જમીન પર બેસવાના ફાયદા જાણશો તો છોડી દેશો ખુરશી પર બેસવાનું

આપણા જીવન મા એક ને એક દિવસ એવો આવે છે, જ્યારે આપણે બેસવાનું શીખીએ છીએ. કદાચ દુનિયા ના બધા બાળકો પેહલી વાર જમીન પર જ બેસે છે પરંતુ ધીમે ધીમે મોટા થવા પર આપણે જમીન ની જગ્યાએ ખુરશી પર બેસવાનું કરી દઈએ છીએ અને અહીંથી આપણા સ્વાસ્થ્ય ને નુકશાન પહોંચવાની તૈયારી શરૂ થાય છે.

ખુરશી પર બેસવાની આ પ્રક્રિયા મા આપણે આપણી ધણી બધી સ્નાયુઓ નો ઉપયોગ જ નથી કરતા અને છેવટે એક દિવસ એવો આવ્યો કે આપણને જમીન પર બેસવા ઉઠવા મા સમસ્યા થવા લાગે છે. જો તમે પણ જમીન પર બેસવા ને બદલે ખુરશી પર બેસો છો તો એક વાર જમીન પર બેસવા ના ફાયદા ઓ વિશે જાણી લો, તો તમે ખુરશી પર હંમેશ માટે બેસવાનું છોડી દેશો.


Image by Tú Anh from Pixabay

શરીર ની મુદ્રા સાચી હોય છે.

જમીન પર બેસવા થી ભલે કરોડરજ્જુ ના હાડકા પર વજન પડે પણ તેનાથી શરીર ની મુદ્રા પોતાની જાતે સુધરી જાય છે. જમીન પર બેસવાની પ્રક્રિયામાં કરોડરજ્જુ નું હાડકું સીધું હોય છે અને ખભા પાછળ ની તરફ ખેંચે છે, જેનાથી આજુ બાજુ ની સ્નાયુઓ ને મજબૂતી મળે છે. એક વાર જમીન પર બેસવાની ટેવ વધવાની સાથે મુદ્રા સુધરતી જાય છે.

મજબૂતાઇ મળે છે.

કરોડરજ્જુ અને ખભા ના સ્નાયુઓ સાથે જ જમીન પર બેસવા થી અંદર ના સ્નાયુઓ પણ મજબૂત બને છે, જેનાથી પીઠ ના દુઃખાવા ની સમસ્યા પણ દૂર થવા લાગે છે. તેજ રીતે જમીન પર મજબૂતાઇ થી બેસવાથી હિપ ના સ્નાયુઓ પણ મજબૂત થાય છે, જે ખુરશી પર બેસી ને નિષ્ક્રિય થઈ જાય છે.

સુગમતા વધે છે.

જમીન પર બેસવા થી હિપ્સ, પગ, પેલ્લિવસ, અને કરોડરજ્જુ ખેચાય છે, જેનાથી શરીર માં પ્રાકૃતિક રીતે સુગમતા વધે છે. ખરેખર ખુરશી પર બેસવાથી સ્નાયુ તંતુ નબળા પડીને તૂટવા લાગે છે, જેનાથી પગ નબળા થઈ જાય છે. લાંબા સમય સુધી ખુરશી પર બેસવાથી ઘૂંટણ ના પાછળ ની નસ કડક થઇ જાય છે, જે પછી ધીમે ધીમે દુઃખાવા નું કારણ બની જાય છે. તેજ રીતે જમીન પર બેસવા થી તમારે પગ ના સ્નાયુઓ નો ઉપયોગ કરવો જ પડે છે, તેનાથી સુગમતા જળવાઈ રહે છે.

પાચનશક્તિ વધે છે.

આપણા દેશ ની સાથે સાથે એશિયા ના ઘણા દેશો માં જમીન પર બેસીને ભોજન કરવાની પરંપરા છે. કદાચ તેની પાછળ આજ વેજ્ઞાનિક કારણ છે કે તેનાથી ભોજન ઝડપ થી પછી જાય છે. જ્યારે આપણે થાળી ને જમીન પર રાખીને ભોજન કરીએ છીએ ત્યારે કોળિયો મોં મા લઈ જવા માટે આગળ ની તરફ જુકિયે છીએ અને તેને ગળવા માટે ફરી થી પાછળ ની તરફ જઈએ છીએ. આગળ પાછળ થવાની આ પ્રક્રિયામાં પેટના સ્નાયુઓ ને કામ પર લાગૂ પડે છે, જે પેટ ની અંદર પાચક રસ ને વધારે છે.

ઉંમર વધે છે.

શું તમે લાંબુ જીવવા માંગો છો તો સૌથી પહેલા ખુરશી પર બેસવાનું છોડી દો. વર્ષ ૨૦૧૨ માં યુરોપિયન જર્નલ ઑફ પ્રિવેંટિવ કાર્ડિયોલોજી મા છપાયેલા એક શોધ મુજબ લાંબી ઉંમર નું કારણ હાથો નો ઉપયોગ કર્યા વગર જમીન પર થી ઉભા થવામાં છપાયેલો છે. જે લોકો એવું કરી શકે છે, તેવો લાંબુ જીવે છે. એટલા માટે તમે પણ દરરોજ આમ કરવાનો અભ્યાસ કરો.

ચાલો યોગ કરીએ.

જો તમે જમીન પર બેસો છો તો એક રીતે યોગ જ કરી રહ્યા છો અને યોગ ના ફાયદા કોઈ થી પણ છુપ્યા નથી. પગ ને ક્રોસ કરી ને આંટી મારી ને બેસવું એ ખરેખર સુખાસન છે. જ્યારે આપણે સુખાસન માં બેસીએ છીએ ત્યારે મન ને શાંતિ મળે છે. તેનો એક ફાયદો એ પણ છે કે આ આસન માં બેસીને ભોજન કરવાથી કરોડરજ્જુ ના હાડકા ની નીચેના ભાગ પર દબાવ પડે છે, જેનાથી શરીર ને આરામ મળે છે અને આપણે સરખી રીતે ભોજન કરી શકીએ છીએ.

જમીન પર બેસવાથી વજન ઓછું થાય છે.

વજન ઓછું કરવા માટે આપણને કોઈ ને કોઈ શારીરિક વ્યાયામ કરવાનું કહે છે, તેજ રીતે જમીન પર બેસવું – ઉઠવું પણ એક પ્રકાર નો વ્યાયામ જ છે, જેનાથી વજન ઓછો થવામાં મદદ મળે છે.

લોહી નું પરિભ્રમણ વધે છે.

પગ ને ત્રાસા કરીને બેસવાથી શરીર માં લોહી નો હુમલો વધે છે,જેનાથી સ્નાયુઓ ને આરામ મળે છે અને તેના પર દબાવ પડે છે. લોહી નો હુમલો વધવા થી પાચન ની પ્રક્રિયા પણ જડપ થી કામ કરે છે, જેનાથી મેટાબોલિઝ્મ વધે છે અને કેલેરી પણ જલ્દી ખર્ચાઈ જાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment