બોલીવુડની આ સુંદર અભિનેત્રીને થયો ડેન્ગ્યુ,સિરિયસ કન્ડિશનમાં હોવાથી બન્ધ કરવી પડી ફિલ્મની શૂટિંગ😟

તાજેતરમાં જાણવા મળ્યું હતું કે શ્રદ્ધા કપૂરે બેડમિંટન પ્લેયર સાઈના નેહવાલની બાયોપિક ફિલ્મનું શુટિંગ શરુ કર્યું છે. આ મૂવીનું ડાયરેક્શન અમોલ ગુપ્તે દ્રારા કરવામાં આવી રહ્યું છે અને હવે ન્યુઝ મળી રહ્યા છે કે શ્રદ્ધા કપૂરે આ ફિલ્મનું શુટિંગ રોકી દીધું છે. કેમકે તેને ડેન્ગ્યુ થઈ ગયો છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે શ્રદ્ધા કપૂરે થોડા દિવસ પહેલા  મહેસુસ કરી રહી હટતી કે તેની તબિયત સારી નથી. ત્યાર પછી તેને 27 સપ્ટેમ્બરે ફિલ્મનું શુટિંગ બંધ કરી દીધું અને તપાસ કરાવી તો તેને જણવા મળ્યું કે તેને ડેન્ગ્યુ થઇ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધા 2 દિવસ પછી ફિલ્મ સેટ પર પરત આવી શકે છે. આ દરમિયાન અમોલએ સાઈનાના નાનપણના ભાગને ચાઈલ્ડ આર્ટિસ્ટ સાથે શૂટ કરી રહ્યા છે.

આ ન્યુઝને ક્ન્ફોમ કરતા પ્રોડ્યુસર ભૂષણ કુમારે કહ્યું કે શ્રદ્ધા છેલ્લા કેટલાક મહિનાથી ઘણી વ્યસ્ત હતી અને એવું લાગે છે કે એટલા માટે તેના સ્વાસ્થ્ય પર ઘણો ફર્ક પડ્યો છે. અમે આ સ્થિતિમાં તેની સાથે સહાનુભૂતિ અનુભવીએ છીએ. અમે ટૂંક સમયમાં જ તેના આરોગ્ય વિશે જાણીશું અને પછી જાણી શકાશે તે ક્યારે કામ પરત આવી શકશે.

આપને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે શ્રદ્ધા ખુબ જ ટ્રેનિંગ લીધી છે. જેઠ કરીને તે સાઈનાનના કિરદારનને સારી રીતે નિભાવી શકે અને આ માટે સાઈનાએ પોતે શ્રદ્ધાને ટ્રેનિંગ આપી છે. હાલમાં જ ફિલ્મથી શ્રદ્ધા કપૂરનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો અને માનવામાં આવી રહ્યું છે કે આ મુવી આગામી વર્ષે રિલીઝ થઈ શકે છે.

બોલીવૂડમાં શ્રીદેવીના હતા આ ૫ દુશ્મનો, પાંચમું નામ જાણી સ્તબ્ધ થઈ જશો😲😲

આપણા બોલીવૂડ પર રાજ કરનારી ‘ચાંદની’ નામથી ઓળખાતી શ્રીદેવીનું અચાનક નિધન થઈ જવાથી તેમના ચાહકો અને ફિલ્મી જગતની હસ્તીઓ પણ ખુબજ દુખી અને ઉદાસ છે. શ્રીદેવીના મોતના ખબર મળતાજ આખું બોલીવૂડ હાલી ગયું હતું અને દેશ વિદેશના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. કોઈએ વિચાર્યું પણ નહતું કે જે ખુશીથી શ્રીદેવી દુબઈ લગ્ન પ્રસંગમાં જઈ રહી છે એજ ખુશી સાથે પછી ફરશે.

શ્રીદેવીના બોલીવૂડ કરીઅર દરમ્યાન તેના ઘણા દુશ્મનો હતા, જેમાંથી થોડાક લોકોની ચર્ચા આપણે અહી કરીશું. આવો જાણીએ શ્રીદેવી ના એવા દુશ્મનો વિષે :

૧. જયા પ્રધા 

શ્રીદેવીનો સ્વભાવ બધા સાથે સારો અને હસમુખ હતો પણ જયા પ્રધા સાથે થોડી અનબન ચાલતી રેહતી હતી. કેહવામાં આવે છે કે ૮૦ ના દશકમાં ફિલ મેળવવા માટે બંને માં રેસ લગતી હતી. તે સમય બંને એક સરખી ફિલ્મ્સ પણ કરતા હતા. એટલે એકબીજાને કોમ્પીટીશન સમજતા

૨. સરોજ ખાન

એક સમયમાં સરોજ ખાન અને શ્રીદેવી ની દોસ્તી ખુબ હતી. સરોજ ખાને જણાવ્યું કે એક સમય એવો હતો કે તેમને એકબીજા સાથે ૧ વર્ષ સુધી વાત નહતી કરી. “આ ત્યારની વાત છે જયારે અમે એક પંજાબી સોંગ શૂટ કરી રહ્યા હતા જેમાં માધુરી અને શ્રીદેવી બંને હતા અને શ્રીદેવીને એવું લાગતું હતું કે હું માધુરીના ડાન્સ સ્ટેપ્સ વધારે પસંદ કરું છુ. આમ ગેરસમજન ને કારણ અમે ૧ વર્ષ સુધી વાત નહતી કરી”. સરોજ ખાને જણાવ્યું.

3.માધુરી દીક્ષિત

એક સમય હતો જ્યારે માધુરી દીક્ષિત દરેક ફિલ્મ માં જોવા મળતી હતી. માધુરી ના કારણે શ્રીદેવીને ફિલ્મો મળવાનું ઓછુ થઈ ગયું હતું જેના કારને શ્રીદેવી માધુરીને નાપસંદ કરતી હતી

૪. રામ ગોપાલ વર્મા

રામ ગોપાલ વર્માએ એક પુસ્તકમાં સ્વીકાર કર્યો હતો કે તે શ્રીદેવીને અનહદ પ્રેમ કરે છે અને તેમના પ્રેમના વચ્ચે બોની કપૂર આવી ગયા છે, ત્યાર બાદ તેને શ્રીદેવીને ગાંડી પણ કહી હતી.

૫. પુલી પ્રડ્યુંસર

શ્રીદેવીને ૫૦ લાખ રુપયા ન મળ્યા હોવાથી ફિલ પ્રોડ્યુસર પુલી પર ફરિયાદ નોંધાવી હતી. શ્રીદેવીએ સાઉથ ફિલ્મ્સમાં  એક નાનકડા રોલ માટે ૫૦ લાખ રુપયાની વાત કરી હતી. તે રૂપિયા શ્રીદેવીને ન મળતા શ્રીદેવીએ મુંબઈમાં પ્રોડ્યુસર ખિલાફ રીપોર્ટ દર્જ કરાવી હતી. ત્યારબાદ તેમના વચ્ચે બોલાચાલી પણ નતી.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *