વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના આ પ્રભાવશાળી મંત્ર અને જાપ કરવાથી દૂર થશે દુઃખ દર્દ.

Image Source

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી ગણેશ ની પૂજા અર્ચના કરવાથી બુદ્ધિ,વિદ્યા,વિવેક,યશ, પ્રસિદ્ધિ અને ધનની આસાની થી પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ એવું પણ માનવામાં આવે છે કે સંકટમોચક વિઘ્નહર્તા  ભગવાન શ્રી ગણેશજીના અમુક ખાસ મંત્રનો જાપ કરવાથી આપણા કષ્ટ, સંકટ અને રોગોમાંથી છુટકારો પ્રાપ્ત કરી શકાય છે. આવો આપણે આજે જાણીએ ગણેશજીના પ્રભાવશાળી મંત્ર વિશે.

ભગવાન શ્રી ગણેશજીના પ્રભાવશાળી મંત્ર

 

1. ઓમ ગં ગણપતયે નમઃ

ભગવાન શ્રી ગણેશજીના બીજ મંત્ર ‘ગં’ નો જાપ કરવાથી તમે તમારી દરેક મનોકામના પ્રાપ્ત કરી શકો છો.બીજ મંત્ર થી બનતો મંત્ર ‘ઓમ ગં ગણપતયે નમઃ નો જાપ કરવાથી દરેક મનોકામના પૂરી થાય છે. આર્થિક પ્રગતિ તથા સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.

2. ઓમ વક્રટૂંડાય હુમ

આ મંત્ર તમને અનિષ્ઠ થી સુરક્ષિત રાખે છે .તે તમારા માટે હિતકારી સિદ્ધ થશે તેની સાથે જ આપણી ઈચ્છા ની પૂર્તિ માટે ગણપતિજીની પૂજા અર્ચના કરવી જોઈએ.આ જાપ કરતી વખતે મોં માં ગોળ, લવિંગ, ઈલાયચી, પતાસું,અને સોપારી આમાથી કોઈ એક વસ્તુ રાખવી જોઈએ.આ મંત્ર ની સાધના કરવાથી ક્યારેય સમાપ્ત ન થાય તેવા અક્ષય ભંડાર પ્રાપ્ત થાય છે.

3. ઓમ હસ્તી પીસાચી લિખે સ્વાહા

તમે તમારા જીવન માંથી આળસ, નિરાશા, ક્લેશ,અને વિઘ્ન ને આસાની થી દૂર કરવા માટે આ મંત્રનો જાપ કરી શકો છો. તેની માટે તમારે ભગવાન શ્રી ગણેશજી ના વિઘ્નરાજ રૂપ ની આરાધના આ મંત્ર ના જાપ કરીને કરવી.

4. ગં ક્ષીપ્ર પ્રસાદનાય નમઃ

આ મંત્રનો જાપ કરવાથી તમે તમારા જીવન માંથી વિઘ્ન દૂર કરી ને ધન અને આત્મબળ પ્રાપ્ત કરી શકો છો.ગં ક્ષીપ્ર પ્રસાદનાય નમઃ આ હેરંબ ગણપતિ નો મંત્ર છે.જે ખુબ જ હિતકારી છે.

5. ઓમ ગં નમઃ

જો તમે રોજગાર નોકરી વગેરે ની સમસ્યા થી પરેશાન છો તો રોજગાર ની પ્રાપ્તિ માટે અને આર્થિક રીતે વધવા માટે લક્ષ્મી વિનાયક ના આ મંત્ર નો જાપ કરો.આ મંત્રનો જાપ કરવાથી તમને રોજગાર na નવા અવસર પ્રાપ્ત થશે.

6. ઓમ શ્રીં ગં સૌભ્યાય ગણપતયે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા

લગ્ન અને વિવાહ માં આવતા દરેક દોષ ને દૂર કરનારા ત્રૈલોક્ય મોહન ગણેશ મંત્ર નો જાપ કરવાથી ખુબ જ જલ્દી લગ્ન નો યોગ બને છે. તેની સાથે જ યોગ્ય જીવન સાથી ની પણ પ્રાપ્તિ થાય છે.

આ મંત્ર સિવાય ગણેશ અથર્વશીર્ષ, સંકટનાશન ગણેશ સ્તોત્ર,ગણેશ કવચ, સંતાન ગણપતિ સ્તોત્ર, રૂણહર્તા ગણેશ સ્તોત્ર, મયુર સ્તોત્ર અને ગણેશ ચાલીસાના પાઠ કરવાથી ગણેશજી ની કૃપા પ્રાપ્ત થાય છે. 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *