ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકના સારા સ્વાસ્થ્ય માટેના બેસ્ટ ફૂડ

Image Source

ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે સારું ભોજન હોવું એ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. તો તેના વિશે નિષ્ણાત પાસેથી વિસ્તારમાં જાણીએ.

ગર્ભાવસ્થા દરમિયાન હેલ્ધી ડાયેટ ખૂબ મહત્વનું હોય છે. આ દરમિયાન તમારા શરીરને વધારે પોષક તત્વો, વિટામિન અને મિનરલની જરૂર હોય છે. મુખ્ય પોષક તત્વોની ઉણપ વાળું ભોજન બાળકના વિકાસને નકારાત્મક રૂપે અસર કરે છે. જમવાની ખોટી ટેવ અને વધારે વજન વધવાથી જેસ્ટેશનલ ડાયાબિટીસ અને ગર્ભાવસ્થા અથવા જન્મને લગતી સમસ્યાઓનું જોખમ વધી શકે છે.

માતા અને બાળક માટે કયા ફૂડ સારા છે?

ફળો અને શાકભાજીઓ

 • દરરોજ ફળ અને શાકભાજીઓને પાંચ ભાગમાં ખાવાનું લક્ષ્ય બનાવો.
 • તે વિટામિન એ, સી, ફોલિક એસિડ, આયર્ન, પોટેશિયમ, ફાઇબર અને મેગ્નીશિયમનો સૌથી સારો સ્ત્રોત છે, જે માતા અને બાળક બનેંના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
 •  લીલા પાંદડાવાળી શાકભાજી, સંતરા, તરબૂચ અને જાંબુ જેવા ખાટા ફળોને ખાવાની સલાહ આપવામાં આવે છે.

પ્રોટીન

 • દરરોજ 75 થી 100 ગ્રામ પ્રોટીન લેવાની સલાહ આપવામાં આવે છે.
 • પ્રોટીન મગજ સહિત ગર્ભની પેશીઓના વિકાસને સકારાત્મક રૂપે અસર કરે છે.
 • ગર્ભાવસ્થા દરમિયાન પ્રોટીન તમારા સ્તન અને ગર્ભાશયની પેશીઓને વધવામાં મદદ કરે છે અને તમારી લોહીની ઉણપને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
 • પ્રોટીનમાં એનિમલ સ્ત્રોતમાં માછલી, લીન મીટ, ચિકન અને ઈંડાનો સમાવેશ છે.
 • પ્રોટીનના અન્ય સ્ત્રોતમા ક્વિનોઆ, ટોફુ અને સોયા ઉત્પાદન, કઠોળ, મસૂર, ચણા, નટસ અને બીજ શામેલ છે.

સ્ટાર્ચી કાર્બોહાઈડ્રેટ યુક્ત ફૂડ

 • કાર્બોહાઇડ્રેટમાં એનર્જી ખૂબ વધારે હોય છે અને તેથી તે ગર્ભાવસ્થામાં ભોજનનો એક મહત્વનો ઘટક છે.
 • બટેકા, ચોખા, પાસ્તા અને બ્રેડ કાર્બોહાઈડ્રેટ થી ભરપુર હોય છે.
 • જોકે, એનર્જી માટે કાર્બોહાઈડ્રેટની જરૂર હોય છે પરંતુ દૈનિક જરૂરિયાતો અનુસાર વપરાશ મર્યાદિત કરવાની ખાતરી કરો.
 • અત્યંત પ્રોસેસ્ડ અને રિફાઈન્ડ કાર્બનું સેવન કરવાથી બચવું, જેમાં ફાઇબરની માત્રા ઓછી અને કેલેરી ભરપૂર માત્રામાં હોય છે.

ડેરી ઉત્પાદનો

 • તે પ્રોટીન, ચરબી, કેલ્શિયમ અને ફોસ્ફરસનો સૌથી સારા સ્ત્રોત છે.
 • ડેરી ઉત્પાદન જેમકે દૂધ, દહીં અને પનીર ખાવાની સલાહ આપવામાં આવે છે.
 • તમે એક દિવસમાં 3 સર્વિંગ લઈ શકો છો.

ફાઇબર

 • સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન કબજિયાત થવાનું જોખમ વધારે થાય છે.
 • ફાઇબરનું ભરપૂર સેવન આ જોખમને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.
 • તમે આખા અનાજથી બનેલી વસ્તુઓ, જેમકે આખી રોટલી, બ્રાઉન રાઈસ, આખું અનાજ, પાસ્તા ખાઓ.
 • કઠોળ, દાળ,ફળ અને શાકભાજી ફાઈબરથી ભરપૂર હોય છે.

કેલેરી

 • એવા ફૂડ અને પીણા પસંદ કરો જે પોષક તત્વોથી ભરપુર હોય.
 • પ્રથમ ત્રિમાસિકમાં તંદુરસ્ત ખોરાક ચાલુ રાખો જે પેહલાથી ખાઈ રહ્યા હોય.
 • પછી બીજા ત્રિમાસિકમાં દરરોજ 350 કેલેરી અને ત્રીજા ત્રિમાસિકમાં 450 કેલેરી વધારો.
 • પોષક તત્વો વગરના પ્રોસેસ્ડ, જંક ફૂડથી બચો.

ફોલેટ્સ

 • ન્યુરલ ટ્યુબની રચના માટે ફોલિક એસિડની જરૂર હોય છે.
 • દરરોજ 400 માઇક્રોગ્રામ લેવાની સલાહ આપવામાં આવે છે.
 • તમે તેને નટ્સ, સૂકા બીજ, ઈંડા અને ઘેરા લીલા પાંદડાવાળા શાકભાજીથી મેળવી શકો છો.
 • તેને એકલા ખોરાકમાંથી પ્રાપ્ત કરવુ મુશ્કેલ છે.
 • ડોકટર તમને ગર્ભાવસ્થાની શરૂઆતમાં અથવા તેનાથી પેહલા પ્રિસ્ક્રિપ્શન આપી શકે છે.

આયર્ન

 • આયર્ન લોહીના માધ્યમથી શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે.
 • ગર્ભવતી સ્ત્રીઓને ભોજનમાથી પ્રતિદિન 45 મિલિગ્રામ આયર્ન લેવાનુ લક્ષ્ય રાખવું જોઈએ.
 • અનાજ, લીલા પાંદડાવાળા શાકભાજી, નટસ, ઈંડા, સૂકા મેવા અને લાલ માસ આયર્ન થી સમૃદ્ધ સ્ત્રોત છે.
 • આયર્નના અવશોષણને વધારવા માટે વિટામિન સીથી ભરપુર ખોરાક ખાવો.

ચરબી

 • પોષણ, સ્વાસ્થ્ય અને વિટામિન ના ભંડારણ માટે ચરબીની જરૂર હોય છે.
 • જરૂરી ફૈટી એસિડ બાળકોના વિકાસ માટે મહત્વનું હોય છે.
 • ચરબી અનસેચ્યુરેટેડ ફૈટના સ્ત્રોત રૂપે આવવું જોઈએ.
 • ગર્ભવતી સ્ત્રીઓને તેલ વાળી માછલી અને સાલમન જેવા સ્ત્રોતોમાંથી દરરોજ 200 મિલિગ્રામ ડીએચએ મેળવવાનું લક્ષ્ય રાખવું જોઈએ.
 • તમારા ડોક્ટર તમને ડીએચએના દૈનિક ખોરાકની સલાહ આપે છે.

ફ્લુઇડ

 • દરરોજ ઓછામાં ઓછા 6 થી 8 ગ્લાસ પાણી પીઓ, આ ઉપરાંત જ્યુસ અને ઘરે બનાવેલ સૂપ પણ પી શકો છો.
 • તમારે કૈફીનના સેવન અને કૃત્રિમ મીઠાસથી બચવું જોઈએ.
 • આલ્કોહોલના દરેક પ્રકારની બચો.

Image Source

ભોજન કેવું લેવું તેનો નિર્ણય કેવી રીતે કરો?

પ્રેગનેન્સી ડાયેટ પ્લાન માટે તમારા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી હોય છે. કેટલીક સ્ત્રીઓના ડાયેટ પ્લાન નૈતિક માન્યતાઓ, ધાર્મિક જરૂરિયાતો અને સ્વાસ્થ્ય સ્થીતીઓથી પ્રભાવિત થઈ શકે છે.

નિષ્કર્ષ

સ્વસ્થ ગર્ભાવસ્થા માટે માતાના ભોજનને સંતુલિત અને પોષક તત્વોથી ભરપૂર બનાવવાની જરૂર હોય છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ અને ઘણા બધા ફળો અને શાકભાજીઓની વાનગી શામેલ હોવી જોઈએ. તમારા ડોક્ટર અને નિષ્ણાતો સાથે વાત કરી ચકાસ કરો જે તમને આ ફૂડસ પર સૌથી સારી સલાહ આપી શકે છે. જે તમારા ભોજનને લગતી જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment