આખું ગામ આ “બા” ને “ચામાચીડિયા વાળા બા” તરીકે ઓળખે છે…ઘરમાં જંગલ જેવું લાગે…

લોકોને કૂતરા, બિલાડી કે પક્ષીઓ પાડતા તો તમે જોયા હશે. પરંતુ કોઈ અત્યારે ચામાચીડિયા પાડે તો? મજાક જેવી વાત લાગે સ્વાભાવિક છે. પરંતુ હું કહું છું કે, આ મજાક નહીં પણ હકીકત છે તો? હા, આ વાત હકીકત છે ચાલો જોઈએ કોણે પાડ્યા છે આટલા બધા ચામાચીડિયા.

અમદાવાદથી ૫૦ કિમી અંતરે આવેલા રાજપુર ગામમાં રહેતા શાંતાબેન પ્રજાપતિનાં ઘરમાં એક નહીં, બે નહીં, પરંતુ પૂરા પાંચસો ચામાચીડિયા રહે છે. છે ને નવાઈની વાત..!! મોટાભાગે મહિલાઓ ચામાચીડિયા, ઉંદર અને ગરોળી વગેરેથી ડરતી હોય છે. પરંતુ શાંતાબેનના ઘરમાં આજે વર્ષોથી ચામાચીડિયા વસવાટ કરે છે.

 

શાંતાબેન પોતાના બે માળના મકાનમાં એકલા જ રહે છે. શાંતાબેન ૩૦ વર્ષના હતા ત્યારે જ તેમના પતિનું અવસાન થયું હતું. બાદ શાંતાબેને મહેનત-મજૂરી કરીને ત્રણ પુત્રી અને એક પુત્રનો ઉછેર કર્યો. અત્યારે ત્રણેય પુત્રીઓ સાસરે છે અને પુત્ર મુંબઈ રહે છે.

 

 

એ પછી શાંતાબેન તેમના ઘરમાં એકલા જ રહે છે. વર્ષ ૨૦૧૩ માં તેમના ઘરના ઉપરના માળે બે ચામાચીડિયાં આવ્યા હતા. શાંતાબેન જીવદયાની ભાવનાથી આ ચામાચીડિયાંઓને ઘરમાં રહેવા દીધા. પરંતુ જોત જોતામાં ચામાચીડિયાની સંખ્યામાં વધારો થવા માંડ્યો અને આજે આશરે ૫૦૦ જેટલા ચામાચીડિયા તેમના ઘરમાં રહે છે.

 

તેમનું માનવું છે કે, પ્રભુની ઈચ્છાથી જ આ બધા ચામાચીડિયા તેમના ઘરે આવ્યા છે. તેમને ઉડાડી ને તેઓ પાપના ભાગીદાર બનવા નથી માંગતા.

વધુમાં શાંતાબેન એ પણ કહે છે કે, આ ચામાચીડિયા હવે તેમને પરિવારના સભ્યો જેવા લાગે છે. તેમનાથી શાંતાબેનને જરા પણ ડર લાગતો નથી. ચામાચીડિયા ખૂબ જ ગંદકી ફેલાવે છે અને તેના કારણે ખૂબ દુર્ગંધ આવે છે. પરંતુ શાંતાબેન નિયમિત પણે સાફ – સફાઈ કરે છે.

સફાઈનાં ઈલાજ માટે એ ઘરમાં કપૂર તથા લીમડાનો ઉપયોગથી કરે છે. જેનાથી દુર્ગંધ દૂર થાય છે. રાજપુર ગામનાં શાંતાબેન હવે “ચામાચીડિયા વાળા બા” તરીકે ઓળખાય છે.

ગામના લોકો ઘણીવાર શાંતાબેન ને ચામાચીડીયાને ઉડાડી મૂકવાની સલાહ આપે છે. પરંતુ શાંતાબેનને ચામાચીડિયાથી જરાય તકલીફ નથી. તાજેતરમાં જ નીપા વાઇરસ ફેલાઈ રહ્યો હતો, છતાં શાંતાબેને ચામાચીડીયાને ઉડાડવાનું યોગ્ય ન માન્યું. છે ને અકલ્પનીય વાત..! ધન્ય છે શાંતાબેનની જીવ દયા ને!

આવી જ માહિતીનો ખજાનો – ફક્ત ગુજરાતીની લેખક ટીમે ખૂણે ખાચરેથી લાવતા રહે છે. તો થોડી વાહ…વાહ… તમારે કરવી જોઇએ હો..! સારૂં ચાલો, અમે ફિલહાલ અત્યારે રજા લઈએ છીએ પણ તમે આ “ફક્ત ગુજરાતી” ના પેજને લાઇક કરવાનું ભૂલતા નહીં.

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment