ખાવાના શોખીન છે આ સ્ટાર્સ, કોઈને પસંદ પાણીપુરી તો કોઈને પસંદ છે છોલે ભટુરે

બોલીવુડ સ્ટાર તેમની સરસ બોડી ના લીધે ઓળખાય છે જેના માટે તેમને શિસ્ત ની સાથે જ તંદુરસ્ત ભોજન પણ લેવું પડે છે પરંતુ એવું નથી કે આ સ્ટાર સ્ટ્રીટફૂડ થી દુર રહે છે. સામાન્ય લોકો ની રીતે જ સેલિબ્રિટી પણ સ્ટ્રીટફૂડ પસંદ કરે છે પરંતુ તે સંતુલન જાળવવા ને પણ પ્રાથમિકતા આપે છે. વિશ્વ ભોજન દિવસ પર જાણીએ બોલીવુડ સ્ટાર ની મનપસંદ સ્ટ્રીટ ફૂડ વિશે. સુપરફીટ એક્ટ્રેસ દીપિકા પદુકોણ બતાવી ચૂકી છે કે તેનું મનપસંદ સ્ટ્રીટફૂડ સેવપુરી છે અને તે મુંબઈ મા સાંતાકુજ માંથી ઘણી વાર તે ખાય છે.

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ ઘણા બોલીવુડ સ્ટાર ની જેમ જ પોતાની ફિટનેસ નું ખાસ ધ્યાન રાખે છે અને તે થોડા કેટલાક સમય થી શાકાહારી થઈ ગઈ છે અને ઘર નું ભોજન જ કરે છે પરંતુ તેને એક ઇન્ટરવ્યુ માં જણાવ્યું કે સ્ટ્રીટ ફૂડ માં તેને ફ્રાઇડ પકોડા, મસાલા ચા, કચોરી, મગ દાળ, વડા ઘણા પસંદ છે.

સોનમ કપૂર

સોનમ કપૂર નું ફિલ્મો મા આવ્યા પેહલા વજન ઘણું વધુ હતું કેમ કે તે દરમિયાન તેણે મુંબઈ મા ઘણું સ્ટ્રીટ ફૂડ ખાધું છે. સોનમે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેને પાણીપુરી, વડાપાઉં, ઢોસા, કાઢી રોલ અને સેન્ડવીચ ખૂબ જ પસંદ છે અને તેમણે જુહુ માં જુદી જુદી દુકાનો પર આ બધી સ્ટ્રીટ ફૂડ નો એક સમયે ઘણી મજા લીધી છે.

જાનવી કપૂર

જાનવી કપૂર ઘણીવાર તેનાં જીમ ફોટોશૂટ ને કારણે ચર્ચા માં રહે છે અને તેની ફિટનેસ નું ખાસ ધ્યાન રાખે છે માન્યું કે જો તેના મનપસંદ સ્ટ્રીટ ફૂડ ની વાત કરીએ તો તેને પિત્ઝા ખૂબ જ પસંદ છે.

કેટરિના કૈફ

કેટરિના કૈફ તેની શાનદાર ફિટનેસ માટે જાણીતી છે. કેટરિના તેના એક ઇન્ટરવ્યુમાં જણાવી ચૂકી છે કે તેને પાયા અને કડક પાઉં ખૂબ જ પસંદ છે, આ ઉપરાંત તે સિકૂડ પણ પસંદ કરે છે અને તેના મનપસંદ રેસ્ટોરન્ટ માહિમ અને જુહુ વચ્ચે આવેલા છે.

શાહરૂખ ખાન

દિલ્લી માં મોટા થયેલા શાહરૂખ ખાન ને પણ સ્ટ્રીટ ફૂડ ઘણું પસંદ છે. શાહરૂખ બતાવી ચૂક્યા છે કે તેને બંગાળી માર્કેટ ના છોલે ભટુરે ખુબ પસંદ છે. તેના સિવાય તેમણે કહ્યું છે કે તે મુંબઈ મા હોય છે ત્યારે ઘણી વાર મોડી રાત્રે કામ કરતી વખતે ઓફિસ ની પાસે થી મસાલા ઢોસા અને કૉકોનેટ કરી મંગાવે છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા તેની ફિટનેસ નું ઘણું ધ્યાન રાખે છે પરંતુ તેને તેમની માં ના હાથ નું વેજ મોમોજ અને વર્સોવા ની પાણીપુરી ધણી પસંદ છે. તેમજ અનુષ્કા ના પતિ વિરાટ, દિલ્લી ના ઘણા પંજાબી લોકો ની રીતે જ છોલે ભટુરે ખુબજ પસંદ કરે છે.

વરૂણ ધવન

વરૂણ ધવન છેલ્લા કેટલાક વર્ષોમાં બોલિવૂડના સૌથી ફિટ એક્ટર માં જાણીતા બની ગયા છે અને હવે તે જંક ફૂડ થી દુર જ રહે છે. માન્યું કે જીક્યું ની સાથે ઇન્ટરવ્યુ માં તેમણે બતાવ્યું હતું કે જુહુ ની એક દુકાન પર થી તેને ચીજ મસાલા ઢોસા અને તરબૂચ નું જ્યુસ પીવું ઘણું પસંદ છે.

કંગના રનૌત

કંગના રનૌત નો ચેહરો તો યાદ હશે કે કેમ તેણે ફિલ્મ ક્વીન મા એમ્સ્ટરડેમની મધ્યમાં પાણીપુરી ની દુકાન લગાવી હતી. પાણીપુરી કંગના ની મનપસંદ સ્ટ્રીટ ફૂડ માં પણ પ્રખ્યાત છે. ફિલ્મ પંગા ના શૂટિંગ દરમ્યાન દિલ્લી માં પણ તે પાણીપુરી ખાતા જોવા મળી હતી.

ઋતિક રોશન

ઋતિક રોશન ને ઇન્ડસ્ટ્રી માં ગ્રીક ગોડ કહેવામાં આવે છે અને તે તેના સિકસ પેક એબસ ના માટે પ્રખ્યાત છે પરંતુ વાત જ્યારે સ્ટ્રીટ ફૂડ ની આવે છે ત્યારે ઋતિક ને કડાઈ માંથી નીકળેલા ગરમા ગરમ સમોસા ખુબજ પસંદ છે. ઋતિક એ દાવો પણ કરી ચૂક્યા છે કે એ એક વાર માં ધણા સમોસા ખાઈ શકે છે.

આવાજ સરસ લેખો માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team     

Leave a Comment