આટલું જાણી લો – પછી તમને નવો ધંધો ચાલું કરવામાં જરાય તકલીફ નહીં પડે

આજના સમયમાં આર્થીક પરિસ્થિતિનું માપન જરૂરી બન્યું છે. કદાચ તમે ખુદ એ સ્થિતિ નહીં જોવો પરંતુ તમારી સામેવાળી વ્યક્તિ એ જોયા વિના રહેશે નહીં. મતલબ કે નાના પગારથી ચાલતી નોકરીઓમાં રોટલો રળવો સરળ નથી. સાથે જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓની ડીમાન્ડ પણ પૂરી કરવી જરૂરી બને છે. એવી પરખ તો ઘર ચલાવનાર ઇન્સાનને કાંઈ કરાવવી પડે!!

 

હવેનાં સમયમાં પુરૂષ હોય કે સ્ત્રી બહારથી પૈસા કમાવવા દિવસ-રાત મથતા ફરે છે અને જ્યાંથી ઇન્કમ ઓફ સોર્સ મળે ત્યાં વધુ ને વધુ મહેનત કરવા માટે તત્પરતા બતાવે છે. એવામાં જો ખુદનો ધંધો હોય તો સુનેહરા દિવસો આવે. કેમ કે, પોતાની જાતને ખરી સાબિત કરવામાં વ્યવસાય આગેકુચ કરે છે. તમામ બુદ્ધિશક્તિ લગાડી પદ્ધતિસરનો વ્યવસાય કરવો એ પણ કાંઈ નાનીસુની વાત નથી!!

આજકાલના યુગમાં બિઝનેસનાં કન્સલ્ટન્ટ એટલે કે ધંધાના વ્યાપારી દ્રષ્ટિએ સલાહકાર છે જ. ફી ચુકવીને તેમની પાસેથી યોગ્ય માહિતી મળી શકાય પણ એ સલાહકાર આપણે ખુદ હોઈએ તો?

આ વિષયમાં ચર્ચા સાથે થોડી માહિતી સભર એવી વાતો જાણીએ જેમાં ધંધા-વ્યવસાયને પ્રગતિશીલ કેમ બનાવવો? એ ખુદમાં સિંચન કરીએ….

પ્રથમ તો પોઈન્ટ ત્યાં જ નોંધ કરીએ – તમે જે વ્યવસાય વિશે વિચારો છો તેમાં જરા પણ નકારત્મક વલણ ન રાખો. દુનિયામાં એવો કોઈ બિઝનેસ નથી જેમાં કોઈ હરીફ ન હોય. તમામ પ્રકારની બિઝનેસ લાઈનમાં કોઈને કોઈ ટક્કર આપવા આવશે જ અથવા માર્કેટમાં પહેલેથી હાજર પણ હશે. એ નકારત્મક પરિસ્થિતિને દુર કરવા આ સુવાક્ય જ કાફી છે, “દરેક વખતની પરિસ્થિતિ અનુકુળ હોય એ જરૂરી નથી છતાં દરેક વખતને અનુકુળ સમજાવો જોઈએ”.

બીજા નંબરે – એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જેમાં વ્યવસાયની માહિતી એકઠી કરી – તેમાંથી જાણકારી મેળવવી જરૂરી છે. તમે જે બિઝનેસને ચાલું કરવા માટે વિચારો છો અથવા વ્યાપારને ચલાવી રહ્યા છો તેનું માળખું કેવી રીતે કામ કરે છે તે જાણવું જરૂરી છે. આપણા બિઝનેસનો ગ્રાહક બેઝ કોણ હોય શકે? એ મુજબ આગળ કામ કરી શકાય.

જો તમે જથ્થાબંધ આઈટેમ સેલિંગ કરવાના વેપારી બનવાં માંગો છો તો માર્કેટમાં થોડું ફરીને શક્ય તેટલા નવા સંપર્ક બનાવો. અન્ય વેપારી સાથે રૂબરૂ મુલાકાત કરવી જોઈએ. જેથી માર્કેટમાંથી નવા અપડેટ મળવાનું ચાલું થઇ જશે. રૂબરૂ મુલાકાત કરવાથી સંબંધ સાથે નવો વ્યાપારી સંબંધ બંધાય છે જેમાં બિઝનેસને આગળ લઇ જવાની જબરદસ્ત ક્ષમતા હોય છે.

એક એ વાત નોંધનીય છે – તમે જે ચીજ-વસ્તુ અથવા સર્વિસનો બિઝનેસ ડેવલપ કરવા માંગો છો તેમાં હંમેશા અગ્રેસર રહો. સાથે જે રીતથી આખી બજાર ચાલી રહી છે તેમાં કંઈક નવું કરવાની રીત અપનાવો. અત્યારનો માર્કેટ ટ્રેન્ડ બહુ અલગ છે. કોઈ વ્યાપાર કાયમી એમનો એમ ચાલતો નથી. જો નવું પીરસતા રહીએ તો બજારનાં રાજા બની શકાય.

સૌ વેપારી સાથે રેટ(ભાવ)ની હરીફાઈમાં વધુ ઊંડું ઉતરવું જોઈએ નહીં. જેનાથી બજાર પણ ખરાબ થશે અને ખુદ આપણે પણ ખાસ્સો નફો મેળવી શકતા નથી. વ્યાપારનું યોગ્ય પ્લાનિંગ અને ધંધાકીય કાર્ય બધી દુવિધાને દુર કરવામાં કારગર સાબિત થાય છે.

નવા ગ્રાહકોને આકર્ષવા માટે ઘણીખરી પદ્ધતિ અપનાવી શકાય. જેમાં ગ્રાહકો તેના ફાયદાઓ વિચારશે. ત્યારે તમે કઈ રીતે તેને ફાયદો આપશો, એ પબ્લિસિટી અથવા અન્ય કોઈ રીતે બહાર જણાવો. એકવાર વ્યાપ ફેલાયા બાદ બિઝનેસ ‘ઓટોમોડ’ માં આવશે. અર્થ એ કે, બેઠાબેઠા ટેબલ પર તમને બિઝનેસ મળી રહે છે. એ સુખદ સંજોગોમાં પણ પહેલા જેટલું એક્ટીવ રહેવું જરૂરી છે.

અન્ય એક બાબતમાં એ પણ છે કે, સુમેળ સ્વભાવ અને નિર્મળ વાણી-વર્તન ખુબ અસરકારક પાસું છે. જયારે વ્યાપાર ચાલું થશે ત્યારે એક નહીં અનેક તમારી નોંધ લેશે એ સમયે સ્વભાવથી પણ ધંધા પર ખાસ્સી અસર થશે.

મહત્વનાં પોઈન્ટની યાદી કરીએ તો તમે તમારી આવડત મુજબનો વ્યવસાય વિકસાવી શકો છો. બધું જ ભગવાને આપ્યું છે એક બસ મહેનત આપણે કરવી પડે છે. મનમાં હંમેશાં સજ્જ હકારત્મક વલણ રાખવું જરૂરી છે.

એ સાથે ફક્ત ગુજરાતી ટીમ તરફથી સૌને શરૂઆતી અભિનંદન. જેમાં આપ ખુબ આગળ વધો એવી અમારી શુભકામના આપણી સાથે રહેશે…

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Ravi Gohel

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment