બ્રાઈડલ ચોલી ની સાથે પહેરી શકો છો આ સ્ટાઇલીસ્ટ એક્સેસરીઝ અને બની જાવો એક દમ ખૂબસૂરત દુલ્હન

જો તમે તમારા બ્રાઈડલ લુક ને સ્ટનીંગ બનાવા માંગતા હો, તો આ એક્સેસરીઝને ચોલી સાથે રાખવાનું ભૂલશો નહીં.

Image Source

લગ્નની તૈયારીઓ દરેક કન્યા માટે ખાસ હોય છે. બ્રાઈડલ ચોલી થી લઈ ને જવેલેરી  સુધી બધુ જ વિશેષ રહે એવું દરેક દુલ્હન ઇચ્છતી હોય છે. લગ્નમાં કન્યા તેના કપડાં અને દાગીનાથી અલગ જ દેખાવા માંગે છે, જેના માટે તે ઘણું બધુ વિચારતી હોય છે અને તે તેના લગ્ન ના કપડાં સાથેની એક્સેસરીઝને ખૂબ યુનિક બનાવવાનો પ્રયાસ કરે છે.

સામાન્ય રીતે, દરેક છોકરીઓ તેમના લગ્ન માટે એક મોંઘી અને સુંદર લગ્ન ની ચોલી પસંદ કરે છે, પરંતુ એસેસરીઝ થી ચોલી ની સુંદરતા વધે છે, જે સુંદર અને સ્ટાઇલીસ્ટ દેખાય છે કારણ કે  તે સમયે કન્યા પણ ખૂબસુરત લાગે છે. અમે તમને ચોલી  સાથે રાખવાની કેટલીક એસેસરીઝ વિશે જણાવી રહ્યા છીએ જેને તમે તમારા લગ્નમાં સ્ટાઇલિશ લુક આપશે.

ચોલી માં લટકણ હોવા

Image Source

મોટે ભાગે લટકણ નો ઉપયોગ તમારા ચોલી ની દોરી કે બ્લૉઉસ ની દોરી માં શોભી ઉઠે  છે. તમે કોઈ લટકણ પસંદ કર્યો છે જે તમારા લગ્ન ની ચોલી સાથે ના ભરતકામ સાથે મેચ થાય છે. તમે પસંદ કરેલ લટકણ તમારા લગ્ન ની ચોલી સાથે  ખૂબસુરત દેખાવ પણ આપી શકે છે. તમારે ધ્યાન રાખવું કે લટકણ વધુ ભારે ન હોય. આજ કાલ એવા લટકણ પણ મળે છે કે જેમાં સૌભાગ્યવતી ભવ લખેલુ હોય છે. આ સિવાય બ્લાઉઝની પાછળ પણ લટકણ એકદમ સુંદર લાગે છે.

ચોલી સાથે નો દુપટ્ટો

Image Source

જ્યારે આપણે ચોલી સાથે ની  એસેસરીઝ વિશે વાત કરી રહ્યા છીએ, ત્યારે આપણે દુપટ્ટા વિશે  કેવી રીતે ભૂલી શકીએ? તમે આ વિશે પહેલાં ક્યારેય વિચાર્યું ન હોય પરંતુ ચોલી સાથે નો દુપટ્ટો અલગ જ લુક આપે  છે.કન્યા માટે દુપટ્ટા ડ્રોપિંગ સ્ટાઇલનો ખૂબ ચાલી રહ્યો છે અને હાલનો ટ્રેન્ડ બે દુપટ્ટા પહેરવાનો છે. એક માથા ઉપર અને બીજો તેના ખભા પર,બીજો છેડો ચોલી ની અંદર જ રહે છે. તમારા દુપટ્ટા ને  કાળજીપૂર્વક ખરીદો અને ચકાસો કે તે તમારા ચોલી સાથે મેચ થાય છે કે નહીં?

ગળાનો હાર અને ચોકર

Image Source

ઘણીવાર નવવધૂઓ ચોકર સાથે ગળાનો હાર બાંધે છે અને સુંદર દેખાવા માટે ગળાનો હાર અથવા ચોકર પસંદ કરે છે.  જો તમારા બ્લાઉઝમાં ભારે ભરતકામ અને  બંધ ગળા નો છે, તો લાંબો સેટ સારો દેખાશે. જો તમારી વ્યાપક ખભાવાળી ગરદન છે, તો એક ચોકર જ સારું રહશે. જો તમારી પાસે થોડાક જ  ભરતકામવાળો બ્લાઉઝ છે, તો ગળાનો હાર અને ચોકરનું સંયોજન ખૂબ જ સારું દેખાશે. પોલ્કી, કુંદન અને  હીરાના આભૂષણો દુલ્હન માટે વર્તમાન સમય માં ખૂબ જ  પ્રિય છે. તમે આ સ્ટાઇલ ને એક્સેસરીઝ તરીકે પણ અનુસરી શકો છો.

માથા ની પટ્ટી, પાસા  અને નથ

Image Source

માથા પટ્ટી એ એક નવું જ વસ્તુ છે જે આપણે હવે લગભગ દરેક કન્યા ના માથા પર  જોઈ શકીએ છીએ. જો તમે આ સ્ટાઇલ અજમાવવા માંગતા હોવ તો, કુંદન વાળી માથા ની પટ્ટીઓ અજમાવો અને જો નહીં, તો તમે સિમ્પલ સિંગલ લાઇન માંગ ટીકો પણ લગાવી શકો છો. માથા ની પટ્ટી સાથેનો એક વિકલ્પ પાસા ઉમેરવાનો હશે. પાસા થી  પણ કન્યાની સુંદરતા વધે છે. કન્યા ની નથ અથવા નાકની રીંગ ફરી એક મહત્વપૂર્ણ ચોલી સહાયક છે. તમારા દેખાવને પૂર્ણ કરવા અને ખૂબસૂરત કન્યા બનવા માટે તમારો  માંગ ટીકો અને અન્ય ઝવેરાત સાથે મેળ બનાવો.

બંગડીઓ અને વીટી

Image Source

કન્યાની સુંદરતા વધારવા માટે બંગડીઓ સૌથી મહત્વપૂર્ણ છે. ચોલી સાથે બંગડીઓ મેચ કરવાથી ચોલી ની સુંદરતા વધે છે અને તેને અદભૂત લુક આપે  છે. ઉત્તર ભારતની ઘણી નવવધૂઓ ચુડા પહેરે છે, જે હાથીદાંત અને લાલ બંગડીઓનો સમૂહ છે. પરંતુ જો તમે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરવા માંગતા હો, તમે કાચ ને બદલે  મેટલ મેચિંગ બંગડીઓ પહેરી શકો. તે ઝડપથી તૂટતી નથી. રિંગ્સ માટે, મોટા અને બોલ્ડ હંમેશા મહત્વપૂર્ણ હોય છે. મોટા કદની રીંગ ટ્રેડિશનલ લુક સાથે મેચ કરો.

ચોલી ની સાથે બેલ્ટ અને બ્રોચ

Image Source

તમારા બોડી શેપ ને વધારવા માટે તમારી ચોલી સાથે એક બેલ્ટ પહેરો – તે પારંપરિક કમર પટ્ટો  અથવા આધુનિક પટ્ટાના રૂપમાં થઈ શકશે.  કમરબંધ અથવા પટ્ટો હંમેશા ચોલી ને આકર્ષક દેખાવ આપે છે. જે ચોલી  અથવા સાડીનો આખો લુક બદલી દે છે અને કન્યા ની સુંદરતામાં પણ વધારો કરે છે. બ્રોચ થોડો જૂનો હોઇ શકે પણ તે બ્રાઇડલ લુકની સુંદરતામાં પણ વધારો કરે છે.

પોટલી બેગ અથવા ક્લચ

Image Source

કન્યાની સુંદરતા વધારવા અને તેના દેખાવને પૂર્ણ કરવા માટે, એક સુંદર પોટલી બેગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે નાનું રંગીન ક્લચ પણ રાખી શકો છો.તમારું ક્લચ કે પોટલી બેગ બાને ત્યાં સુધ તમારી ચોલી ને મેચ કરતું હોય. મોટાભાગની કન્યાઓ તેમના લગ્ન માટે બેગ રાખવાનું પસંદ કરતી નથી પરંતુ તમે એક નાની બેગ અથવા ક્લચ ખરીદવા માંગો છો જે તમારા પોશાકને બંધબેસશે તેવું હોવું જોઈએ.

ફૂટવેર

Image Source

ફૂટવેર એ ચોલી માંટે નો એસેસરીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કોશિશ કરવી કે તમે ફૂટવેર પસંદ કરો કે છે જે તમારા માટે આરામદાયક હોય. જો તમારે હીલ્સ પહેરવાની ઇચ્છા હોય તો પેન્સિલ અથવા બ્લોક હીલ્સને બદલે વેજેજ પહેરો. વેજેજ ચાલવા માટે આરામદાયક હોય છે અને તમે તેને સરળતાથી પહેરી શકો છો. કોશિશ કરો કે તમારી ચોલી ની લંબાઈ તમારી હીલની લંબાઈના પ્રમાણસર માં હોય. અત્યારે કન્યા ઓ જૂતી પહેરવાનું પસંદ કરે છે તમે તમારા કોમફર્ટ અનુસાર પહેરી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment