂર થઈ જશે.

માનસીક તાણથી રાહત મળશે

કામને કારણે જો તમે આખો દિવસ સ્ટ્રેસમાં રહો છો. તો કપૂરનું તેલ તમરા માટે ઘણુંજ ફાયદાકારક છે. કારણકે જો તણાવમાં તમે કપૂરનું તેલ માથામાં લગાવશો. તો તમે શાંતી પણ અનુભવશો સાથે તમને ઉંઘ પણ સારી આવશે. જોકે અમુક લોકો તો માત્ર સારી ઉંઘ આવે તે માટે પણ કપૂરનું તેલ વાપરતા હોય છે.

ઘુંટણના દુખાવાથી રાહત

જો તમારા ઘુટણમાં દુખાવાની સમસ્યા છે તો તેના પર તમે ત્યા કપૂરના તેલની માલીશ કરી શકો છો. કારણકે કપૂરના તેલની ઘુટણ પર માલીશ કરવાથી દુખાવો ઓછો થાય છે. સાથેજ માંસપેશીઓમાં પણ જો દુખાવો હશે તો તેનાથી પણ રાહત મળી રહેતી હોય છે. જેથી જો તમને પણ ઘુંટણમાં દુખાવો રહેતો હોય તો એક વાર તમારે કપૂરના તેલની માલીશ જરૂર કરવી જોઈએ…

શરદીથી રાહત

જો તમને પણ શરદી જેવી સમસ્યા છે. તો તમે કપૂર સુંઘી શકો છો જેથી તમને ઘણો ફાયદો થશે. શરદીઓમાં ખાસ કરીને વીક્સ અને બામ લોકો લગાવતા હોય છે. જેમાં કપૂરનોજ ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ સીવાય જો તમને કાનમાં દુખાવો થતો હોય તો તમે કપૂરના તેલને રૂમાં લગાવીને કાનમાં ધીમે ધીમે નાખી શકો છો. આવું કરવાથી તમારા કાનનો દુખાવો પણ દુર થઈ જશે…

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment