જુનાગઢ : રાજાશાહી વખતનું સૌથી ખુબસુરત ગામ, આ ગામમાં આજે પણ ઈતિહાસ જીવે છે અને અહીં છે પ્રકૃતિનો અદભુત ખજાનો

સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું પ્રસિદ્ધ ગામ એટલે જુનાગઢ. જુનાગઢને આમ તો ગીરનાર પર્વત દર્શન માટે બહુ જ પસંદ કરવામાં આવે છે. આ ગામને સંતોની નગરી કહેવામાં આવે છે. અહીં અલગ અલગ ધર્મના એક કરતા વધારે આશ્રમો છે અને અહીં નાગાબાવાઓનું નિવાસસ્થાન છે. જુનાગઢની વાત માત્ર આટલી જ નથી!!

Image Source

જુનાગઢના ઈતિહાસને પણ લોકો પસંદ કરે છે અને અહીં જુના સમયની યાદ આવે એવી વસ્તુઓ હાલમાં મૌજુદ પણ છે. અહીં કિલ્લા, શિલાલેખ, તોપ, ગુંબજ વગેરે મળીને જુનાગઢના ઈતિહાસની સાબિતી આપે છે. એટલે જ કહેવાય ને કે જુનાગઢ એટલે જૂનાગઢ… ચાલો તો આજના આર્ટિકલમાં જાણીએ જુનાગઢ વિષેની તમામ માહિતી અને જુનાગઢની આસપાસ ફરવાના સ્થળો ક્યાં ક્યાં છે એ પણ જાણીએ :

જો જુનાગઢના બધા જ ફરવાલાયક સ્થળો વિષેની માહિતી લખવામાં આવે તો એક પૂરી બુક ભરાય જાય પણ આજના આર્ટિકલને રસપ્રદ બનાવવા માટે જુનાગઢના મુખ્ય પર્યટક સ્થળ વિષેની માહિતી જ લખીએ તો પણ આ આર્ટિકલની માહિતી જાણવાની મજા આવશે.

જુનાગઢનો ઈતિહાસ :

જુનાગઢનો ઈતિહાસ એટલો રસપ્રદ છે કે આજે પણ જુનાગઢને લોકો પસંદ કરે છે. જુનાગઢ એ મુસ્લિમ શાસક ‘બાબી નવાબ’ ના રાજ્યની રાજધાની હતી. પરંતુ બાબી નવાબ પહેલા જુનાગઢ પર રાજવંશોની એક મોટી શ્રુંખલાનું શાસન હતું.

સ્વતંત્રતા પછી ભારતના હિસ્સામાં જુનાગઢને શામિલ કરી દેવામાં આવ્યું. ૧૯૬૦માં , ગુજરાત આંદોલનના પરિણામ પરિણામ સ્વરૂપથી જુનાગઢ – ગુજરાત રાજ્યનું નવગઠિત હિસ્સાના ભાગ રૂપે બની ગયું. આજે જુનાગઢમાં વિકાસ થયો છે એટલે પહેલાનું જુનાગઢ આજે વિસ્તૃત થયેલ જોવા મળે છે.

જુનાગઢમાં ફરવાલાયક સૌથી સુંદર જગ્યાઓ :

મહાબત મકબરા :

Image Credit Wikipedia

આ જગ્યા જુનાગઢની સૌથી પ્રભાવશાળી મકબરાની જગ્યા છે. જેને ૧૮૫૧ અને ૧૮૮૨ ની વચ્ચે બનાવવામાં આવી હતી. આ એક અનોખી પ્રકારની વાસ્તુકલાથી નિર્મિત કરવામાં આવ્યો હતો. જુનાગઢની ટ્રીપ કરવાની થાય ત્યારે આ જગ્યાને જોવા માટે જવું જ જોઈએ. આ મકબરામાં અલગ અલગ શૈલીઓનું એકસાથે મિશ્રણ જોવા મળે છે.

ઉપરકોટ :

Image Credit : Biswajit Saha

જુનાગઢના પૂર્વમાં ઉપરકોટ કિલ્લા જુનાગઢનો સૌથી પ્રાચીન કિલ્લામાંથી એક છે. જુનાગઢમાં જોવાલાયક જગ્યામાંથી આ એક છે. ઉપરકોટ કિલ્લાનું નિર્માણ કહવામાં આવે છે ક આશરે ૨૩૦૦ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. આ કિલ્લાના મુક ભાગની દીવાલો પણ આશરે ૨૦ મીટર સુધી ઉંચી છે. જુનાગઢ શહેરના સ્થાનિક લોકો જણાવે છે કે એ સમયમાં દીવાલોની નીચે લગભગ ૧૦૦ ફૂટ ઊંડી ખાઈ હતી, જેમાં અંદર મગરમચ્છને રાખવામાં આવતા હતા. કારણ કે ખાઈને કિલ્લાની સુરક્ષા માટે બનાવવામાં આવી હતી. જયારે પણ તમે અહીં ફરવા આવો ત્યારે ઉપરકોટમાં ગુફાઓ પણ જોવા મળશે. અને અહીં લડાઈની તોપ પણ રાખવામાં આવી છે. એ કારણે આ જગ્યાનું આકર્ષણ વધી જાય છે.

ગીરનાર પર્વત :


Image Credit : Lija Sankaliya

શહેરથી થોડા અંતરે ગીરનાર પર્વત છે, જે જુનાગઢની ધરોહર કહેવાય છે. જુનાગઢને આ કારણે જ દુનિયાભરમાં પ્રસિદ્ધિ મળી છે. ગીરનાર પર્વત એક ફેમસ ટુરિસ્ટ સ્પોટ છે, જેને નિહાળવા માટે ભારત અને ભારત બહારના લોકો અહીં આવે છે. અહીં હિંદુ અને જૈન તીર્થયાત્રીઓ આવે છે. એવું માનવામાં આવે છે કે વેદની ઉત્પતિના કાળથી આ પર્વતની હાજરી છે એટલે આ પર્વત સાથે ઈતિહાસ વણાયેલ છે. જુનાગઢમાં ફરવાની મજા લેવા ઈચ્છતા લોકો માટે આ પર્વત પસંદગીની જગ્યા છે.

નવઘણ કુવો :

Image Credit Wikipedia

નવઘણ કુવો અને આદિ-કદિ વાવ એ બે કુવા અને વાવ છે, જે ઉપરકોટ કિલ્લામાં જ આવેલ છે. તમને એ પણ જણાવી દઈએ કે આ કુવાની રચના બધા કરતા અલગ છે. સામાન્ય રીતે કુવાઓને જમીનમાં ખોદવામાં આવે છે પણ અહીં એવું નથી આ કુવાઓને ચટ્ટાન પર ખોદવામાં આવ્યા છે. આ રહસ્ય આજ સુધી એમ ને એમ જ છે. આ કારણે આ જગ્યા જોવાનું આકર્ષણ વધારે છે. આ જગ્યા સાથે કહાનીઓ પણ જોડાયેલ છે.

કહાનીના બે પાત્રોના નામ પર અહીં વાવના નામ રાખવામાં આવ્યા છે. આદિ અને કદિ નામની બે અવિવાહિત છોકરીની બલી આ વાવના નિર્માણ સમયે દેવામાં આવી હતી. એટલા માટે આ વાવને તેના જ નામથી બોલવામાં આવે છે. આસ્થા માટે માણસો અહીં એક ઝાડ પર તેના સમ્માનના રૂપમાં બંગડી અને કપડા ચડાવે છે.

અશોક શિલાલેખ :


Image Credit : Dwiref Vora
આ જગ્યા જુનાગઢમાં પ્રસિદ્ધ છે. કોઇપણ માણસને આ જગ્યાનું માત્ર સરનામું પૂછો તોય આ જગ્યા સુધી મળી જાય છે. ગીરનાર જવાના રસ્તે અશોક શિલાલેખને જોઈ શકાય છે. વિશાળ પથ્થરો પર બનાવેલ આ શિલાલેખ છે. અશોક પ્રાચીન જ્ઞાન અને ગુણના પ્રતિક હતા, જેને ભારતના પાયામાં મહત્વનું નામ નોંધાવ્યું છે.

અશોકના શિલાલેખમાં ૧૪ શિલાલેખ છે, જેને ઈ. પૂર્વે ૨૫૦ ની આસપાસ લખવામાં આવ્યા હતા. એ શિલાલેખમાં શું લખવામાં આવ્યું છે અને કઇ ભાષામાં લખવામાં આવ્યું છે એ આજે પણ એમ જ રહસ્ય સાથે જોડાયેલ છે. આ જગ્યાનો આવી રૂચિકર ઈતિહાસ જ પર્યટકો માટેનું આકર્ષણ વધારે છે.

બૌદ્ધ ગુફા :


Image Credit Wikipedia
આ પણ ઐતિહાસિક સ્થળ છે, જે જુનાગઢની યાત્રા દરમિયાન પર્યટકોનું આકર્ષણ બને છે. આ ગુફાઓનો ઉપયોગ બૌદ્ધ ધર્મના ભિક્ષુઓ માટે કરવામાં આવતો હતો. અહીં ખપરા કોડિયા ગુફા સૌથી જૂની છે અને તેને ઈસ. ૩ to 4 શતાબ્દીની આસપાસ બનાવવામાં આવી હતી. એ સિવાય ગુફાઓનો મોટાભાગનો હિસ્સો અશોકના શાસનકાળ દરમિયાન નિર્માણ કરવામાં આવ્યો હતો.ચટ્ટાન અને પથ્થરને કોતરીને અહીં ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને બનાવટ એ રીતે બનાવવામાં આવી હતી કે એ સમયની વિશેષ કારીગરી કરવામાં આવી હતી. બહારનું તાપમાન વધતા ગુફાની અંદરનું તાપમાન નીચું થઇ જાય છે. આ અદ્વિતીય વિશેષતાથી બનેલ આ ગુફાઓ આજે પણ પર્યટકોનું પસંદગીનું સ્થળ છે.

સક્કરબાગ :


Image Credit : Vishal Dhebariya

જુનાગઢ – રાજકોટ માર્ગ પર આ વિશાળ પ્રાણી ઉદ્યાન આવેલ છે. આમ તો જુનાગઢ શહેરમાં બાળકો માટે આ જગ્યા વધારે પસંદ કરવામાં આવે છે. સક્કરબાગમાં એશિયાઈ સિંહ, જંગલી સુઅર, નીલગાય, હરણ વગેરેને રાખવામાં આવ્યા છે તેમજ અહીં પક્ષીઓની અનેક જાત રાખવામાં આવી છે. અહીં એક પ્રાકૃતિક ઈતિહાસ સંગ્રહાલય છે અને અહીં પશુનું દવાખાનું પણ છે. આ પણ એક એવી જગ્યા છે જુનાગઢની ટ્રીપ વારેવારે કરવાનું મન કરાવે છે.

સ્વામિનારાયણ મંદિર :


Image Credit 

જુનાગઢ શહેરના જવાહર રોડ પર સ્વામિનારાયણ મંદિર આવેલ છે. ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયના લોકો માટે આ ફેવરીટ જગ્યા છે. આ જગ્યા વિશાળ છે અને અહીં ઘાર્મિકતા બહુ છલકે છે. કારણ કે ભગવાનને અહીં લાડ-પ્યારથી રાખવામાં આવે છે. અને મંદિરમાં સવાર-સાંજ સરસ આરતીના દર્શન કરવાનો લાહવો લઇ શકાય છે.

દરબાર હોલ :


Image Credit : Vijay Barot
જો તમને ઈતિહાસ વિષેની વાતો જાણવાનો શોખ હોય તો આ જગ્યા ચોક્કસ આપને બહુ જ પસંદ આવશે. અહીં મ્યુઝીયમ બનાવવમાં આવ્યું છે. જુનાગઢના પુરા ઈતિહાસ વિષેની માહિતી આ સંગ્રહાલયમાંથી લઇ શકાય છે. અહીં ૧૯ મી શતાબ્દીની પ્રાચીન વસ્તુઓનું કલેકશન રાખવામાં આવ્યું છે. અહીં જુનાગઢના ઈતિહાસને નજીક જાણવાનો મોકો મળે છે. એટલે જુનાગઢ ટ્રીપ પ્લાનમાં આ જગ્યાનું નામ યાદ કરીને નોંધી લેજો.

વેલિંગટન ડેમ :


Image Credit : Vishal Solanki

ગીરનાર પર્વત પાસે આવેલ કલાવા નદી ઉપર વેલિંગટન ડેમ બનાવવામાં આવ્યો છે. અહીં પ્રકૃતિના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે. કપલ માટે આ ફેવરીટ જગ્યા છે અને અહીંનું વાતાવરણ મનમાં રોમાંચ પેદા કરે એવું છે. આપ પણ આ ડેમની મુલાકાત લેવાનું ભૂલતા નહીં.

જટાશંકર મહાદેવ મંદિર :


Image Credit : Vadher Mukesh

જુનાગઢમાં ગીરનાર પર્વતની પાછળ ભગવાન શંકરનું આ મંદિર આવેલ છે. આ મંદિરમાં શિવલિંગની સ્થાપના છે અને શ્રદ્ધાળુઓ અહીં શિવના આશીર્વાદ લેવા માટે આવે છે. આ જગ્યાની ખુબ્સુરતો હર કોઈને પસંદ આવે એવી છે. આ જગ્યા ધાર્મિક હોવાને સાથે સુંદર પણ છે.

મોતીબાગ :


Image Credit : Vishal Solanki

જો તમે જુનાગઢ ફરવા માટે જઈ રહ્યા હોય અને ફેમેલી કે ફ્રેન્ડસ સાથે આરામથી ટાઈમ સ્પેન્ડ કરવા ઈચ્છતા હોય તો મોતીબાગની વિઝીટ લેવાનું ભૂલતા નહીં. અહીંનું વાતાવરણ ખુબ જ સુંદર છે અને અહીં એકદમ સાફ-સફાઈ રાખવામાં આવે છે. મોતીબાગને નવાબ મોહમ્મદ ખાનજી તૃતીય દ્વારા એક પાલતું કુતરાની સ્મૃતિમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો.

જામા મસ્જીદ :

મુસ્લિમ સમુદાયના લોકો માટે આ પવિત્ર જગ્યા છે. આ મસ્જીદનું નિર્માણ ૧૪૨૩માં અહમદ શાહના શાસનમાં કરવામાં આવ્યું હતું. આ પ્રભાવશાળી સ્થાપત્ય કલાની હાજરી પુરાવે છે. અહીં મુસ્લિમ સમુદાયના લોકો સાથે બહારના પર્યટકો પણ આવે છે. એટલા માટે જુનાગઢના પ્રસિદ્ધ પર્યટક સ્થળમાં આ જગ્યાને પણ શામિલ કરવામાં આવી છે.

જુનાગઢની આસપાસ ફરવાના ખુબસુરત સ્થળો :

ગીર નેશનલ પાર્ક :

જુનાગઢથી આશરે ૮૦ કિમીના આંતરે ગીર નેશનલ પાર્ક આવેલ છે. ભારતમાં આવેલ વન્યજીવ ઉદ્યાનોમાં આ નેશનલ પાર્કને મુખ્ય ગણવામાં આવે છે. એટલા માટે આપ જયારે પણ જુનાગઢની યાત્રા પર જાઓ ત્યારે ગીર નેશનલ પાર્કની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અહીં એશિયાના સિંહ લોક આકર્ષણનું કેન્દ્ર છે. વર્ષ ૨૦૧૫ના આંકડા મુજબ જોઈએ તો 523 જેટલા સિંહ હતા. ઉપરાંત અહીં અન્ય જીવમાં ૨૩૭૫ પ્રજાતિઓ જોવા મળે છે.

સરકેશ્વર બીચ :

જુનાગઢની ટ્રીપ સાથે તમે વોટર સ્પોટ્ર્સનો આનંદ લેવા ઇચ્છતા હોય તો આ જગ્યા એકદમ પરફેક્ટ છે. સૌરાષ્ટ્રના દક્ષિણ છેડે શહેરથી બહારના વિસ્તારમાં આ જગ્યા આવેલ છે. જુનાગઢથી 4 કલાકના આ અંતરે જગ્યા આવેલી છે. પાણીની લહેરો અને એકદમ આનંદિત વાતાવરણ અહીં ફરવા માટેના આનંદમાં વધારો કરે છે. સમુદ્ર કિનારે ફરવાના શોખીનો માટે આ જગ્યા ખરેખર જોવા જેવી છે.

અંબા મંદિર :

માતા અંબેનું મંદિર જુનાગઢ શહેરની ગીરનાર પર્વત પર છે. માત્ર ફરવા માટે જ નહીં બલકે શ્રદ્ધાની દ્રષ્ટિએ આ મંદિરને પૂજતા લોકોની સંખ્યા મોટી છે. અહીં વર્ષભરમાં લાખોની સંખ્યામાં લોકો આવે છે. હિંદુ ધર્મના માતા અંબેનું આ મંદિર જગમાં વિખાય્ત છે.

તુલસીશ્યામ :

Image Source

જુનાગઢની યાત્રામાં સૌથી સારી જગ્યામાં એક તુલસીશ્યામ પણ છે. અહીં ગરમ પાણીના કુંડ પણ છે. એ બધા કુંડનું તાપમાન અલગ અલગ રહે છે. આ કુંડના પાણીથી ચામડીના મોટાભાગના રોગ મટી શકે એવું માનવામાં આવે છે. જુનાગઢથી તુલસીશ્યામ વચ્ચેનું અંતર ૧૧૫ કિમી જેટલું છે. આપ અહીં કુદરતી પ્રકૃતિનો આનંદ લઇ શકો છો.

છે ને ખરેખર સૌરાષ્ટ્રનું ખુબસુરત ગામ જુનાગઢ….તો જુનાગઢ ટ્રીપમાં મોજ આવી જશે…મોજ…મિત્રો…

આવા જ અન્ય આર્ટિકલ ગુજરાતી ભાષામાં વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહો અને મિત્રો સાથે પણ આ પેજને શેયર કરવાનું ભૂલશો નહીં.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *