ત્વચા માટે બ્લીચીંગ જરૂરી છે, તો તેના માટે ઘરે બેઠા જ બ્યુટી પાર્લર જેવી ચમક મેળવો.

Image Source

સુંદર નિખરતો રંગ મેળવવા માટે મોટાભાગના લોકો બે રીતનો ઉપયોગ કરે છે. પહેલી છે, ફેઅરનેસ ક્રીમનો ઉપયોગ અને બીજો છે બ્લીચીંગ. પરંતુ શું તમે જાણો છો કે બજારમાં મળતા આ ફેઅરનેસ ક્રીમ અને બ્લીચમાં રહેલા કેમિકલ તમારી ત્વચાને નુકશાન પહોંચાડી શકે છે. તેટલું જ નહીં આ ઉત્પાદનના નિયમિત ઉપયોગથી તમને લાંબા સમયે ત્વચાને લગતી ઘણા પ્રકારની સમસ્યા થઈ શકે છે.

ત્વચાને થતાં નુકશાનથી બચાવો:

તે વાત સાચી છે કે આ ઉત્પાદનના ઉપયોગથી તમને તરત મનપસંદ ચમક મળશે. પરંતુ આ ઉત્પાદન તમને તરત સફેદ તો દર્શાવે છે સાથેજ તેનો વારંવાર ઉપયોગ કરવાથી ડાર્ક સ્પોર્ટ્સ પિગમેન્ટેશન અને કરચલીઓ જેવી સમસ્યા થઈ શકે છે.

તેના ઉપયોગથી તમારી ત્વચા પર ફોડલી થઈ શકે છે અને આવનારા સમયમાં તમારી ત્વચા ખૂબ વધારે સંવેનશીલ પણ બની શકે છે. આ બધી સમસ્યાથી બચવા માટે ઉતમ છે કે તમારે હર્બલ અને ઘરેલુ ઉત્પાદનનો ઉપયોગ કરવો. જેનુ પરિણામ ભલે થોડા સમય પછી મળે પરંતુ તમારી સુંદરતા અને ત્વચાના સ્વાસ્થ્યને કોઈ નુકશાન પહોંચાડતું નથી.

Image Source

ચંદન પાવડર અને પાણી:

સૌથી પહેલા એક વાટકીમાં એક ચમચી ચંદન પાવડર લો અને બે મોટી ચમચી પાણી નાખો. બંનેને સારી રીતે મિક્સ કરો. ચંદનનો લેપ લગાવવાથી ત્વચા ઠંડી થાય છે અને ચેહરા પર દાગ ધબ્બા પણ ઓછા થાય છે. ચંદન ત્વચામાં મેલેનિનને વધારવામાં મદદ કરે છે, જેનાથી ત્વચા યુવાન બની રહે છે.

તૈયાર મિક્સ કરેલા પેસ્ટને કોટનના બોલની મદદથી તમારા ચેહરા પર લગાવો. શ્રેષ્ઠ રેહશે કે ફકત ચેહરા પર જ નહિ પરંતુ તમે આ પેસ્ટને ગળા સુધી લગાવો. જેથી ત્વચામાં એકસરખી અને સમાન સુંદરતા બની રહે. જો કોટન સાથે માસ્ક લગાવવામાં મુશ્કેલી આવી રહી હોય, તો તમે આ પેસ્ટને હાથ પર પણ લગાવી શકો છો.

ફકત આટલા સમય માટે લગાવવાની છે:

જ્યારે પેસ્ટ સંપૂર્ણ રીતે સુકાઈ જાય ત્યારે તમારા ચેહરાને સાદા પાણીથી ધોઈને સાફ કરી લો. શિયાળાની ઋતુમાં ઠંડા પાણીથી બચવા માંગો છો તો તમે ચેહરા પર રોજ વોટર સ્પ્રે કરી અને પછી ટીશ્યુ પેપર, કોટનના મુલાયમ કાપડ અથવા મલમલના કાપડથી ત્વચાને સાફ કરી લો. તમારી ત્વચા ઊંડે સુધી સાફ થઈ જશે અને તમે તાજગીનો અનુભવ કરશો.

ત્વચા મૈત્રીપૂર્ણ અને કુદરતી છે:

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઘરેલુ નુસ્ખાની અસર થોડા સમય પછી જોવા મળે છે એટલે કે જ્યારે તમે વારંવાર તેનો ઉપયોગ કરતા રહો તો થોડા દિવસો પછી તેની અસર દેખાય છે. પરંતુ અમે જે બ્લીચિંગ ફેસ પેક તમને જણાવવા જઇ રહ્યા છીએ, તે આ કિસ્સામાં બીજી વસ્તુઓથી ઘણું ઝડપી છે. પરંતુ હા તે ત્વચા મૈત્રીપૂર્ણ અને કુદરતી છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment