ગરમ પાણી સાથે લસણ ખાવા થી થાય છે ફાયદા, ઘણી સમસ્યાઓ દૂર થાય છે..

 

Image Source

લસણ ખાવુ એ આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા કારક છે. પરંતુ તેનો ઉપયોગ ગરમ પાણી સાથે કરવામાં આવે તો ઘણી બીમારીઓ થી બચી શકાય છે.

લસણ એક ખાધ્ય પદાર્થ છે કે જે નો ઉપયોગ દરરોજ ખાવામાં કરવાંમાં આવે છે. તેમજ શાક ના વઘાર માં કે દાળ ના વઘાર માં તેનો અવશ્ય ઉપયોગ થાય છે. લસણ ની અંદેર રહેલા વિભિન્ન પ્રકાર ના પૌષ્ટિક તત્વો ઘણી બીમારી સામે રક્ષણ આપે છે. લસણ નો ઉપયોગ ઘણાં પ્રકારે કરવામાં આવે છે. જો તેનો ગરમ પાણી સાથે ઉપયોગ કરવામાં આવે તો તેનો ઘણો ફાયદો થાય છે.

કબજિયાત દૂર થાય છે.

Image Source

જો તમે કબજિયાત થી હેરાન થાવ છો તો ગરમ પાણી સાથે લસણ ખાવા થી તેમા થી છુટકારો મળે છે. તે પાચન ક્રિયા ને જડપ થી કામ કરવા માટે પ્રેરિત કરે છે. જેથી તમે કબજિયાત થી રાહત મળે છે.

પૌરુષત્વ થાય છે મજબૂત

Image Source

પૌરુષત્વ શક્તિ ને મજબૂત કરવા માટે ગરમ પાણી સાથે લસણ નું સેવન કરવામાં આવે છે. ગરમ પાણી સાથે લસણ નું સેવન કરવા માં આવે તો શરીર ડિટોક્સિફાઇ થશે. અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ને બનાવા માં મદદ મળે છે.તેની સીધી અસર પૌરુષત્વ શક્તિ ને મજબૂત કરવામાં થશે.

હર્દયરોગ ની બીમારી થી મળશે છુટકારો

Image Source

લસણ માં કાર્ડિયોપ્રોટેક્ટિવે એક્ટિવિટી હોય છે. એટલે જ લસણ ખાવા થી હર્દય ને લગતી બીમારી થી બચી શકાય છે. આની સાથે જ જો તમે લસણ ગરમ પાણી સાથે લેશો તો તે બ્લડ સર્કુલેશન પણ જડપ થી કરે છે અને  હર્દયરોગ જેવી બીમારી થી બચાવે છે.

લસણ એન્ટી બેક્ટીરિયલ એન્ટિ વાયરલ થી ભરપૂર છે

Image Source

વરસાદ ની ઋતુ માં ગરમ પાણી સાથે લસણ અવશ્ય લેવું જોઈએ. આવું એની માટે પણ કરવું જોઈએ કારણકે ગરમ પાણી થી શરીર ને ઘણી બીમારીઓ ના ખતરા થી બચાવી શકાય છે. આની સાથે જ લસણ માં રહેલ એન્ટી બેક્ટીરિયલ એન્ટિ વાયરલ થી ચોમાસમા  થનાર ફ્લૂ , viral થી પણ બચી શકાય છે.

ડાયાબિટીસ નો ખતરો ટાળી શકાય છે.

Image Source

ડાયાબીટીસ ને કારણએ વ્યકતી ને જડપ થી બીજા રોગ ના સંક્રમણ આવી જાય છે. કારણકે ડાયાબીટીસ થાય પછી કોઈ પણ વ્યક્તિ ને રોગ પ્રતિકારક શક્તિ સ્વસ્થ વ્યક્તિ કરતાં ઓછી થઈ જાય છે. લસણ માં રહેલા એંટિ ડાયાબેટીક ગુણ હોવાં ના કારણએ ડાયાબેટીસ થી થનાર જોખમો થી બચી શકાય છે.

મગજ ની કાર્યશક્તિ વધારે છે.

Image Source

લસણ નું સેવન જો ગરમ પાણી સાથે કરવામાં આવે તો મગજ ની કાર્યશક્તિ ખૂબ જ તેજ થાય છે. જેનાથી મગજ નો સ્ટ્રેસ પણ દૂર  થાય છે અને  તમે કોઈ કામ એકાગ્રતા થી કરી શકો છો . ઉપરાંત લસણ ખાવા થી મેમરી પાવર પણ વધે છે. 2 અઠવાડિયા સુધી લસણ ખાવા થી થનાર ફાયદા ને તમે અનુભવી શકો છો.

ખાસ નોંધ : જો આપ કોઈ દવા લઈ રહ્યા છો અથવા તો કોઈ  કોઈ એલર્જી હોય આપ ને તો ઉપરોક્ત વસ્તુ કરતાં પેહલા ડોક્ટર ની સલાહ આવશ્યક છે 

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

 

Leave a Comment