Image Source
સાફ સફાઈ માટે બ્લીચનો પ્રયોગ કરતા પેહલા જાણી લો તેને ઉપયોગ કરવાની સાચી રીત.
બ્લીચનો ઉપયોગ ઘરની દરેક વસ્તુઓની સાફ સફાઈ કરવામાં થાય છે. પરંતુ ઘણીવાર લોકો તે વિચારીને બ્લીચનો ખોટી જગ્યાએ અને ખોટી રીતે ઉપયોગ કરી લે છે કે તેનાથી વધારે સફાઈ થઈ જશે. પરંતુ કોઈપણ વસ્તુનો વધારે ઉપયોગ તમને હંમેશા નુકશાન જ પહોચાડે છે. તેમજ તે પણ જાણી લેવું ખૂબ જરૂરી છે કે બ્લીચનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ.
આજે અમે તમને જણાવીશું કે બ્લીચનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ અને તેને ઉપયોગ કરવાની સાચી રીત કઈ છે.
Image Source
બ્લીચથી વાઇનના દાગ દૂર થતા નથી
જો તમારા કપડા પર વાઈનના ડાઘ પડી જાય છે તો તે સરળતાથી દુર થતા નથી. આવી સ્થિતિમાં જો તમે આ ડાઘને બ્લીચની મદદથી દૂર કરવા ઇચ્છો છો, તો તમને જણાવી દઇએ કે બ્લીચનો ઉપયોગ વાઇનના ડાઘ પર કરવાથી તે ડાઘ પીળો થઇ જાય છે. તેથી જ્યારે પણ કપડામાં વાઈનનો ડાઘ લાગે છે તો તેને બ્લીચ કરશો નહીં.
ટાઇલ્સ પર બ્લીચનો ઉપયોગ કરવો નહિ
બાથરૂમમાં લાગેલ ડિઝાઇનર ટાઇલ્સને સાફ કરવા માટે પણ તમારે બ્લીચનો ઉપયોગ કરવો નહિ. બ્લીચ ટાઇલ્સના રંગને ઉડાડી દે છે, જેનાથી તે ખરાબ દેખાવા લાગે છે. જો ટાઇલ્સને સાફ કરવી હોય તો તમે બીજા કલીનિંગ હેક્સ અજમાવી શકો છો. આજ રીતે જો તમારા કિચનનો ગેસ સ્ટવ સ્લેબ ગ્રેનાઈટ અથવા માર્બલની બનેલી હોય તો તેને ભૂલથી પણ બ્લીચથી સાફ કરશો નહીં. તેનાથી સ્ટોનની ચમક ઓછી થઈ જશે અને તે ઝાંખી દેખાવા લાગશે.
Image Source
છોડ અને વૃક્ષમાં બ્લીચ નાખશો નહિ
જો તમારા ઘરમાં ઇનડોર અથવા આઉટડોર છોડ લાગેલા છે, તો ભુલથી પણ તેને બ્લીચના સંપર્કમાં આવવા દેશો નહિ. તેમ કરવાથી તે બળી જશે, તેટલું જ નહીં, તમે જ્યાં છોડ વૃક્ષ લગાવેલા છે, તેની આસપાસ પણ તમારે બ્લીચનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો તમારે બ્લીચથી સાફ સફાઈ કરવી હોય, તો તમારે પેહલા છોડ અને વૃક્ષને ત્યાંથી હટાવી લેવા જોઈએ.
મેટલ અને સ્ટીલના વાસણમાં બ્લીચ લગાવશો નહિ
જો તમારા મેટલ અને સ્ટીલના વાસણમાં કોઈપણ પ્રકારના ડાઘ ધબ્બા લાગેલા હોય, તો તમે બ્લીચથી તેને સાફ કરવા વિશે વિચારશો પણ નહિ. જો તમે સ્ટીલ અથવા અન્ય કોઈ મેટલ પર બ્લીચનો ઉપયોગ કરો છો, તો તે નાશ પામે છે.
વુડ ફ્લોરિંગ પર ઉપયોગ કરશો નહીં
જો તમારા ઘરે વુડ ફ્લોરિંગ કરવામાં આવી છે તો તમારે ક્યારેય પણ બ્લીચથી તેની સાફ સફાઈ કરવી જોઈએ નહીં. જો તમે તેનાથી સફાઈ કરો છો તો તમારી વુડ ફ્લોરિંગ ખરાબ થઈ જશે અને ફેડ ફેડ જોવા મળશે.
કેવી રીતે બ્લીચનો ઉપયોગ કરવો
જો તમે બજારમાંથી બ્લીચ ખરીદીને લાવો છો, તો તે પ્રોડક્ટમાં જ પાછળ જણાવવામાં આવ્યું હોય છે કે તમારે તેનો ઉપયોગ કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવાનો છે. પરંતુ તેમ છતાં લોકો તેને ખોટી રીતે ઉપયોગ કરે છે અને પછી તેને તેની ભૂલનું પરિણામ ભોગવવું પડે છે.
જો તમે કપડા પર બ્લીચનો ઉપયોગ કરી રહ્યા છો, તો પાણીમાં બ્લીચને મિક્સ કરીને જ કપડા પર લગાવો.
કપડા પર જ્યાં ડાઘ લાગેલો હોય ત્યાં બ્લીચનું મિશ્રણ લગાવો અને પછી 10 મિનિટ માટે તેને તેમજ લગાવેલું રહેવા દો.
આ વાતનું ધ્યાન રાખો કે તમારે બ્લીચમાં ફક્ત પાણી જ મિક્સ કરવાનું છે. ઘણા લોકો બ્લીચની સાથે વિનેગર પણ નાખી દે છે અને તેમ કરવાથી જે ગેસ ઉત્પન્ન થાય છે, તે આંખોમાં બળતરા ઉત્પન્ન કરે છે.
વધારે બ્લીચના ઉપયોગ કરવાનું ટાળવું કેમકે તેનાથી કપડા પર બ્લીચના નિશાન થઈ જાય છે.
હવેથી તમે પણ જ્યારે બ્લીચનો ઉપયોગ કરો ત્યારે ઉપર જણાવવામાં આવેલ ભૂલ કરવાનું ટાળો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team