છોકરાઓ ખાસ જાણી લો કે કેવી રીતે જીમના કપડાની સંભાળ રાખી શકાય છે અને અપ ટુ ડેટ રહી શકાય છે

Image Source

જીમના કપડાનો ખ્યાલ રાખવો એટલો જ જરૂરી છે જેટલો ખ્યાલ આપણે સ્વાસ્થ્યનો રાખતા હોય. એવામાં જો જીમના કપડાની સંભાળ ન લેવામાં આવે તો ચામડીના રોગ થવાની સંભાવના રહે છે એટલે પોતાની જાત સાથે જીમમાં કપડાને પણ અપ ટુ ડેટ રાખવા જરૂરી છે.

શું તમને ગમશે કે તમારા જીમના કપડામાંથી પરસેવાની ખરાબ દુર્ગંધ આવતી હોય? શું તમને પર્સનાલિટી સાથે રહેવું વધાર ગમે છે? જો તમે પણ આ બધી બાબતે ગંભીર હોય તો આજનો આ આર્ટિકલને અંત સુધી વાંચવાનો ભૂલશો નહીં.

ઘણા લોકો એવા હોય છે કે બજારમાં જઈને જીમ માટે મોંઘા કપડા તો ખરીદી લે છે પણ તેની સંભાળ રાખવામાં બેદરકારી દેખાડે છે અને પરિણામે ત્વચાના રોગ થવાની સંભાવના પણ રહે છે અને પર્સનલ રેટ પોતાની જાતે જ ઘટાડે છે. પણ તમારે આવું કરવાનું નથી કારણ કે આ આર્ટિકલમાં જીમના કપડાને અપ ટુ ડેટ રાખવાની ટીપ્સ જાણવી એકદમ આસન છે….

સામાન્ય રીત જીમના કપડાને ધોવા એ કોઈ મુશ્કેલ કામ નથી પરંતુ જીમના કપડાને કૈંક અલગ રીતે ધોવા પડે છે, જે જાણવું જરૂરી છે જો તમે સ્વાસ્થ્યને લઈને સીરીયસ ફીલ કરતા હોય તો! છોકરાઓ કપડા ધોતા નથી હોતા પણ જે ધોવે છે તેને આ ટીપ્સ સમજાવી શકે છે અને જીમના કપડાને કેવી રીતે અપ ટુ ડેટ રાખવા એ માટેની જાણકારી આપે શકે છે. તો વધુ વાંચો નીચેના પેરેગ્રાફમાં…

જીમ માટેના કપડા કેટલા હોવા જોઈએ?

જે છોકરાઓ પાસે જીમના કપડા બહુ ઓછા હોય છે નિયમિત રીતે જીમના કપડા બદલી કરી શકતા નથી. એ છોકરાઓ વર્કઆઉટ પછી કપડાને એમ જ મૂકી દે છે. જીમના કપડાને રજાના દીવસે જ ધોવામાં નાખતા હોય છે. પરંતુ જે છોકરાઓ પાસે જીમના કપડા એક કરતા વધારે હોય છે એ સમયસર કપડાને ધોઈને પહેરતા રહે છે અને નિયમિત ચેન્જ પણ કરતા રહે છે.

જો તમારી પાસે જીમ માટેના પૂરતા કપડા ન હોય તો એવો વિકલ્પ બનાવો કે વર્કઆઉટમાં એક વાર પહેર્યા પછી એ કપડાને તરત જ ધોવામાં નાખી દઈએ. જેથી બીજે દિવસે ફ્રેશ જીમના કપડા પહેરી શકાય. અથવા જો તમે કપડા અલગ અલગ પહેરવાના શોખીન હોય તો જીમના કપડા એક કરતા વધારે રાખવા જોઈએ. આવું કરવાથી વર્કઆઉટના સમયમાં તમને ફ્રેશ ફીલીગ્સ આવશે.

Image Source

જીમ ટી-શર્ટ અને ટ્રાઉઝરની સફાઈ :

મોટાભાગના જીમમાં જતા છોકરાઓ પાસે ટી-શર્ટ અને ટ્રાઉઝર હોય છે. આ કપડાનું ફેબ્રિક બીજા કપડાની તુલનામાં અલગ હોય છે. એ કારણે આવા કપડાને ધોવા માટે પણ અલગ રીત ઉપયોગમાં લેવી પડે છે. જો તમે પણ સામાન્ય કપડાની જેમ જ જીમના કપડાને ધોઈ રહ્યા હોય તો એ આદતને આજથી બદલી લો. આવું કરવાથી જીમના કપડા ખરાબ થઇ શકે છે.

Image Source

જીમના કપડા માટે ડીટરજન્ટ :

જીમના કપડાને ધોવા માટે સામાન્ય પાઉડર બહુ અસરકારક હોતો નથી. જીમના કપડા માટે સ્પેશ્યલ એન્ટી માઈક્રોબઇલ ડીટરજન્ટ યોગ્ય માનવામાં આવે છે. જો કે આ ડીટરજન્ટ ભાવમાં મોંઘો હોય છે પણ જીમના કપડા ધોવા માટે એકદમ પરફેક્ટ હોય છે. આ ડીટરજન્ટથી પરસેવાના ડાઘ, અને દુર્ગંધમાંથી મુક્તિ મળે છે અને સફાઈ પછી કપડામાંથી એક સારી મહેક આવે છે.

વધુ માત્રામાં ડીટરજન્ટનો ઉપયોગ ન કરો :

જીમના કપડાને સમયાંતર પછી ધોવાના રહેતા હોય છે એટલા માટે જીમના કપડાને ધોવા માટે જરૂર કરતા વધારે ડીટરજન્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. આવું કરવાથી કપડાનું કાપડ જલ્દીથી ખરાબ થઇ જાય છે અને કપડાના કલર પણ આછા થઇ શકે છે.

વિનેગારનો ઉપયોગ :

જે પુરૂષના પરસેવામાં વધારે દુર્ગંધ આવતી હોય તેને પોતાના જીમના કપડા ભૂલથી પણ સામાન્ય રીતે ન ધોવા જોઈએ. વર્કઆઉટ પછી તરત જ કપડાને અલવિદા કરીને નાહીને કપડા ચેન્જ કરી લેવા જોઈએ.

એક ડોલ ઠંડા પાણીમાં 1 મોટી ચમચી જેટલું વિનેગાર લઈને તેમાં પહેલા જીમના કપડાને થોડા સમય માટે પલાળીને રાખો. ત્યારબાદ તે કપડાને ડીટરજન્ટની મદદથી ધોવા જોઈએ. આવું કરવાથી પરસેવાની દુર્ગંધને દૂર કરી શકાય છે અને કપડાને એકદમ સાફ પણ કરી શકાય છે.

Image Source

જીમ ટોવેલની સફાઈ :

ચહેરા પર કે શરીરના અન્ય ભાગ પર આવેલ પરસેવાને લુછવા માટે જીમ ટોવેલનો ઉપયોગ થતો હોય છે એટલે એક વાત તો સામાન્ય છે કે આ ટોવેલની સફાઈ એકદમ સારી રીતે થવી જોઈએ. જીમ ટોવેલને નિયમિત રીતે સફાઈમાં નાખી દો અને શકય હોય તો જીમના ટોવેલ એક કરતા વધારે રાખો, જેથી નિયમિત રીતે જીમના ટોવેલને ધોવામાં નાખી શકાય.

પરસેવાથી દુર્ગંધ મારતા ટોવેલને પહેલા ગરમ પાણીમાં 15-20 મિનીટ સુધી પલળવા દો પછી જ તેને ડીટરજન્ટની મદદથી સાફ કરો. આવું કરવાથી ટોવેલ પર રહેલા જ્મ્સને નાશ કરી શકાય છે.

Image Source

વર્કઆઉટમાં વપરાતા શુઝ અને મોજા :

જીમમાં ગયા પછી પગના તળિયામાં વધુ ગરમી થાય છે અને એ ભાગમાં વધુ પરસેવો પણ આવે છે એટલા માટે નિયમિત મોજાને બદલાવતા રહો. જો પરસેવાને કારણે દુર્ગંધ આવવાની સમસ્યા રહેતી હોય તો પરસેવાને ચૂસી લે એવા મોજાની પસંદગી કરો અને શુઝને પણ નિયમિત રીતે તડકામાં મુકો, જેથી ખરાબ દુર્ગંધને દૂર કરી શકાય છે.

Image Source

જીમના કપડાને કેવી રીતે સૂકવવા?

જીમના કપડાને સુકવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જો તેમાં સહેજ પણ ભેજ રહેશે તો ફેશ ફીલ નહીં થાય અને કપડામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા રહેશે. એટલે હંમેશા જીમના કપડાને હેંગરમાં સૂકવવા જોઈએ જેથી બરાબર રીતે કપડાને સૂકવવા માટેનો સમય મળે અને ભેજ જરા પણ રહે નહીં.

તો અહીં જણાવેલ ટીપ્સને ફોલો કરી તમે પણ જીમના કપડાની સાથે ખુદની પર્સનાલિટીને અપ ટુ ડેટ રાખી શકો છો. આજે જ અજમાવો જીમના કપડાને એકદમ ફ્રેશ રાખવા માટેની આ મજેદાર અને આસન ટ્રીક્સ…

આવા જ અન્ય રસપ્રદ આર્ટિકલ વાંચવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Comment