શિયાળામાં ફરવા જવા માટે બેસ્ટ છે ઉદયપુર, ત્યાંના આ 10 સ્થળોની મુલાકાત અવશ્ય લેજો

ઉદયપુર રાજસ્થાનનું એક મુખ્ય પ્રવાસ માટેનું શહેર છે જેને તળાવોના શહેરના રૂપે પણ ઓળખવામાં આવે છે. ઉદયપુર રાજસ્થાન રાજ્યનું મુકુટ રત્ન છે અને ચારે બાજુથી સુંદર અરાવલી પહાડોથી ઘેરાયેલું છે, જે આ શહેરને ખૂબ જ સુંદર બનાવે છે. આ શહેરમાં પ્રાકૃતિક સૌંદર્ય, મંદિરો અને લોભામણી વાસ્તુ કલાની પ્રચૂરતા છે, જે તેને ભારતનું એક ખાસ પ્રવાસ સ્થળ બનાવે છે. ઉદયપુર શહેરના પિછોલા તળાવમાં તમે હોડી ની સવારી કરીને તમારી યાદોને યાદગાર બનાવી શકો છો. ઉદયપુર ખીણમાં આવેલુ ચારેબાજુ તળાવથી ઘેરાયેલું એક એવું શહેર છે જે તેની ભવ્યતા અને પ્રાકૃતિક રત્નો દ્વારા દુનિયાભરથી આવતા પ્રવાસીઓની યાત્રાને યાદગાર બનાવે છે. તે ‘ જ્વેલ ઓફ મેવાડ ‘ થી લઈને ‘ પૂર્વના વેનીસ ‘ સુધીના આકર્ષણ માટે તેમના આપેલા બધા નામોને સાચા ઠેરવે છે. આ શહેરમાં લેક પેલેસ હોટલ શહેર ના મુખ્ય આકર્ષણ માંથી એક છે.

Image Source

૧. તળાવોનું શહેર ઉદયપુર-

Image Source

ઉદયપુર શહેર ને ‘ તળાવોના શહેર’ રૂપે ઓળખવામાં આવે છે. ઉદયપુર તેમના ઘણા રત્નોથી આવતા પ્રવાસીઓને લુભાવે છે. તે શહેર તેમના મહેલો અને કિલ્લાની સાથે સાથે તળાવની સાથે યાત્રીઓનું એક આદર્શ પ્રવાસ સ્થળ છે. આ શહેરમાં ૧૦ થી વધારે તળાવ છે જે બધા એકબીજાથી જોડાયેલા છે. પિછોલા તળાવ એ શહેરના મુખ્ય તળાવનું આકર્ષણ છે. પિછોલા તળાવની નજીકમાં સુંદર બાગોર હવેલી આવેલી છે, જે તેમના કાચના વર્કથી પ્રવાસીઓને લુભાવે છે.

૨. ઉદયપુરના ૧૦ મુખ્ય પર્યટન સ્થળો-

ઉદયપુર રાજસ્થાન નું એક મુખ્ય પ્રવાસ સ્થળ છે જે તેમના ઘણા આકર્ષણોના લીધે રાજસ્થાનમાં સૌથી વધારે ફરવાલાયક શહેરોમાંથી એક છે. આમ તો ઉદયપુર માં ફરવા લાયક ઘણા સ્થળો છે પરંતુ આ લેખમાં અમે તમને જયપુરમાં ફરવાલયક ૧૦ ખાસ સ્થળો વિશે જણાવી રહ્યા છીએ.

૨.૧ ઉદયપુર માં જોવાલાયક સ્થળ બાગોર ની હવેલી-

Image Source

બાગોરની હવેલી પિછોલા તળાવ પાસે આવેલી ઉદયપુરમાં જોવાલાયક સ્થળો માંથી એક છે. આ હવેલીનું નિર્માણ ૧૮ મી સદીમાં મેવાડના શાહી દરબારના મુખ્યમંત્રી અમીર ચંદ્ર બડવા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તે હવેલી વર્ષ ૧૮૭૮ માં બાગોર ના મહારાણા શક્તિસિંહ નું નિવાસ સ્થાન બની ગયું, જેના લીધે તેનું નામ બાગોર ની હવેલી પડ્યું. આ હવેલી ને સંગ્રહાલયમાં પરિવર્તન કરી દીધું છે જે મેવાડની સંસ્કૃતિને રજૂ કરે છે, અહીંના એન્ટિક સંગ્રહમાં રાજપૂતો દ્વારા ઉપયોગ કરાયેલો ઘણો સામાન જેમકે આભૂષણ બોક્સ, હાથના પંખા, તાંબા ના વાસણ વગેરે શામેલ છે. વિશાળ સંરચનામાં ૧૦૦ થી વધારે ઓરડા છે અને તે તેમની વાસ્તુકલાની અનોખી શૈલી સાથે શાનદાર દ્રશ્ય રજૂ કરે છે. જો તમે ઉદયપુર ની યાત્રા કરવા જઈ રહ્યા છો તો આ પ્રવાસ સ્થળને જોવા માટે જરૂર જાઓ.

૨.૨ ઉદયપુર માં ફરવાલાયક સ્થળ સહેલીઓની બારી –

Image Source

સહેલીઓની બારીનું નિર્માણ સંગ્રામ સિંહ દ્વારા રાણી અને તેમની સહેલીઓના ઉપહાર રૂપે કરવામાં આવ્યું હતું. રાજાએ સ્વયં આ બગીચાને ડિઝાઇન કર્યું અને તેને એક આરામદાયક સ્થળ બનાવવાનો પ્રયાસ કર્યો, જ્યાં રાણી તેમની ૪૮ સહેલીઓ સાથે આરામ કરી શકતી હતી. તે બગીચો આજે પણ ઘણા અર્થમાં તેમના ઉદ્દેશ્યને પૂર્ણ કરે છે અને શહેરની ભીડભાડ થી બચવા માટે લોકો આ સ્થળે આવે છે. તે ઉદયપુરમાં ફરવાલાયક સૌથી સારા સ્થળોમાંથી એક છે.

૨.૩ ઉદયપુર માં જોવાલાયક સ્થળ મોતી મગરી –

Image Source

મોતી મગરી ફતેહ સાગર તળાવના એક પહાડોની ટોચ પર આવેલુ છે. જેનું નિર્માણ મહારાણા પ્રતાપ અને તેમના પ્રિય ઘોડા ચેતકની સ્મૃતિમાં એક શ્રદ્ધાંજલિ કરવામાં આવ્યું છે. તે સ્થળ તમને ઘણા આકર્ષક દ્રશ્યો જોવા માટે દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે. જો તમે મહારાણા પ્રતાપ સાથે જોડાયેલી ઘટનાઓના આશ્ચર્યજનક વારસાને જાણવા ઈચ્છો છો તો મોતી મગરીની યાત્રા જરૂર કરો. મોતી મગરી ફતેહ ઉદયપુર માં જોવાલાયક સ્થળ છે જ્યાં તમારે એકવાર જરૂર જવું જોઈએ.

૨.૪ ઉદયપુર નું મુખ્ય દર્શનીય સ્થળ શિલ્પગ્રામ –

Image Source

શિલ્પગ્રામ લગભગ ૭૦ એકર ભૂમિમાં ફેલાયેલુ અને અરાવલી પર્વતમાળાની ગોદમાં આવેલુ રાજસ્થાનની પારંપરિક કળા અને શિલ્પ ને વધારો આપવા માટે સ્થાપિત એક ગ્રામીણ કળા અને શિલ્પ પરિસર છે. તે સ્થાન ઘણા કારીગરોને રોજગાર આપે છે અને ઘણા સાંસ્કૃતિક તહેવારોનું એક કેન્દ્ર છે, જે આ સ્થાન પર નિયમિત રૂપે આયોજિત કરવામાં આવે છે. અહીંનું એક બીજું મુખ્ય આકર્ષણ ઓપન એર એમ્ફીથિએટર છે જે ઘણી કલા ઉત્સવ માટે કેન્દ્ર તરીકે સેવા આપે છે. જો તમે ગ્રામીણ જીવનની સાદગીનો અનુભવ કરવા ઈચ્છો છો તો એકવાર શિલ્પગ્રામ ને જોવા માટે જરૂર જાઓ. જો ઉદયપુર ફરવા માટે આવી રહ્યા છો તો તમારે એકવાર ઉદયપુરના મુખ્ય દર્શનીય સ્થળ શિલ્પગ્રામ ની મુલાકાત જરૂર લેવી જોઈએ.

૨.૫ ઉદયપુર નું મુખ્ય દર્શનીય સ્થળ વિન્ટેજ કાર સંગ્રહાલય –

Image Source

વિન્ટેજ કાર સંગ્રહાલય ઉદયપુરના ખાસ દર્શનીય સ્થળોમાંથી એક છે, જે મોટર અને કારમાં રૂચિ ધરાવતા લોકો માટે સ્વર્ગ સમાન છે. આ મ્યુઝિયમ નું ઉદ્ઘાટન ફેબ્રુઆરી વર્ષ ૨૦૦૦ માં કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તે ખુબજ લોકપ્રિય પ્રવાસ સ્થળ બની ગયું. આ મ્યુઝિયમમાં ઘણી જૂની કારો જેમકે રોલ્સ રોયલ ફેન્ટમ જે ફિલ્મમાં ઉપયોગ થઈ હતી અને ઘણી દુર્લભ રોલ્સ રોયલ મોડલની કારોનું ઘર છે. તે સ્થળ તમને શહેરની ભીડથી દૂર લાવીને એક શાંતિપૂર્ણ વાતાવરણ આપે છે.

૨.૬ ઉદયપુર નું મુખ્ય સ્થળ લેક પેલેસ –

Image Source

લેક પેલેસ ઉદયપુર નું એક મુખ્ય પ્રવાસ સ્થળ છે અને એક પ્રસિદ્ધ લગ્ન સ્થળ પણ છે જે ઉદયપુરમાં વાસ્તુકળા નો એક ચમત્કાર છે. લેક પેલેસ લેક પિછોલા તળાવ ના દ્વીપ પર આવેલુ છે જેનું નિર્માણ મહારાણા જગતસિંહ બીજા દ્વારા 1743 થી 1746 માં કરવામાં આવ્યું હતું અને પછી તેને એક લક્ઝરી હોટલમાં બદલવામાં આવ્યું. હવે તે તાજ લક્ઝરી રિસોર્ટનો એક ભાગ છે. આ શાનદાર હોટલ ને ઘણા હોલીવુડ અને બોલીવુડ ફિલ્મોમાં પણ બતાવવામાં આવી છે.

૨.૭ ઉદયપુરમાં ફરવાલાયક સ્થળ ફતેહ સાગર તળાવ –

Image Source

ફતેહ સાગર તળાવ ઉદયપુર શહેરના ઉત્તર-પશ્ચિમમાં આવેલુ એક ખૂબ જ આકર્ષક તળાવ છે જે ઉદયપુરમાં સૌથી વધારે ફરવાલાયક સ્થળોમાંથી એક છે. આ તળાવ ઉદયપુરનું બીજુ મોટું માનવનિર્મિત તળવા છે, જે તેમની સુંદરતાથી પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ તળાવ પાસેનું શાંત વાતાવરણ યાત્રીઓને એક અદભુત શાંતિનો અનુભવ કરાવે છે. ફતેહ સાગર તળાવ એક વર્ગ કિલોમીટર માં ફેલાયેલુ છે, જે ત્રણ જુદા જુદા દ્વિપોમાં વિભાજીત છે, તેનો સૌથી મોટો દ્વીપ નેહરુ પાર્ક કહેવાય છે.

જેના પર એક રેસ્ટોરન્ટ અને બાળકો માટે એક નાનુ ચિડિયાઘર પણ બનેલું છે, જે એક પિકનિક સ્પોટ રૂપે પણ ઘણું પ્રસિદ્ધ છે. આ તળાવના બીજા દ્વીપમાં એક સાર્વજનિક ઉદ્યાન છે જેમાં વોટર જેટ ફુવારા લાગેલા છે અને ત્રીજામાં ઉદયપુર સૌર વેધશાળા આવેલ છે. ફતેહ સાગર તળાવ શહેરના ખાસ તળાવોમાંથી એક હોવાને લીધે અહી પ્રવાસીઓની ઘણી ભીડ રહે છે. આ સ્થળ પર લોકો બોટિંગ કરવાનું ખૂબ જ પસંદ કરે છે. જો તમે ઉદયપુર ની યાત્રા કરવા જઈ રહ્યા છો તો આ ફતેહ સાગર તળાવ ફરવા માટે જરૂર જાઓ.

૨.૮ ઉદયપુર નું મુખ્ય દર્શનીય સ્થળ જગદીશ મંદિર –

Image Source

જગદીશ મંદિર ઉદયપુર ના સિટી પેલેસ પરિસરમાં બનાવેલું એક ખૂબ જ આકર્ષણ મંદિર છે જે ભગવાન વિષ્ણુના સમર્પણમાં બનાવવામાં આવ્યું છે.આ મંદિર લક્ષ્મીનારાયણ મંદિરના નામથી પણ જાણીતું છે. આ મંદિરની સુંદર નકકશી, ઘણી આકર્ષક મૂર્તિઓ અને અહીંનું શાંતિપૂર્વક વાતાવરણ પ્રવાસીઓ અને યાત્રીઓ દ્વારા સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. જે પણ માણસ એક વાર આ મંદિરમાં આવે છે તે તેની સુંદરતા, વાસ્તુકળા અને ભવ્યતા જોઈને તેની તરફ આકર્ષિત થઇ જાય છે. જો તમે ઉદયપુર મંદિરની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ મંદિરના દર્શન માટે પણ જરૂર જવું જોઈએ.

૨.૯ ઉદયપુર માં ફરવા લાયક સ્થળ પિછોલા તળાવ-

Image Source

પિછોલા તળાવ એક માનવ નિર્મિત તળાવ છે જેનું નિર્માણ એક આદિવાસી પિચ્છુ વણજારાએ કરાવ્યું હતું. મહારાણા ઉદયસિંહ પિછોલા તળાવની સુંદરતા થી મુગ્ધ હતા તેથી તેમણે આ તળાવના કિનારે ઉદયપુર શહેર નું નિર્માણ કરાવ્યું હતું. પિછોલા તળાવ ઉદયપુરના સૌથી મોટા અને જુના તળાવો માંથી એક છે. આ તળાવ અહીં આવનારા યાત્રીઓને તેની સુંદરતા અને વાતાવરણથી આકર્ષિત કરે છે. મોટા પહાડો, ઇમારતો અને સ્નાન ઘાટો થી ઘેરાયેલું આ સ્થળ શાંતિપ્રિય લોકો માટે સ્વર્ગ સમાન છે. ઉદયપુરના આ પ્રવાસ સ્થળ પર તમે બોટિંગ પણ કરી શકો છો.

સાંજના સમયે આ જગ્યા સોનેરી રંગમાં ડૂબેલી જોવા મળે છે. અહીંનું સુંદર દ્રશ્ય પ્રવાસીઓને એક જુદી જ દુનિયામાં લઈ જાય છે. પિછોલા તળાવ પરિવારના લોકો અને મિત્રો સાથે ફરવા માટેની એક ખૂબ સારી જગ્યા છે. જો તમે ઉદયપુરની મુસાફરી કરવા જઈ રહ્યા હોય તો આ તળાવમાં નૌકાવિહાર ની મજા લેવાનું ન ભૂલતા.

૨.૧૦ ઉદયપુર માં જોવાલાયક સ્થળ સિટી પેલેસ-

Image Source

સિટી પેલેસ ઉદયપુર શહેરમાં પિછોલા તળાવ ના કિનારે આવેલું એક શાહી સંરચના છે, જે ઉદયપુર શહેર ના પ્રસિદ્ધ પ્રવાસ શહેરોમાંથી એક છે. સિટી પેલેસ નું નિર્માણ ૧૫૫૯માં મહારાણા ઉદયસિંહે કરાવ્યું હતું. આ મહેલમાં મહારાજા રહેતા હતા અને તેમના ઉત્તરાધિકારીઓએ આ મહેલને વધુ શાનદાર બનાવી દીધો હતો અને તેમાં ઘણી સંરચનાઓ જોડી. આ પેલેસમાં હવે ઓરડાઓ, આંગણું, મંડપ, ગલિયારે અને છત શામેલ છે. આ સ્થળે એક સંગ્રહાલય પણ આવેલું છે જે રાજપૂતકળા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે.

૩. ઉદયપુરમાં ફરવાલાયક સૌથી સારો સમય કયો છે? –

Image Source

જો તમે ઉદયપુર જવાનું વિચારી રહ્યા છો તો જણાવી દઈએ કે અહીં ફરવા માટે સૌથી સારો સમય ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. શિયાળાની ઋતુ આ શહેરની યાત્રા કરવાનો એક અનુકૂળ સમય છે. રણપ્રદેશ હોવાને લીધે રાજસ્થાન ઉનાળામાં ખૂબ જ ગરમ હોય છે, જેના લીધે આ ઋતુમાં યાત્રા કરવાથી બચવું જોઈએ.

૪. ઉદયપુરનું પ્રસિદ્ધ ભોજન –

Image Source

ઉદયપુર રાજસ્થાન રાજ્યનું મુખ્ય પ્રવાસ શહેર છે જ્યાં તમે જુદા જુદા પ્રકારના સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ લઈ શકો છો. જો તમે જયપુર ની યાત્રા કરવા જઈ રહ્યા છો તો તમારી યાત્રા અહીંના ભોજનનો સમાવેશ કર્યા વગર પૂર્ણ નહીં થાય. અહીની પ્રખ્યાત હોટલ નટરાજમાં દાલબાટી ચૂરમું અને ગટ્ટા ની સબ્જી નો સ્વાદ દરેક લોકોના દિલમાં વસી જાય છે. આ હોટલ રાજસ્થાની ભોજન બનાવવામાં ખુબજ સારી છે. આ ઉપરાંત શિવ શક્તિ ચાટ પર તમે જુદી જુદી પ્રકારની કચોરી ચાટ નો સ્વાદ માણી શકો છો, જે આ શહેરની ખાસ વાનગીઓમાંથી એક છે. નીલમ રેસ્ટોરન્ટ એક રાજસ્થાની થાળી આપે છે જે મીઠી, ચટપટી અને મસાલેદાર હોમ મેડ ફૂડથી ભરેલી હોય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

1 thought on “શિયાળામાં ફરવા જવા માટે બેસ્ટ છે ઉદયપુર, ત્યાંના આ 10 સ્થળોની મુલાકાત અવશ્ય લેજો”

Leave a Comment