ગોળ ચહેરાવાળી શોખીન મહિલા ખૂબસૂરત દેખાવવા માટે આ રીતે મેકઅપ કરજો..

જો તમને નથી ખબર કે તમારા ફેસ પર કેવો મેકઅપ સારો લાગશે અને મેકઅપ કરીને જવાથી  કોઈ જગ્યા પર જવાથી લોકોના શું રિએકશન હશે? તો આ લેખ આજે તમારા માટે બેસ્ટ છે કારણ કે, આજના આ લેખમાં એ માહિતી જણાવવામાં આવી છે કે ગોળ ચહેરાવાળી મહિલાઓને કેવો મેકઅપ સૂટ કરશે. તો આજે બોલીવૂડ અભિનેત્રી પ્રીતિ ઝીંટા, રાની મુખરજી અને વિદ્યા બાલન જેવી હીટ અભિનેત્રીની જેમ ગોળ ચહેરા માટે મેકઅપ કરવાની આસાન પદ્ધતિ :

Image Source

જે મહિલાઓના ચહેરાનો આકાર ગોળ છે સ્પેશિયલ તેના માટે અહીં મેકઅપ ટીપ્સ જણાવવામાં આવી છે. આ રીતે મેકઅપ કરવાથી ખૂબસૂરતીમાં વધારો કરી શકાય છે.

(૧) ઓવલ શેપ :

Image Source

રાઉન્ડ ફેસ એટલે કે ગોળ ચહેરવાળી મહિલાઓને બધી બાજુથી ચહેરા પર મેકઅપ કરતા-કરતા આખા ચહેરાને શેપમાં લાવવાની કોશિશ કરવી જોઈએ. પરફેક્ટ મેકઅપ કરવા માટે આ રીત અપનાવી જોઈએ.

(૨) બેસ મેકઅપ :

Image Source

ચહેરાના પર ટી-જોન એટલે કે માથા પર, નાક પર અને દાઢી માટે બ્રાઈટ શેડ પસંદ કરો. અને બાકી બચેલા ચહેરાના ભાગ માટે મીડીયમ શેડ પસંદ કરો. સાથે તમે ચહેરા પરના જે ભાગ પરના દાગ-ધબ્બાને છુપાવવા માંગો છે ત્યાં ડાર્ક શેડનો યુઝ કરો.

(૩) આઈ મેકઅપ :

Image Source

આંખની કિનારીએ ડાર્ક શેડ અપ્લાય કરો અને ધીમે ધીમે તેને લાઈટ શેડથી બ્લેન્ડ કરતા જાઓ. આવું કરવાથી ચહેરાને ઓવર શેપ મળશે.

(૪) બ્લશર :

Image Source

ગોળ ચહેરાવળી મહિલાઓના ગાલ પણ ગોળ આકારના હોય છે એટલે તેને બેલેન્સ લૂક આપવા માટે ચીકબોનની નીચે ડાર્ક અને ઉપરની તરફ લાઈટ શેડ બ્લશર અપ્લાય કરો.

(૫) લીપ મેકઅપ :

Image Source

લીપ મેકઅપ કરતી વખતે હોઠની બંને સાઈડની કિનારીથી લીપ લાઈનર વડે અંદરની બાજુથી શેપ આપો. એટલે હોઠ મોટા ન લાગે. સાથે આઉટલાઈન કરતી વખતે લીપસ્ટીક અંદરની બાજુથી લગાવો. 

અહીં જણાવેલ મેકઅપ ટીપ્સ ફોલો કરવાથી લૂકને એક્ષ્ટ્રા ઓર્ડીનરી બનાવી શકાય છે. પાર્ટી-ફંક્શન કે પછી મેરેજ માટે બહાર જતા હોય ત્યારે ક્લોથ સ્ટાઈલ મુજબ મેકઅપ તમને સુપર્બ લૂક અપાવશે.

“ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજ પર તમને અવનવી માહિતી જાણવા મળશે, એ માટે આ પેજને લાઇક કરવાનું ભૂલશો નહીં અને સાથે આ પેજને મિત્રો સાથે પણ શેયર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment