શરીર દઝાડતી આ ગરમી માં તમારા વાળને આ રીતે સાચવો, છત્રી જેવું કામ કરશે આ કાકડીનું માસ્ક

ઉનાળાની ઋતુમાં વાળ ને ખૂબ નુકસાન થાય છે. આનું કારણ તીવ્ર સૂર્યપ્રકાશ, ગરમી, પરસેવો અને વાળના મૂળમાં બહાર નીકળતો વધુ પડતો પરસેવો છે. આ બધી સમસ્યાનો સરળ ઉપાય કાકડી થી બનેલો વાળ નો માસ્ક છે. અહીં તેના વિશે વધુ જાણો. (વાળ ના નુકસાન ને નિયંત્રિત કરો)

કાકડી થી બનલો માસ્ક તમારા વાળને કુદરતી છત્રીની જેમ સુરક્ષિત રાખે છે. જેથી સૂર્ય ના હાનિકારક કિરણો અને તીવ્ર સૂર્ય થી થતી ગરમી તમારા વાળને નુકસાન ન કરી શકે.

અમે તમને આ વાળનો માસ્ક કેવી રીતે બનાવવો તેની રીત જણાવવા જઈ રહ્યા છીએ. આમ તમારા વાળ પર આ માસ્ક કેવી રીતે કાર્ય કરે છે તે પણ સમજાવીસુ. જેથી તમે કોઈ પણ પ્રકારની દ્વિધામાં ન રહો અને તમારા વાળ લાંબા, જાડા, કાળા અને મજબૂત રહે.

તેલવાળા વાળ માટે કાકડી નું શેમ્પૂ

તમારા વાળ ખૂબ પરસેવા વાળા અને તૈલી રહે છે. તેથી આ જ કારણોસર વાળ એક જ દિવસમાં ચિપચીપા થઈ જાય છે, તેથી તમે અહીં વર્ણવેલ પદ્ધતિ દ્વારા ઘરે કાકડીનો શેમ્પૂ બનાવી શકો છો. આ તમારા વાળને લાંબા સમય સુધી સાફ રાખશે અને સુરક્ષા પણ આપશે.

તમને આ વસ્તુઓ જોઈશે

 • 1 ચમચી મુલ્તાની માટી
 • 1 ચમચી લીલી ચા
 • 2 ચમચી કાકડી ની પેસ્ટ અથવા તેનું પાણી
 • 10 ટીપા ટી-ટ્રી ઓઇલ
 • 1 ચમચી લિક્વિડ કેસ્ટાઇલ સાબુ

તમે મેડિકલ સ્ટોર પર લિક્વિડ કેસ્ટાઇલ સાબુ ખરીદી શકો છો. નહીં તો તમે ઓનલાઇન શોપિંગ કરીને પણ મંગાવી શકો છો.

માત્ર પાંચ મિનિટ લગાવીને રાખવાનું છે

આ બધી વસ્તુઓને બાઉલમાં નાખીને બરાબર મિક્સ કરી લો. તમારું કાકડી નું શેમ્પૂ તૈયાર છે. હવે આ શેમ્પૂ ને તમારા વાળના મૂળ થી છેડા સુધી સારી રીતે લગાવો અને હળવા હાથથી 2 થી 3 મિનિટ સુધી મસાજ કરો.

હવે તેને 5 મિનિટ માટે વાળ પર લગાવી રાખો અને પછી વાળને શુદ્ધ પાણીથી ધોઈ લો. ઉનાળામાં વાળ સ્વસ્થ અને સાફ રાખવા માટે તમે આ શેમ્પૂનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરી શકો છો. જો તમે ઇચ્છો, તો તમેં પ્રવાહી કેસ્ટાઇલ સાબુ પબ ખરીદી શકો છો.

શુષ્ક વાળ માટે કાકડીની ટ્રીટમેન્ટ

જો તમારા વાળ કુદરતી રીતે શુષ્ક હોય છે, તો પછી ઉનાળાની ઋતુ માં શુષ્કતા અને નીરસતાની સમસ્યા વધુ રહે છે. આ સમસ્યાથી બચવા માટે, તમારે શેમ્પૂ કરતા પહેલા 20 મિનિટ માટે તમારા વાળમાં કાકડીનો રસ લગાવવો જોઈએ.

 • 1 નાની કાકડી
 • 1 લીંબુ
 • 2 ચમચી મધ

આ ત્રણેય ચીજોને ગ્રાઇન્ડરમા નાખી ને એકસાથે ગ્રાઇન્ડ કરો. તૈયાર કરેલી પેસ્ટને ગાળી ને તે રસને વાળમાં લગાવો અને હાથથી હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ 20 મિનિટ પછી વાળ ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આવું કરવાથી તમારા વાળ ચમકશે. રસ બનાવતી વખતે પલ્પને ફેંકશો નહીં.

આવી રીતે કરો વધેલા પલ્પ નો ઉપયોગ

વાળની શુષ્કતા દૂર કરવા માટે, કાકડીનો રસ તૈયાર કરતી વખતે બાકી રહેલા પલ્પમાં,

 • 1 ચમચી ચણાનો લોટ
 • 2 ચપટી હળદર
 • 1 ચમચી મધ
 • 1/2 ચમચી કોફી પાવડર

સંપૂર્ણ બોડી સ્ક્રબ બનાવવા માટે આ વસ્તુઓ ઉમેરો.તમે તેને માસ્ક ની જેમ ચહેરા અને ગળા પર લગાવી શકો છો અને નહાતી વખતે તેને સ્ક્રબ ની જેમ પણ વાપરી શકો છો. આ તમારી ત્વચાના ગ્લોમાં વધારો કરશે અને ત્વચાના મૃત કોષો દૂર કરશે.

કાકડીમાંથી વાળનો માસ્ક બનાવવાની રીત

એક નાની કાકડી

 • 1 ચમચી સફરજનનો સરકો
 • 1 ચમચી ઓલિવ તેલ
 • અડધો બાઉલ દહીં
 • અડઘી ચમચી મધ

સૌ પ્રથમ કાકડી ને પીસીને તેની પેસ્ટ બનાવો. કાકડી છોલવાની નથી પરંતુ છાલ સહિત પેસ્ટ બનાવવાની છે. હવે તેમાં બીજું બધું મિક્સ કરી તૈયાર થયેલ માસ્ક અને વાળમાં લગાવો.

આ માસ્કને આંગળીઓની મદદથી વાળ પર લગાવો જેથી કાકડી અને અન્ય વસ્તુઓનું સંપૂર્ણ પોષણ તમારા વાળના મૂળ સુધી પહોંચે. તથા ત્યાં હળવા હાથથી મસાજ કરો. ત્યારબાદ તેને વાળમાં 30 મિનિટ માટે રહેવા દો અને પછી તેને શેમ્પૂ કરો. આમ સૂર્યનો તડકો કે પરસેવા થી તમારા વાળમાં કોઈ પણ નુકસાન થશે નહિં.

આમ આ પ્રમાણે તમે ઘરે બનાવેલો માસ્ક વાળમાં લગાવો તો તમારા વાળને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચશે નહીં. જો તમને અમારી આ યુક્તિ પસંદ આવી હોય તો તમે કૉમેન્ટ માં જરૂર થી જણાવશો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *