ડીઝનીલેન્ડ થી ઓછુ નથી વડોદરા નું “આતાપી”વન્ડરલેન્ડ થીમ પાર્ક😍 (ગુજરાતનો પ્રથમ થીમ પાર્ક ગરવી વડોદરા ગુજરાતમાં)

આતાપી એટલે કે આજવા એમ્યુઝમેન્ટ થીમ એન્ડ એડવેન્ચર પાર્ક ઓફ ઇન્ડિયા જે એક પાલી ભાષાનો શબ્દ છે. તમને પ્રશ્ન હશે કે આનો અર્થ શું તો અમે તમને જણાવી દઈએ કે આનો અર્થ એક આધ્યાત્મિક રીતે ‘સંતુલિત રહવું’ થાય છે. આજવા નિર્મિત આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક નું આયોજન ૨૫ મી ડીસેમ્બર એટલે કે ક્રિસમસ ના દિવસે શુભ આરંભ કરવામાં આવ્યું હતું.

સરોવર કિનારે સ્તીથ આ થીમ પાર્ક વિશ્વનો સૌ પ્રથમ થીમ પાર્ક છે. આ પાર્ક અત્યારે લોકો ના મનોરંજન માટે ખુલી ગયું છે અને ગ્રાહકોને સરળ મુસાફરી માટે ખાસ બસો પણ છોડવામાં આવી છે. સાથેજ મોબિલ એપ દ્વારા બસ નો સમય વગેરે પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. 

આ વન્ડરલેન્ડ થીમ પાર્ક ૨૫મિ ડીસેમ્બર ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપણી ના શુભ હાથે શુભારંભ થયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા પ્રવાસમંત્રી ગણપત ભાઈ વસાવા ની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી. 

આ થીમ પાર્ક ના પ્રોજેક્ટ પાછળ આશરે લગભગ રૂ.૧૫૦ કરોડનો ખર્ચ લોકોના મનોરંજન માટે વિવધ પ્રકરની રાઇડ્સ માટે ઇન્વેસ્ટ કરવામાં આવ્યું છે. આતાપી વન્ડરલેન્ડ પાર્કમાં કુલ પચાચ જેટલી અલગ-અલગ રાઇડ્સ એડ કરવામાં આવી છે.

અ થીમ પાર્ક હવે વડોદરાનું એકમાત્ર બ્રાંડ બની જશે જ્યાં અલગ-અલગ જગ્યા ના લોકો દેશ વિદેશથી આવીને પ્રવ્સનો આનંદ મેળવી શકશે. વડોદરાનું એક મહત્વનું સ્થળ અને લેન્ડમાર્ક બની ગયું છે આ થીમ પાર્ક જેમાં પ્રવાસીઓના આકર્ષણ માટે રાઇડ્સ, ગેમ્સ, મલ્ટી મીડિયા શો અને રાત્રે લાઈટીંગ શો જેવા અન્ય મનોરંજન શામેલ કરવામાં આવ્યું છે. 

તો ચાલો જોઈએ આતાપી વન્ડરલેન્ડ ની આકર્ષિત સુચીઓ :

*વોટર લેઝર શો

*પેન્ડુલમ રેઇન 

*રોલર કોસ્ટર

*ધ લોસ્ટ વર્લ્ડ 

*ગો કાર્ટિંગ 

*જાયન્ટ સ્વીંગ 

*બૌન્સિંગ મશીન 

*સ્પીડ વિન્ડમીલ વગેરે જેવા આકર્ષિત રાઇડ્સ નો આનંદ માનવા માટે તૈયાર થઇ જાઓ.

સિલ્વર પેકેજ 

A કેટેગરી ની રાઇડ્સ : ૨

B કેટેગરી ની રાઇડ્સ : ૨

અડલ્ત : રૂ.૧૪૭ ( ટેક્સ સહિત)

કિડ્સ : રૂ.૧૦૫ (ટેક્સ સહિત)

ગોલ્ડ પેકેજ 

A કેટેગરી રીડ્સ : ૧૪

B કેટેગરી રાઇડ્સ : ૧૮ 

અડ્લ્ત્સ : રૂ. ૮૫૫ ( ટેક્સ સહિત )

કિડ્સ : રૂ. ૫૩૦ (ટેક્સ સહિત)

ફાસ્ટ ટ્રેક પેકેજ 

અડલ્ત : રૂ.૧૮૦૦ (ટેક્સ સહિત)

કિડ્સ : રૂ. ૧૨૦૦ (ટેક્સ સહિત)

જલ્દીથી નોન્ધીલો એડ્રેસ :

આતાપી વન્ડરલેન્ડ, આજવા સરોવર પાસે, આજવા રોડ વડોદરા.

ગુગલ મેપ્સ માં પણ એડ્રેસ અને માર્ગ મદદરૂપ થશે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઇક કરો અને તમારા મિત્રો ત્થ સગા સંબંધીઓ સાથે શેર કરો.. આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Aditi Nandargi.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *