જાણો મકાનની છત પર શાકભાજી ઉગાડવાના લાભ અને તેની રીત

શાકભાજીઓ આપણા રોજના ભોજનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે કેમ કે તેમાં વિટામિન, ખનિજ ક્ષાર, કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીનના સારા એવા સ્રોત રહેલા છે. બજારમાં આજકાલ દરેક પ્રકારની સબ્જીઓ ઉપલબ્ધ છે પરંતુ જરૂરી નથી કે તાજી જ હોઈ ..

આહાર  અને પોષણ સાથે સંકળાયેલા તબીબોની ભલામણ મુજબ શરીરની તંદુરસ્તી માટે પુખ્ત ઉંમર ના વ્યક્તિએ દરરોજ પોતાનાં ખોરાકમાં 300 ગ્રામ તાજા અને સારી ગુણવત્તા વાળા લીલા શાકભાજી લેવા જોઇએ . હાલમાં બજારમાં મળતા ખેડૂતોએ પકવેલા મોટા ભાગના શાકભાજી માં રસાયણયુકત ખાતરો , ઝેરી જંતુનાશક દવાઓના અવશેષો કે ગટરના પાણીના ઝેરી ક્ષારો હોવાથી શકયતાઓ રહેલ છે. જેને લઇને આવા દૂષિત શાકભાજી ખાવાથી આપણા શરીરની તંદુરસ્તી ને લાંબે ગાળે વિપરીત અસર થાય છે જેથી આપણે આપણા ઘર આંગણે શાકભાજી ઉછેરવા જોઇએ .

ઘરે જ શાકભાજીઓ ક્યાં- ક્યાં રોપી શકાય –

ઘરની આજુબાજુ ખાલી પડેલી જમીનમાં –

આપના ઘરની આજુબાજુ અમુક એવી જગ્યા નજરે આવે કે જેનો ઉપયોગ આપણે શાકભાજીઓ રોપવામાં કરી શકીએ અને જો ત્યાની માટી ઠોસ હોઈ તો તેની ખોદાઈ કરી ખેતી જેવી બનાવી લો. ત્યારબાદ તેમાં નાના નાના ક્યારા બનાવી તમારી મનપસંદ સબ્જીઓ ઉગાડી શકો છો.

ગમલું અથવા પ્લાસ્ટિક ટ્રે માં –

ગમલામાં સબ્જી ઉગાડવા માટે તમારે વધારે જગ્યાની જરૂર નહી પડે, બાલ્કની અથવા એવી થોડી ખાલી જગ્યા જ્યાં ગમ્લું રાખી શકાય છે, જો આ ગમલું માટીનું હોઈ તો તે ઘણું સારું રહેશે.

ઘરની છત પર –

શાકભાજીઓ લગાવવા પહેલા છત પર એક  મોટી પ્લાસ્ટિક ચાદર પાથરી દેવી ત્યારબાદ ઈંટ અથવા લાકડીની પટ્ટીઓ થી ચાર દીવાલ બનાવી લો તેમાં માટી પાથરી દેવી અને પાણી ની નિકાસી પણ રાખવી.

ઘરમાં કઈ-કઈ સબ્જીઓ લગાવી શકો છો –

રવિ સીઝન શાકભાજી

રવિમાં શાકભાજીઓ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લગાવી શકો છો, જેમકે ડુંગળી, લસણ, મેથી, પાલખ, તાંદળજો, મૂળા, રીંગણ, કોબીજ, ફલાવર, બટાટા વગેરે

ખરીફ સીઝન શાકભાજી –

તેનો સમય જુન-જુલાઈ છે, આ સમયમાં ભીંડી, મર્ચી, લોબીયા,અરબી,ટમાટર, કારેલુંવગેરે શાકભાજીઓ લગાવી શકો છો.

શાકભાજી બગીચાના લાભ –

 • તાજા અને તંદુરસ્ત શાકભાજી ઈચ્છાનુસાર મેળવી શકાય છે.
 • પોતાને મન પસંદ શાકભાજી ઘર આંગણે ઉછેરી જરૂરિયાત પ્રમાણે નિયમિત ઉપયોગ કરી ઘર ખર્ચ બચાવી શકાય છે.
 • ઘર આંગણે તૈયાર કરેલ શાકભાજીમાં જંતુનાશક દવાઓના અવશેષ સિવાયના અને કુદરતી સેન્દ્રિય ખાતરોના ઉપયોગ કરી જરૂરિયાત પૂરી કરી શકાય છે.
 • ઘર આંગણાની આજુબાજુનુ વાતાવરણ શુદ્ધ અને ચોખ્ખું કરી શકાય છે.
 • આપણા ફાજલ સમયમાં બગીચામાં કાર્યરત બની શારીરિક વ્યાયામ મેળવી સ્વાસ્થય તંદુરસ્ત રાખી શકાય છે.
 • ઘર આંગણાના બાળકોને વિવિધ ફૂલ, છોડ, પાકની ઓળખ, ખેતી પદ્ધતિ અને ઉપયોગીતાની માહિતી પ્રત્યક્ષ મળી શકે છે.

શાકભાજીના બગીચામાં વાવેતર કરવા માટે ધ્યાનમાં દેવાની યોગ્ય વાતો 

 • હવામાન, ઋતુ અને વિસ્તાર પ્રમાણેના શાકભાજીના પાકની વાવેતર માટે પસંદગી કરવી.
 • ઘરઆંગણાની જગ્યાએ દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવો ખાસ આવશ્યક છે.
 • ઘરઆંગણાની જગ્યા અનુસાર ખરીફ, રવી અને ઉનાળુ શાકભાજીના પાકની પસંદગી કરવી હિતાવહ છે.
 • રીંગણી, મરચી, ટામેટી, કોબીજ, ફૂલાવર, ડુંગળી જેવા પાકને ધરુ ઉછેર કરી ક્યારામાં વાવવા જોઈએ.
 • ટીંડોળા, પરવળ જેવા પાક માટે આંગણાના ખૂણામાં મંડપ બનાવી એકાદ-બે થાણામાં રોપણી કરી ઉછેર કરવો.
 • વેલાવાળા શાકભાજીના પાકોને ઝાડ, અગાસી કે ફેન્સિંગની ધારે જરૂરિયાત મુજબ રોપણી કરી વેલા ચડાવવા.
 • છાંયાયુક્ત જગ્યામાં અળવી, ધાણા, મેથી, પાલખ, આદું જવા પાક લેવા જોઈએ.
 • કયારાનું આયોજન એવા પ્રકારે કરવું કે જેથી ખરીફ ઋતુના પાક પૂરા થયા બાદ રવી ઋતુના પાકની વાવણી કરી શકાય.
 • ઘરઆંગણાના ભાગમાં ખૂણામાં નાનો કમ્પોસ્ટ પીટ રાખવો, જેથી બાગનો કચરો, ઘાસ અને પાંદડાં નાખી શકાય અને કમ્પોસ્ટ તરીકે ઉપયોગ કરી શકાય.
 • આ ઉપરાંત વધુ જગ્યા તો ગાર્ડનમાં પપૈયા, મીઠી લીમડી, સરગવો, લીંબુ, કેળ જેવા પાકના એકાદ છોડનું પણ આયોજન થઈ શકે.
 • જરૂરિયાત મુજબ ખેડ, ખાતર, પાણી અને પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે.
 • બગીચામાં ખેતી કાર્ય માટે ઉપયોગી નાના સાધનો જેવા કે કોદાળી, દાતરડી, ખૂરપી, પંજેઠી, દવા છાંટવાનો પંપ રાખવા ખાસ આવશ્યક છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment