નવા વર્ષમાં આ ૧૦ આદતો અપનાવો અને રહો એકદમ તંદુરસ્ત

કોરોના વાયરસના ભયથી વર્ષ ૨૦૨૦ સંપૂર્ણ રીતે વિનાશક રહ્યું.પરંતુ તેમાં સારી વાત એ હતી કે લોકો તેમના સ્વાસ્થ્ય અને જીવનશૈલી વિશે પહેલા કરતાં વધુ જાગૃત બન્યા છે. હવે ૨૦૨૧ ની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે પણ લોકોએ તંદુરસ્ત જીવનશૈલી માટે કેટલાક જરૂરી નિર્ણયો લેવા જોઈએ. જેથી આપણા શરીરને ગંભીર રોગો સામે લડવાની શક્તિ મળે.

દિવસની શરૂઆત કેવી રીતે કરવી-

તંદુરસ્ત રહેવા માટે દિવસની શરૂઆત કેટલાક ફળથી કરો. દિવસમાં ઓછામાં ઓછા બે પ્રકારનાં ફળો ખાઓ. ૨૧ દિવસમાં એ તમારી આદત બની જશે. રાત્રે ૯ વાગ્યા પહેલાં રાત્રિનું ભોજન કરો અને કંઈપણ ખાધા પછી અડધો કલાક જરૂર ચાલો.

દિવસ દરમિયાન નો આહાર-

સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજના ભોજન વિશે યોજના જરૂર બનાવો. સવારના નાસ્તા અને બપોરના ભોજનમાં ભારે આહાર લઈ શકો છો, પરંતુ રાત્રીના સમયે સરળતાથી પછી જતી હળવી વસ્તુઓ જ ખાઓ તમારા આહારમાં શરીરને જરૂરી પ્રોટીન, કેલ્શિયમ અને ફાઇબર જેવા પોષક તત્વો વાળા ખોરાકનો સમાવેશ કરો.

યોગ્ય વસ્તુઓ ખાઓ –

તાજો, મોસમી અને ઘરે બનાવેલો ખોરાક સૌથી પૌષ્ટિક છે. તેથી ઋતુ અનુસાર ખાદ્ય વસ્તુઓની પસંદગી કરો. તાજી વસ્તુઓ ખાઓ. ઘરે બનાવેલા ખોરાકની ટેવ તમને બધા ભયંકર રોગોથી દૂર રાખી શકે છે. લીલી શાકભાજીમાં એન્ટી ઓક્સિડેન્ટ, પોષક તત્ત્વો, વિટામિન, ઝિંક ભરપૂર હોય છે, જે આપણને સ્વસ્થ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે.

સર્વિંગ સાઈઝ-

ખોરાકની સર્વિગ સાઈઝ શરીરનું પ્રવૃત્તિ સ્તર, ઉંમર, લિંગ અને આરોગ્યની સ્થિતિ પર આધારિત હોય છે. એક તંદુરસ્ત ખોરાક પણ ત્યારે જ સ્વાસ્થ્યને ફાયદો આપે છે જ્યારે તેની સર્વિંગ માત્રા એકદમ સરખી હોય. જો તમે વધુ ખાઈને પણ કેલેરી બર્ન કરી રહ્યા નથી તો તેની તમારી તંદુરસ્તી પર ખરાબ અસર પડે છે.

સ્વસ્થ મન

માણસને તંદુરસ્ત રહેવા માટે બ્રેઈન ફંકશનનું સરખી રીતે કામ કરવું ખૂબ જ જરૂરી છે. તેથી મગજને તંદુરસ્ત રાખવા માટે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખો. છ થી આઠ કલાકની પૂરતી ઊંઘ લો. તે તમારા બ્રેઇન ફંકશન ને સરખા રાખશે અને ચિંતા અને અસ્વસ્થતાથી બચાવશે. સારા પુસ્તકો વાંચો, સંગીત સાંભળો અને સમય કાઢીને ફરવાની યોજના બનાવો.

પાણી વધુ પીવું-

પાણી એ સ્વસ્થ જીવનશૈલી નો સૌથી મુખ્ય ભાગ છે. માયો ક્લિનિક ના એક રિપોર્ટ મુજબ, એક પુરુષે દરરોજ લગભગ ૩.૭ લિટર પાણી પીવું જોઈએ. જ્યારે સ્ત્રીઓએ દિવસ દરમિયાન લગભગ ૨.૭ લીટર પાણી પીવાની ટેવ રાખવી જોઈએ. પાણી ફક્ત આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવાનું જ કામ નથી કરતું, પરંતુ શરીરને હાઈડ્રેટ પણ રાખે છે.

વર્કઆઉટ –

તમારે દરરોજ કસરત કરવાની ટેવ પાડવી જોઈએ.  તેના માટે જિમ અથવા ફિટનેસ સેન્ટરમાં જવું પણ જરૂરી નથી. તમે ઘરે અનેક પ્રકારની કસરતો કરીને તંદુરસ્ત રહી શકો છો. તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ કસરત કરવી જોઈએ. તમે દરરોજ લગભગ ૪૫ મિનિટ વર્કઆઉટ કરીને તંદુરસ્ત રહી શકો છો.

જંકફુડ –

બહારનો તળેલો, મસાલેદાર કે ચટપટો ખોરાક છોડવો એ જ સારું છે. હાઇ સુગર કે હાઇ સોડિયમ વાળા ખોરાકથી દૂર રહો. ડીપ ફ્રાય વસ્તુઓની નજીક બિલકુલ ન જવું. ખાવાની આ વસ્તુઓ તમારા સ્વાસ્થ્ય પર સૌથી વધારે ખરાબ અસર પાડે છે.

સારું સંગીત-

ઘણી વાર કહેવામાં આવે છે કે સંગીતની આપણા પર વધારે અસર પડે છે. તેથી એવા લોકો સાથે વધારેમાં વધારે સમય વિતાવવો જે પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ ગંભીર રહે છે. તેઓનો સાથ મળવાથી તમારી જીવનશૈલીમાં સારા બદલાવ આવી શકે છે.

હેન્ડ વોશ-

Image Source

બેક્ટેરિયા મોટાભાગે હાથો દ્વારા જ આપણા પેટમાં જાય છે. જે ઘણા મોટા રોગોનું કારણ બને છે. તેથી તંદુરસ્ત રહેવા માટે તમારા હાથને સાફ રાખવા ખૂબ જરૂરી છે. ભોજન પહેલા અને પછી હાથ જરૂર ધોવા. તમારી આ ટેવ તમને ઘણા રોગોથી દૂર રાખવામાં મદદ કરશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment