આ તો સાવ આસાનીથી ઘરે બનાવી શકાય – મસ્ત ટેસ્ટી બ્રેડ પોટેટો બોલ્સ આ રીતે બને

ઉનાળાનો આતંક સમાપ્ત થવાના આરે છે અને ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. થોડા જ દિવસોમાં મેઘરાજા વાદળોની ફોજ સાથે આપણે મળવા આવી પહોંચશે.

ધોધમાર વરસાદ વરસતો હોય અને મસ્ત મસ્ત માહોલ હોય ત્યારે કંઈક ક્રિસ્પી અને ગરમાગરમ નાસ્તો મળી જાય તો વરસાદની મજા ડબલ થઈ જાય નહીં? તો ચાલો આજે તમને શીખવીએ એક એવી વાનગી જે બની તો ફટાફટ જાય જ છે પણ સ્વાદમાં પણ શાનદાર છે. તો આજે આપણે બનાવીશું કરકરા બ્રેડ પોટેટો બોલ્સ.

સામગ્રી

૫૦૦ ગ્રામ બાફેલા બટાકા

૮-૧૦ બ્રેડની સ્લાઈસ

આદું મરચાંની પેસ્ટ

૨ મોટી ડુંગળી

મરચાં પાઉડર, ધાણાજીરું પાઉડર, મીઠું, આમચૂર પાઉડર

અડધો કપ મેંદો

તળવા માટે તેલ

થોડું પાણી

રીતઃ

સ્ટેપ ૧

સૌપ્રથમ બ્રેડની સ્લાઈસને સરસ રીતે ગ્રાઈન્ડ કરી લો. બાફેલા બટાકાને એક બાઉલમાં કાઢી, છૂંદી નાખો.

સ્ટેપ ૨:

બટેકાના છૂંદામાં બ્રેડનો ભૂકો ઉમેરો તથા થોડો ભૂકો એક ખાલી બાઉલમાં કાઢી લો.

બ્રેડનો ભૂકો ઉમેર્યા બાદ તેમાં આદુ મરચાંની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, ૧ ટી સ્પૂન મરચાં પાઉડર, ૧ ટી સ્પૂન ધાણાજીરુ પાઉડર, ૧ ટી સ્પૂન આમચૂર પાઉડર તથા સ્વાદાનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો અને માવો તૈયાર કરો.

માવાના નાના નાના બોલ્સ બનાવી લો.

સ્ટેપ ૩:

હવે એક બાઉલમાં મેંદો લઈ તેમાં થોડું પાણી ઉમેરીને બરાબર હલાવો.

હવે અલગ રાખેલા બ્રેડના ભૂકામાં બોલ્સ ને રગડો, ત્યારબાદ મેંદાના પાણીમાં પલાળીને ગરમ તેલમાં તળી લો.

તો બસ તૈયાર છે ગરમા ગરમ બ્રેડ પોટેટો બોલ્સ. તેને ટોમેટો સોસ કે તીખી ચટણી સાથે સર્વ કરો.

આવા જ લેખો/Recipes માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

All images from – creativesaga.com & flavorsofmumbai.com

Leave a Comment