mukesh-ambani

મુકેશ અંબાણીની પાસે છે આ ૯ અધધ…જંગી કિંમતની વસ્તુઓ ! વાંચો અંબાણીની આસમાની મિલકતનો હેરતજનક ડેટા

અંબાણી પાસે એન્ટિલિયા સિવાય પણ અજીબ અને આસમાની રકમની આલિશાન મિલકતો છે.જેના વિશે ઘણા ખરા અજાણ છે.આજે વાંચો મુકેશની માતબર મહામુલી એવી ૯ મિલકતો વિશે

અત્યારે વિશ્વના ટોચના અરબોપતિઓમાં મોખરાનું સ્થાન ધરાવતા અને ભારતના સૌથી સફળ બિઝનેસમેન મુકેશ અંબાણીના બિલિયન ડોલરની કિંમતના મુંબઇમાં રહેલા ઘર “એન્ટિલિયા” વિશે સૌ કોઇ જાણે છે. હેલિકોપ્ટર અને બાર-તેર ડઝન કાર પાર્ક થઇ શકે એવી સુવિધા,અકલ્પનીય સુવિધાઓ,નોકરો અને સિક્યુરીટીથી અંબાણીનું એન્ટિલિયા સજ્જ છે. આ જબરદસ્ત અને આસમાની કિંમતના એન્ટિલિયા ઉપરાંત પણ મુકેશ અંબાણી પાસે એવી અબજોની કિંમત ધરાવતી વસ્તુઓ છે,જેના વિશે ઘણા ખરા લોકો અજાણ છે. આ અત્યાધુનિક,ફેશનેબલ અને અરબ-ખરબની જબરદસ્ત કિંમતની વસ્તુઓ વિશેની અજાણી માહિતી વાંચીને નવાઇ લાગવાનો સંભવ ખરો.!

વાંચો મુકેશ અંબાણી પાસે રહેલ અત્યંત કિંમતી એવી ૯ વસ્તુઓની યાદી સાથેનો ડેટા

1.) એરબસ 319 કોર્પોરેટ જેટ વિમાન

મુકેશ અંબાણી પાસે રહેલ કોર્પોરેટ જેટ પ્રકારનું AirBus 319 ૨૫ મુસાફરનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે.વળી આ જેટ વિમાન અનેક ભવ્ય સુવિધાઓથી સજ્જ છે.વિશાળ મનોરંજન કેબિન અને ભવ્ય આસમાની

Airbus-319-Corporate-Jet

2.) બોઇંગ બિઝનેસ જેટ 2

અંબાણી પાસે રહેલ આ એક પર્સનલ જેટ વિમાન છે.કદાવર દેહ ધરાવતું આ જમ્બો જેટ મુકેશ અંબાણીએ તેમના અંગત વપરાશ માટે ૨૦૦૭માં લીધું હતું.આ બોઇંગ જેટમાં ૭૮ મુસાફરો સવારી કરી શકે છે.કોકપિટ અને પેસેન્જર સ્પેસ સહિત ૧૦૦૪ સ્કવેર ફીટનો ઘેરાવો ધરાવતા આ વિમાનમાં હોટલની અદ્યતન સુવિધાઓ પણ છે.કહેવાય છે કે,મુકેશે આ જેટ માટે ૭૩ મિલિયન ડોલરની જોરાવર રકમ અદા કરી હતી.!

Boeing-Business-Jet-2

3.) સમુદ્રમાં તરતો આલિશાન મહેલ [ Yacht ]

મુકેશ અંબાણીની આ આલિશાન મિલકત વિશે વિચારતા રોમાંચક લાગણીઓ થઇ આવે…!સમુદ્રમાં તરતો મહેલ ! મુકેશ અંબાણી આ Yacht [ યાટ ] નામના મહેલના માલિક છે.આ મહેલ સોલર ગ્લાસની છત વડે સુશોભિત અને સજ્જ છે.જે ૫૮ મીટર પહોળી અને ૩૮ મીટર લાંબી છે.આ મહેલ ત્રણ તુતક ધરાવે છે.Yacht એ એક પ્રકારનું આલિશાન એન્ટિલિયા જ છે.જો કે,એન્ટિલિયા જેટલી જંગી મિલકત અહિં નથી પણ મનોરંજન સહિતની શ્રેષ્ઠ સુવિધાઓથી યાટ સમૃધ્ધ છે.Yacht પિયાનો બાર,લાઉન્જ અને ડાઇનિંગ એરિયા ઉપરાંત ગેસ્ટ માટે પર્સનલ સ્યુટ્સ તથા વાંચન ખંડ જેવી સુવિધાઓ ધરાવે છે.અંબાણીના આ તરતા મહેલ વિશે કહેવાય છે કે,તે સો મિલયન ડોલરની કિંમતનો છે…!

Yacht-300x200

4.) ફાલ્કન 900 EX એરક્રાફ્ટ

અંબાણીનું આ એક વધુ જંગી કિંમતનું અને ભવ્ય એરક્રાફ્ટ છે.જેમાં મિડ-ફ્લાઇટ માટે ઓફિસ જેવી સુવિધાઓ રહેલી છે.અંબાણી મુસાફરી સમયે આ વિમાનમાંથી જ પોતાનું કામ કરી શકે…!ફાલ્કન 900 સેટેલાઇટ ટી.વી.,વાયરલેસ કોમ્યુનિકેશન,મ્યુઝિક સુવિધા વગેરે ધરાવે છે.અત્યાધુનિક અને લાંબી દુરીની સફર ખેડી શકતા આ વિમાનની અંદાજીત કિંમત ૪૩.૩ મિલિયન ડોલર જેટલી માનવામાં આવે છે.

Falcon-900EX

5.) મોબેક 62

આ મોંઘીદાટ લક્ઝરી કાર ખરીદનાર મુકેશ અંબાણી ભારતના પ્રથમ વ્યક્તિ છે…!તેમણે તેમની પત્ની નીતા અંબાણીના જન્મદિવસ પર આ કારની ખરીદી કરી હતી.મોબેક 62 નામક આ કાર ૨૫૦ કિ.મી.પ્રતિ કલાકની મહત્તમ સ્પીડ છે.અને માત્ર ૫.૪ સેકન્ડના નજીવા સમયમાં તે શૂન્યથી ૧૦૦ કિ.મી.પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે…!એવી વાત છે કે,અંબાણીએ આ કાર માટે ૧ મિલિયન ડોલર ખર્ચ્યા હતાં.

Maybach-62-300x224

6.) Rapide [ એસ્ટન માર્ટિન ]

એસ્ટન માર્ટિનની ભવ્યાતિભવ્ય કારોમાંની એક એક એવી Rapideને એસ્ટન માર્ટિનની સૌથી મોઁઘી કાર માનવામાં આવે છે.આ એસ્ટન માર્ટિન માત્ર ૪.૪ સેકન્ડમાં ઝીરોથી ૬૦ સુધી એક્સલરેટ થઇ શકે છે…!એની મહત્તમ સ્પીડ એક કલાકના ૨૦૩ માઇલની છે.માર્કેટમાં આ ભભકાદાર કારની પ્રાઇઝ ૧,૭૦,૦૦૦ ડોલર છે…!

Aston-Martin-Rapide-300x170

7.) S class મર્સિડિઝ

મર્સિડિઝની આ મોંઘીદાટ કાર મોબેક 62ની જેમ બોમ્બ અને બુલેટથી સુરક્ષિત છે.આ કારમાં રહીને અંબાણી કોન્ફરન્સ પણ કરી શકે એવી સુવિધા છે.વળી,લેપટોપ અને ટી.વી.સ્ક્રીન જેવી સુવિધાથી આ મર્સિડિઝ સજ્જ છે.અને ૩.૯ સેકન્ડના ગાળામાં તે ૦ થી ૬૦ સુધી એક્સલરેટ થઇ શકે છે.કહેવાય છે અંબાણીને આ જોરાવર મર્સિડિઝ ૧,૫૦,૦૦૦ ડોલરમાં પડી હતી…!

Mercedes-S-class-300x169

8.) મર્સિડિઝ SL500 [ એક ઔર ! ]

આ કાર પણ બોમ્બ અને બુલેટ પ્રુફ હોવાની સાથે મુકેશ અંબાણીને લાયક છે…!આ કારમાં 7 speed ઓટોમેટિક ટ્રાન્સમિશનની સવલત છે.ઉપરાંત ૬૨૧ હોર્સપાવરની ઉર્જા પેદા કરતું ટર્બો ચાર્જડ્ 6L પ્રકારનું એન્જિન ધરાવે છે.મુકેશે આ મર્સિડિઝ માટે ૧,૦૦,૦૦૦ ડોલર ચુકવ્યા હોવાનું કહેવાય છે.

Mercedes-SL500-300x198

9.) BMW 760Li

અંબાણીના કાર કલેક્શનમાંની આ સૌથી મોંઘી કાર છે.જેની કિંમત ૮.૫ કરોડની અધધધ…કહી શકાય તેવી છે.આ કાર અત્યંત વૈવિધ્યપૂર્ણ સવલતોથી સજ્જ છે.બુલેટ પ્રુફ હોવા ઉપરાંત આ કાર સાથે Z કેટેગરીની સિક્યોરીટી રાખવામાં આવે છે.આ કારમાં સુરક્ષા માટે હથિયારો પણ રાખવામાં આવેલ છે,જેના માટે અંબાણી ૧.૬ કરોડની તગડી રજીસ્ટ્રેશન ફી ચુકવેલ છે.એક અહેવાલ પ્રમાણે,આ કાર માટે ચુકવવામાં આવેલ રજીસ્ટ્રેશન ફી ભારતમાં સૌથી વધારે છે અને એ બાબતે આ એક નેશનલ રેકોર્ડ છે…!

BMW760Li

ત્રણ વિમાન,એક floating palace અને પાંચ ભભકાદાર કાર…! વળી,આ બધાથી કદાવર એવું “એન્ટિલિયા” તો ખરું જ….! અંબાણીનો આસમાની ઠાઠ ખરેખર આસમાની છે ! પણ આ બધું કાંઇ મફતમાં નથી મળતું હેં ને…!

શેર કરો આ માહિતી તમારા ફેસબુક પર અને દરરોજ આવી પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

Leave a Comment