શું તમે ક્યારેય ભરેલા કારેલા નું શાક ખાધું છે? ચાલો જાણીએ તે બનાવા ની રીત..

આમ તો કારેલાં નું શાક તો બહુ ઓછા લોકો ને ભાવતું હોય છે. પણ તમે ભરેલા કારેલાં એક વખત ખાઈ ને જોજો તમને પણ ભાવવા લાગશે. ચાલો જાણીએ તે બનાવાની વિધિ..

Image Source

સામગ્રી:

  • 250 gm કારેલાં
  • 100 gm ડુંગળી
  • 100 gm બેસન
  • 150 gm તેલ
  • થોડી હિંગ
  • જીરું, લાલ મરચું,હળદર,મીઠું
  • ખાંડ, લીંબુ, અને લીલું મરચું

વિધિ:

કારેલાં ને ધોઈ નાખો અને તેના છોતરાં કાઢી લો. એક ભાગ માં ચાકુ થી ચીરો લગાવી ને તેના બિયા કાઢી નાખો.

Image Source

ડુંગળી ને એક દમ બારીક સમારી લો. કારેલાં ના અંદર ના ભાગ માં મીઠું લગાવી ને તેને થોડી વાર રહેવા દો. હવે મસાલો તૈયાર કરો. એક કઢાઈ માં તેલ નાખી ને મસાલા ને શેકી લો. હવે એક વાટકા માં લાલ મરચું,હળદર,મીઠું ખાંડ, લીંબુ, બેસન મિક્સ કરી ને તે કઢાઈ માં નાખી દો. હવે બધા જ મસાલા ને બરાબર સાંતળી લો.  અને પછી ડીશ માં લઈ તેને ઠડું કરવા મૂકી દો.

Image Source

હવે કારેલાં માં મસાલો ભરી દો. હવે કઢાઈ માં તેલ નાખી ને ભરેલા કારેલાં તેમા મૂકી દો. થોડી વાર તેને ઢાંકી દો. અને ચઢવા દો.

સ્વાદિષ્ટ ભરેલા કારેલાં તૈયાર છે..

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *