આ દસ ભારતના એવા બેસ્ટ વેડિંગ ડેસ્ટીનેશન છે જેને આખી દુનિયામાં નામ કર્યું છે : સૌ કોઈ અહીં જ લગ્ન કરવા ઈચ્છે છે

Image Source

સગાઇ અને લગ્નને લઈને દરેક કપલ્સ વધુ ઉત્સુક હોય છે. હવે તો સમય વધુ આગળ છે અને એથી વિશેષ સમય સાથે માણસો પણ સુસંગત થવા લાગ્યા છે. એક સમય એવો હતો કે પાર્ટનરની પસંદગી પણ મા-બાપ કરી આપતા હતા, જ્યારે અત્યારે વ્યક્તિ પોતે પોતાને ગમતું અને પોતાની પસંદગી મુજબનું પાત્ર શોધે છે. લગ્નની એક એવી વિષય છે જેના પર જેટલી પણ ચર્ચા કરો એટલી ઓછી! 

સમય ચાલે એમ ચાલવાનું માનવજીવને શીખ્યું છે તો એમાં હવે કપલ્સ પણ લગ્નને પ્લાનિંગ જાતે કરીને ખુદના જ મેરેજને અનબિલીવેબલ બનાવે છે. વેડિંગ માટે સૌ પ્રથમ જોઈએ બેસ્ટ વેડિંગ પ્લેસ, જે આપણને રોયલ ફીલિંગ્સ આપે અને સાથે વેડિંગને એક અલગ જ ઓળખાણ આપે છે.

તો તમે તમારી ચિંતાને હળવી કરી શકો એટલા માટે અમે આજના આર્ટીકલમાં ભારતના બેસ્ટ વેડિંગ ડેસ્ટીનેશનની ઇન્ફોર્મેશન લઈને આવી ગયા છીએ. તમે આ ઈન્ટરેસ્ટીંગ આર્ટીકલ વાંચીને આ માહિતીને બીજા સાથે શેયર કરવા મજબૂર થઇ જશો. તો ચાલો જાણીએ ભારતના બેસ્ટ વેડિંગ ડેસ્ટીનેશન વિષેની માહિતી :

Image Source

ઉદયપુર :

રાજસ્થાનમાં જયપુર સાથે ઉદયપુર પણ વેડિંગ માટેનું ડેસ્ટીનેશન ભારતનું બેસ્ટ વેડિંગ પ્લેસ છે. ઉદયપુરમાં પણ ઘણા ખુબસુરત રીજોર્ટઝ, હોટેલ્સ અને હિસ્ટ્રીકલ હવેલીઓ છે, જે વેડિંગને યાદગાર બનાવે છે. ઉદયપુરમાં આપ બજેટ મુજબનું સેટ અપ કરી શકો છો. આપ અહીં શાહી અંદાજમાં થીમ પણ સેટ કરી શકો છો, જે લાઈફ ટાઈમનું યાદી ઝરણું બની શકે છે. ઉદયપુર બેસ્ટ વેડિંગ ડેસ્ટીનેશન હોવાને કારણે અહીં ઓક્ટોબર થી માર્ચ સુધીનો સમય બેસ્ટ છે.

Image Source

જયપુર :

રાજસ્થાન જૂના સમયને આજેય જીવિત રાખે છે. અહીં જૂના સમયના મહેલો, કિલ્લાઓ, લકઝરીયસ બંગ્લોઝ અને રોયલ પ્લેસીસ મૌજુદ છે. રોયલ લગ્નની ઈચ્છા રાખવાવાળા વ્યક્તિને જયપુરમાં વેડિંગ પ્લાન કરવા જોઈએ. જયપુર ભારતનું એવું વેડિંગ ડેસ્ટીનેશન છે જ્યાં આપ થીમ મુજબ અને બજેટ મુજબ વેડિંગ પ્લાન કરી શકો છો. જયપુરનો જય મહેલ પેલેસ વેડિંગ માટે ઇન્ડિયામાં ધ બેસ્ટ વેડિંગ રીજોર્ટઝ ગણવામાં આવે છે. અહીં ઠંડીની મૌસમ લગ્ન માટે બેસ્ટ ગણવામાં આવે છે. 

Image Source

કેરલ :

જો તમે ભીડભાડ અને શહેરના શોરથી દૂર જઈને પ્રાકૃતિક સુંદરતા અને શાંતિભર્યા વાતાવરણમાં લગ્ન કરવા માટે વિચારી રહ્યાં હોય તો કેરલ બેસ્ટ ઓપ્શન છે. અહીં લાંબો સમુદ્ર કિનારો, ખુબસુરત બગીચાઓ, નાળીયેરના ઝાડ વગેરે અદ્દભુત નજારો આપે છે. કેરલ ટ્રેડીશનલ હોવાની સાથે વેડિંગ બેસ્ટ માટે થીમ પણ છે. અહીં તમે જરૂરીયાત મુજબ અને બજેટ મુજબનું વેડિંગ પ્લાન કરી શકો છો. કેરલમાં વર્ષની બધી મૌસમ ખુશનુમા રહે છે પણ સપ્ટેમ્બર થી માર્ચ સુધીનો સમય કેરલમાં બેસ્ટ વેડિંગ ડેસ્ટીનેશન છે.

Image Source

અંદમાન અને નિકોબાર દ્વીપ :

ભારતની ખુબસુરત જગ્યાની યાદીમાં આ જગ્યાનું નામ ઉમેરવામાં આવે છે. આપ વેડિંગને કંઇક અલગ રીતે પ્લાન કરવા ઇચ્છતા હોય અથવા ડિફરન્ટ ડેસ્ટીનેશન પ્લાન કરવા ઇચ્છતા હોય તો આ વેડિંગ માટે બેસ્ટ ડેસ્ટીનેશન છે. અહીં શુદ્ધ પાણી, સોનેરી રેતી અને નાના નાના દ્વીપસમૂહ તેમજ આહલાદકતા ભરેલું વાતાવરણ વેડિંગ માટે પરફેક્ટ બને છે. અહીં નાળિયેરીના ઝાડની વચ્ચે બનેલા રિસોર્ટઝ ફોટોશૂટ માટેનું યુનિક લોકેશન છે. અહીં વેડિંગ પ્લાન માટેનું વિચારી રહ્યાં હોય તો આપને સમય પણ જણાવી દઈએ : અહીં આપ વરસાદી સીઝનને બાદ કરતા સપ્ટેમ્બર થી મે સુધીના સમયને બેસ્ટ ગણવામાં આવે છે.

Image Source

ગોવા :

ટીવી સીરીયલ્સ કે ફિલ્મોમાં આપણે ગોવા અનેક વાર જોતા હોઈએ છીએ પણ અહીં રૂબરૂ જવાની જે મજા છે એ એકદમ અદ્દભુત છે. ખુબસુરત બીચ, ખુલ્લું આસમાન અને વિદેશી પ્રવાસીઓ અહીં આકર્ષણનું કેન્દ્ર છે. ગોવામાં મેગા સ્ટાર અને સુપર સ્ટાર હોટેલ્સ આપને આરામથી વેડિંગ માટે મળી શકે છે. અમુક ફાઈવ સ્ટાર હોટેલ વેડિંગ માટેની થીમ સાથે તમામ સુવિધાઓ પ્રોવાઇડ કરે છે. અહીં આપ ચોઈસ મુજબ અને ખાસ તો બજેટ મુજબનું વેડિંગ પ્લાન કરી શકો છો. સમુદ્રની કિનારે લગ્નગ્રંથીથી જોડવા ઇચ્છતા કપલ માટે ગોવા સોલીડ મેમોરિએબલ પ્લેસ છે. અહીં સપ્ટેમ્બરના અંત થી ઓક્ટોબરના અંત સુધીનો સમય બેસ્ટ વેડિંગ ટાઈમ હોય છે.

Image Source

આગ્રા :

તાજમહેલને પ્રેમની નિશાની માનવામાં આવે છે એ તો આપ સૌ જાણો જ છો પણ વિશેષમાં આગ્રા એ વેડિંગ માટે પણ બેસ્ટ લોકેશન છે. લવર્સ માટે આગ્રા પહેલેથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે તો એ કપલ માટે આગ્રા વેડિંગ ડેસ્ટીનેશન પણ બેસ્ટ રહેશે. તાજમહેલનો નજારો જ એટલો અદ્દભુત છે કે નવેમ્બર થી માર્ચનો સમય અહીં વેડિંગ માટે બેસ્ટ ગણવામાં આવે છે. આમ તો અહીં વર્ષમાં ગમે ત્યારે વેડિંગ પ્લાન થઇ શકે છે. આ જગ્યા રોમેન્ટિક હોવાને સાથે એનર્જીથી ભરપૂર હોવાને કારણે અહીં આપ બહેતર ફીલિંગ્સ લઇ શકો છો અને વેડિંગ માટે તો ખાસ!!

Image Source

ઋષિકેશ :

અહીં આધ્યાત્મિક કપલ્સ વેડિંગ માટે આવતા હોય છે પણ તમે પણ અહીં વેડિંગ ડેસ્ટીનેશન બનાવી શકો છો. અહીંનું વાતાવરણ પવિત્ર હોવાને સાથે ધાર્મિક અનુભૂતિ આપે છે. ગંગા નદીના કિનારે આવેલું ઋષિકેશ ભારતનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે તેથી લગ્નની તમામ પવિત્ર વિધિ પણ અહીં થઇ શકે છે. ઋષિકેશમાં પણ હોટેલ્સ અને અનેક પ્લેસીસ આપને ભાડા પર મળી શકે છે, જેમાં તમે બેસ્ટ વેડિંગ પ્લાન કરી શકો છો. આમ તો અહીં જવા માટે વર્ષની બધી જ મૌસમ અનુકુળ છે પરંતુ ઓક્ટોબર થી માર્ચ સુધીના સમયને યોગ્ય ગણવામાં આવે છે.

Image Source

મસૂરી :

ફરવાના શોખીન હોય એવા કપલ્સ માટે આ જગ્યા જન્નત જેવી છે અને બરફની ચાદર ઓઢેલ આ જગ્યા કપલ્સને રોમાંચ પૂરો પાડે છે. ખુબસુરત પહાડીઓની વચ્ચે જો તમે વેડિંગ થીમ વિચારી રહ્યાં હોય તો આ જગ્યા બેસ્ટ ઓપ્શન છે. અહીં અનેક પોપ્યુલર હિલ સ્ટેશન છે, જે કલ્પસ માટે એક નવી જ દુનિયાનું સર્જન કરે છે. અહીં પણ બેસ્ટ લોકેશન સેટ અપ છે સાથે હોટેલ્સ અને રિસોર્ટઝ પણ વેડિંગને નવો જ લૂક આપે છે. એપ્રિલ થી ઓક્ટોબર સુધીનો સમય અહીં વેડિંગ માટે બેસ્ટ હોય છે. ફોટોશૂટ કરવા માટે કે પ્રિ-વેડિંગ માટે અહીં સારા એવા લોકેશન આરામથી મળી રહે છે.

Image Source

શિમલા :

શિમલાને વેડિંગ અને હનીમૂન માટેનું બેસ્ટ પ્લેસ માનવામાં આવે છે. એ સાથે અહીંનું શાંતિપૂર્ણ વાતાવરણ આપને રોમેન્ટિક બનાવી દેશે. અહીં પહાડી વિસ્તાર છે એ સાથે નાની મોટી નદી/ઝીલ વહે છે. ગરમીની સીઝન માટે શિમલા પસંદગીની જગ્યા માનવામાં આવે છે. એ સાથે વેડિંગ માટે પણ ઉનાળા દરમિયાન અહીં વેડિંગની સીઝન જોવા મળે છે. આમ તો શિમલા ‘પહાડિયોં કી રાની’ નામથી પ્રચલિત છે. અહીં અનેક હોટેલ્સ અને રિસોર્ટઝ આપને વેડિંગ માટે મળી શકે છે. વેડિંગ પ્લાનની થીમ રેડ્ડી મળી શકે છે અને વેડિંગ રીલેટેડ અધર ફેસેલીટીઝ પણ મળી રહે છે.

Image Source

માંડું, મધ્યપ્રદેશ :

માંડુંને આમ તો હાર્ટ ઓફ મધ્યપ્રદેશ કહેવામાં આવે છે. આ નાનું એવું શહેર બહુ જ રળીયામણું છે અને સાથે ખૂબસુરત પણ છે. વેડિંગ માટે બેસ્ટ ડેસ્ટીનેશનની આપ તલાશ કરી રહ્યાં હોય તો આ લોકેશન આપના માટે ઓપ્શન બની શકે એમ છે. માંડુંની અંદર ખુબસુરત પહાડો છે અને કિલ્લાઓ પણ આવેલા છે. એ બધું એકસાથે મળીને આ જગ્યાને ખુબસુરત બનાવે છે. તમારું બજેટ જો નોર્મલ હોય તો તમે આ જગ્યા વેડિંગ માટે પ્લાન કરી શકો છો.

આ દસ ભારતના એવા બેસ્ટ વેડિંગ લોકેશન છે અહીં આપ આપના બજેટ મુજબ વેડિંગ થીમ સેટ કરી શકો છો અને જરૂરીયાત મુજબની સુવિધાઓ લઇ શકો છો.

આશા છે કે આજની માહિતી આપને ખુબ જ પસંદ આવી હશે. આવી જ અન્ય માહિતી ગુજરાતી ભાષામાં વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *