કોરોના પોજિટિવ આવતા જ કયા કયા કામો કરવા જોઈએ ચાલો જાણીએ કિરણ મજૂમદાર ના શો દ્વારા..

કિરણ મઝુમદાર  તે બાયોફાર્માસ્ટિકલ કંપની ‘બાયોકોન’ ના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર છે. દેશ ની સૌથી અમીર મહિલા માં તેમનું નામ પણ છે. જેમને પોતાના મહેનત થી એક બિજનેસ ચાલુ કર્યો. આપણે તેમની વાત શા માટે કરી રહ્યા છે?? કારણકે હમણાં જ તેમણે કોરોના ને માત આપી છે. તેમણે કેવી રીતે કોરોના સામે પોતાનું રક્ષણ કર્યું છે તેની વાત તેમણે જણાવી છે.

Image Source

“ મને લક્ષણ 22 ઓગસ્ત એ દેખાયા. મને જીણો તાવ પણ આવતો હતો. મને જૂન ની શરૂઆત માં આવા લક્ષણ દેખાયા હતા પણ ટેસ્ટ નેગેટિવ હતો. એટલે મે ક્રોસીન લીધી. અને વિચાર્યુ કે સારું થઈ જશે. પણ જ્યારે હું સવારે ઉઠી ત્યારે મારો તાવ વધી ગયો. જોયું તો તે 99 ડિગ્રી હતો. તે સમયે મે નક્કી કર્યું કે હું મારો અને મારા પૂરા પરિવાર નો ટેસ્ટ કરાવીશ. મારી 89 વર્ષ ની મમ્મી ને કેન્સર થયેલું છે. અને મારા પતિ પણ કેન્સર થી પીડાય છે. મને તે લોકો ની ચિંતા હતી હું તરત જ એક રૂમ માં quarantine થઈ ગઈ. સાંજે 5 વાગે મારો કોરોના ટેસ્ટ પોજિટિવ આવ્યો. પણ મારી મમ્મી અને મારા પતિ નેગેટિવ હતા. મારા શરીર માં વાઇરસ નો લોડ બહુ ન હતો.

હું મારો ઓક્સિજન લેવલ ને ચેક કરતી હતી. અને ખૂબ જ ધ્યાન આપતી હતી.

Image Source

તેઓ આગળ કહે છે કે “ તેમનો અનુભવ સારો રહ્યો તેમને ખાસ કોઈ મુશ્કેલી ન આવી. સ્વાદ અને ગંધ માં પણ કઈ ફરક ન આવ્યો, ઓક્સિજન ની પણ કોઈ કમી ના લાગી.

મે કેટલીક વસ્તુ શીખી એ આ છે.

1.પોજિટિવ આવવા પર ગભરાવું નહીં.

2.તમારા શરીર માં વાઇરસ ની સંખ્યા પર નજર રાખતા રહેવું.

3.વાઇરસ ની સંખ્યા ઓછી હોય અને હલકો તાવ હોય તો ઘર માં જ quarantine થઈ જવું.

4.દિવસ માં પોતાનું ઓક્સિજન લેવલ ચેક કરતાં રહેવું. અને સુનિશ્ચિત કરવું કે તે 95 થી નીચે ન જાય.

5.યોગ કરવા. શક્ય હોય એટલું ચાલવું.

6.તમારું શરીર એક અઠવાડિયા ની અંદર જ વાઇરસ સાથે લડી લેશે.

7.ડોક્ટરોએ ફક્ત રોગના લક્ષણો જ નહીં, પણ તે લક્ષણો પાછળના કારણ નો પણ  ઉપચાર કરવો જોઈએ. ઉદાહરણ તરીકે, જો ઓક્સિજનનું સ્તર ઓછું હોય, તો ઓક્સિજનનો પુરવઠો વધારવો તે પૂરતું નથી. પણ  સાયટોકાઇન્સ (પ્રોટીનનો એક પ્રકાર) ને લીધે થતી બળતરા નો ઉપચાર એ ઉપાય છે.

8.જો બળતરા અને સાયટોકિન્સની અસરો વહેલી તકે બંધ ન કરવામાં આવે તો COVID-19 ના કારણે લાગતો થાક અને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ પેદા થઈ શકે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *