બોલીવૂડના સુપરસ્ટાર અભિનેતાઓ જેલની હવા ખાઈ ચુક્યા છે – નંબર ૨ અને ૫ માટે તો આખી દુનિયા પાગલ થઇ હતી..

બોલીવૂડ હંમેશા ચર્ચાનો વિષય બનતું હોય છે. તેમાં એક એવી પણ બાબતો છે, જે જાણીને તમને ખરેખર આશ્ચર્ય થશે. સેલિબ્રિટીઓની અમુક એવી હરકતોને નોટ કરવામાં આવી છે, જેના કારણે તેને જેલની હવા પણ ખાવી પડી છે. બોલીવૂડના અમુક એવા સિતારાઓ છે જેને જેલ ભેગું પણ થવું પડ્યું હતું. કાયદા અને કાયદાની ઝપટે ચડી ગયા હોવાના કારણે તેને સજા પણ ભોગવી લીધી છે.

(૧) સંજય દત

સંજય દતને એપ્રિલ ૧૯૯૩માં ટેરીરિસ્ટ અને વિઘટનકારી ગતિવિધિના નિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ૧૯૯૩માં પિસ્તોલ અને રાઈફલ રાખવાના મામલામાં પણ ગિરફતારી થઇ હતી. જેમાં તેને ૫ વર્ષની જેલ ભોગવવી પડી હતી.

(૨) સલમાન ખાન

સલમાનની બોલીવૂડમાં ઘણી ચર્ચા હોય છે. પણ એ કાયદાની કલમની ચપેટમાં આવી ચુક્યો છે. ૨૮ સપ્ટેમ્બર ૨૦૦૨માં લાપરવાહીથી ગાડી ચલાવવા માટે ગિરફ્તાર કરવામાં આવ્યો હતો. ‘હીટ એન્ડ રન’ કેસમાં એક વ્યક્તિનું મૃત્યું થયું હતું. એ મામલામાં સજા થઇ હતી સાથે હરણના શિકાર માટે પણ તેને સજા ફરમાવવામાં આવી હતી.

(૩)શાયની આહુજા

૨૦૦૯ની સાલમાં શાયની પર ૨૦ વર્ષની નોકરાણીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. શરૂઆતમાં આ આરોપ ખોટો છે તેવું જુઠાણું ચલાવ્યું પછી તેને સત્ય સ્વીકારતા-કબૂલ કરતા તેને જેલ ભોગવવી પડી હતી.

(૪) સૈફ અલી ખાન

સલમાનના હરણ કેસમાં સૈફ અલી ખાન સાથે હતો. ત્યારે કાલા હિરણ કેસમાં ૫ એપ્રિલ ૨૦૧૮માં તેને કાલા હિરણ કેસમાંથી મુક્તિ મળી પણ તેની પર કાયદાની કલમો લાગી હતી.

(૫) શાહરૂખ ખાન

બોલીવૂડના બાદશાહ પણ વિવાદોમાંથી બાકાત નથી. ૨૦૧૨માં શાહરૂખ ખાન પર મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘના અધિકારીઓ સાથે ઝઘડો કર્યાની બાબતે તેના પર આરોપ લાગ્યો હતો. કહેવામાં આવે છે કે, શાહરૂખે અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ વખતે જે બન્યું તેના પરિણામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૫ વર્ષ માટે બૈન કરવામાં આવ્યો હતો.

આ પાંચ નામ તો કાયદાની નજરમાં આવી ગયા છે. પરંતુ હજુ બીજા નામ પણ છે. જે પણ બોલીવૂડના બહુ મોટા માથા ગણાય છે. જોન અબ્રાહમ, ગોવિંદા, મધુર ભંડારકર, ઇન્દ્રકુમાર, મોનિકા બેદિ જેવા કલાકારો કાયદાની ઝપટે ચડી ગયા હતા.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *