વાળ માટે કેવી રીતે ફાયદાકારક છે એવોકાડો નું તેલ અને શું છે તેનો ઉપયોગ કરવાની રીત

Image by Seksak Kerdkanno from Pixabay

વિટામિન અને પોષકતત્વો થી ભરપુર એવોકાડો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં હાજર રહેલા પુષ્કળ પ્રમાણમાં વિટામિન ફકત તાજા એવોકાડો માજ મળી આવે છે. એવીજ રીતે પોષણ અને વિટામિન થી ભરપુર હોય છે એવોકાડો નું તેલ, જે તમારા માટે ઘણું ફાયદાકારક હોય છે. તમને જણાવી દઈએ કે એવોકાડો ના તેલ મા વિટામિન એ, ડી અને ઈ ની સાથે ઘણા પોષણ હોય છે જે ખૂબ જ સારા માનવામાં આવે છે. આ ઉપરાંત તે તમારા વાળ માટે પણ ખુબજ અસર કારક હોય છે, જી હાં તમે તમારા વાળ મા એવોકાડો ના તેલ નો ઉપયોગ કરી શકો છો અને તમારા વાળ ને સ્વસ્થ રાખી શકો છો. ઘણી વાર જે લોકો પોતાના ખરતાં વાળ કે અન્ય વાળ ની સમસ્યાથી પરેશાન રહેતા હોય તે આ તેલ ને અપનાવી શકે છે. અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે આ એવોકાડો નું તેલ તમારા માટે ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કરવાની રીત કંઈ છે.

વાળ માટે કેટલું ફાયદકારક છે એવોકાડો નું તેલ.

Image by Geraldine Dukes from Pixabay

ભેજ અને મજબૂતી પ્રદાન કરે છે.

ઘણીવાર લોકો ને પોતાના વાળ નબળા પડતા અને શુષ્કતા જોઈને નિરાશા થાય છે, કેમકે આ લક્ષણો વાળ અસ્વસ્થ હોવાનાં લક્ષણો હોય છે. પરંતુ જો તમે તમારા વાળ મા ભેજ અને મજબૂતાઇ જોવા માંગો છો તો તમે એવોકાડો નું તેલ લગાવો. આ તેલ તમારા વાળમાં સારી રીતે સમાઈ ને ભેજ આપવાની સાથે વાળને મજબૂત કરવાનુ પણ કામ કરે છે. જેના કારણે તમારા વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે અને સરખો ભેજ મળવાથી તે ચમકદાર બનેલા રહે છે.

ખોપરી ને તંદુરસ્ત રાખે છે.

વાળને તમે ત્યારે જ સ્વસ્થ રાખી શકો છો જ્યારે તમારી ખોપરી સંપૂર્ણ રીતે સ્વસ્થ રહે. એવોકાડો નું તેલ સરળતાથી ખોપરી માં જઈ ને ત્વચા ને સારી રીતે ભેજ પ્રદાન કરે છે અને ચેપ નો ઉપચાર કરે છે. એટલા માટે જો તમે તમારા વાળ ને સ્વસ્થ રાખવા માગો છો તો ફકત વાળ પર જ નહિ પરંતુ તમારી ખોપરી પર પણ આ તેલ થી મસાજ કરો. ત્યારે જ તમે તમારા વાળ ને સ્વસ્થ મેળવી શકો છો.

Image by Khusen Rustamov from Pixabay

ખોડો અને સોરાયસીસ સામે રક્ષણ આપે છે.

ખોડો આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે જેનાથી મોટા ભાગના લોકો ને અસર કરે છે અને તેનાથી છુટકારો મેળવવા માટે જુદી જુદી રીતોનો અપનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે ખોડા થી છુટકારો મેળવવા માટે એવોકાડો ના તેલ નો ઉપયોગ કરી શકો છો જે તમારી ખોપરી પર ભેજ પ્રદાન કરવાની સાથે ખોડા ને પણ દૂર કરે છે.

આ પણ વાંચો: વાળની બધી જ સમસ્યાઓ ને દૂર કરી વાળને સ્વસ્થ અને ચમકીલા બનાવી શકે છે ઓટ્સ તો જાણો કેવી રીતે તેનો ઉપયોગ કરવો ?

વાળને વધારવામાં મદદરૂપ છે એવોકાડો નું તેલ.

વાળ ની ઉણપ ને લીધે ઘણા લોકો જુદા જુદા ઘરેલુ ઉપાયો અપનાવે છે. જેનાથી તેમના વાળ મા વધારો થઈ શકે, પરંતુ તમે સરળતાથી તમારા વાળ ને વધારવા માટે એવોકાડો નું તેલ લગાવી શકો છો. જેમાં ભરપુર માત્રામાં વિટામિન ડી રહેલું હોય છે જે નવા વાળ ના છિદ્રો માટે મહત્વપૂર્ણ છે. એટલા માટે જો તમે તમારા વાળ ને વધારવા માંગો છો તો તમે તમારા વાળ મા એવોકાડો નું તેલ લગાવો.

યુવી કિરણો થી રક્ષણ કરે છે.

યુવી કિરણો થી થતા નુકસાન થી બચાવા માટે તમે એવોકાડો ને તમારો વિકલ્પ બનાવી શકો છો. તમને જણાવી દઈએ કે એવોકાડો માં ભરપુર માત્રામાં વિટામિન ઈ હોય છે જે વાળ ને સ્વસ્થ રાખવામા અને તેને વધારવામાં આપણી મદદ કરે છે. એટલા માટે જો તમે દરરોજ તડકા માં જાવ છો તો તમારા માટે એવોકાડો નું તેલ ખૂબ સારો વિકલ્પ છે.

વાળ પર કેવી રીતે કરવો એવોકાડો તેલ નો ઉપયોગ.

તમે સરળતાથી એવોકાડો તેલ નો ઉપયોગ કરી શકો છો, નીચે આપેલા ઉપાયો સાથે તમે એવોકાડો ના તેલ નો ઉપયોગ કરી શકો છો.

વાળ મા ભેજ લાવવા, ખોપરી માંથી ચેપ ને દૂર કરવા અને લોહી ના ભ્રમણ ને સારું બનાવવા માટે તમે તમારા માથાની ચામડી અને વાળ પર તેલ લગાવો અને તેને સારી રીતે માલિશ કરો.

જો તમારા વાળ ખૂબ જ નાજુક છે અને મસાજ કરવાથી તમારા વાળ તૂટી જાય છે તો તમે તેના પર રૂ એટલે કે કપાસ ની મદદ થી તમારા માથાની ચામડી પર લગાવી શકો છો.

વાળ માટે લાવેલા કોઈ પણ હેર પ્રોડક્ટ નો ઉપયોગ કરતા પહેલા તમે તેની સાથે એવોકાડો નું તેલ ભેળવો અને પછી તમે તેને તમારા વાળ મા લગાવો. તેનાથી તમારા વાળ ને વધુ ફાયદો થશે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment