કેવી રીતે બનાવી એક ભિખારી એ પોતાની કરોડો ની કંપની..

આ એક એવા માણસ ની વાત છે કે જેને પોતાની મહેનત અને લગન થી પોતે એક ભિખારી માંથી કરોડપતિ બની ગયો.

આપણે વાત કરી રહ્યા છીએ રેણુકા આરાધ્ય ની, જેમની ઉમર આશરે 50 વર્ષ ની થઈ ગઈ છે. તેમના જિંદગી ની શરૂઆત બંગ્લોર માં આવેલ અનેકાલ તાલુકા ના ગોપાસાંદ્ર ગામ થી થઈ. તેમના પિતા મંદિર ના પૂજારી હતા. જે પોતાનું ગુજરાન દાન-પુણ્ય માં મળેલા પૈસા થી કરતાં હતા. પણ દાન પુણ્ય થી તેમનું પોષણ થતું ન હતું એટલે તે નજીક ના ગામો માં જઈણે અન્ન ની ભિક્ષા માંગતા હતા. અને પછી તે અન્ન ને વેચી ને જે કઈ પૈસા આવતા તેના થી પરિવાર નું પાલન પોષણ કરતાં.

રેણુકા પણ ભિક્ષા માગવામાં પોતાના પિતા ની મદદ કરતાં હતા. પણ પરિસ્થિતિ એટલા હદ સુધી ની ખરાબ હતી કે પૂજારી હોવા છતાં તેઓ લોકો ના ઘરે જઈ ને નોકર નું કામ કરતાં હતા.

Image Source

રેણુકા ના પિતા એ તેમને ચીકપેટ ના આશ્રમ માં મૂકી દીધા. જ્યાં તેમને વેદ અને સંસ્કૃત શીખવું પડતું હતું. ફક્ત બે જ ટાઇમ ભોજન મળતું હતું. એક સવારે 8 વાગે અને બીજું રાતે 8 વાગે. એટલે તેઓ ભૂખ્યા જ રહી જતા હતા અને ભણવામાં ધ્યાન ન આપી શક્યા. પેટ ભરવા માટે તે પૂજા, સમારોહ, લગ્ન માં જતા હતા, જેના માટે એમને એમના seniors ના કામો પણ કરવા પડતાં હતા. પરિણામ સ્વરૂપ તેઓ 10 ધોરણ માં નાપાસ થયા.

પિતા ના મૃત્યુ પછી માંતા અને બહેન ની જવાબદારી તેમના પર આવી ગઈ. પણ તેમણે તે બતાવી દીધું કે મુસીબત ના સમય માં તેમણે પરિસ્થિઓ નો સામનો કર્યો.

અને તેઓ નીકળી પડ્યા આજીવિકા કમાવા માટે લાંબી મુસાફરી પર, જ્યાં તેમને ઘણી મુસીબતો નો સામનો કર્યો.

આ રીતે તેમને ખબર નહીં કેવા કેવા કામ કરવા પડ્યા હતા. પ્લાસ્ટિક બનાવતા કારખાના માં એક મજૂર તરીકે,ફક્ત 600 રૂપિયા માટે security guard તરીકે, 15 રૂપિયા પ્રતિ નારિયેળ ના જાડ પર થી નારિયેળ ઉતારવા વગેરે.

તેઓ મહેનત માં ક્યારેય પાછા ન હતા પડ્યા. એટલે જ તેમણે કેટલીક વાર જાતે કઈક કામ કરે તેવું પણ વિચાર્યું. તેમણે ઘરે ઘરે જઈને બેગ અને સૂટકેસ ના કવર સિવવા નું કામ ચાલુ કર્યું. જેમાં તેમણે 30000 નું નુકશાન થયું.

પછી તેમણે બધુ જ છોડી ને ડ્રાઇવર ની નોકરી કરી. પણ તેમની પાસે ડ્રાઇવિંગ શિખવાના પણ પૈસા ન હતા એટલે તેમણે લગ્ન ની વીટી ને ગીરવે મૂકી ને ડ્રાઇવિંગ શીખ્યું.

ત્યારબાદ તેમને લાગ્યું કે હવે બધુ સારું થઈ ગયું છે. પણ ત્યારે તેમને બીજો જાટકો લાગ્યો જ્યારે તેમની ડ્રાઇવર ની નોકરી પણ છૂટી ગઈ. પણ એક સજ્જને તેમને મોકો આપ્યો અને ગાડી ચાલવા આપી ત્યારે રેણુકા એ વગર પૈસા થી કામ કર્યું. જેથી એ પોતાને સાબિત કરી શકે. તેઓ દિવસભર કામ કરતાં અને રાતે ગાડી ચાલવાનો અભ્યાસ કરતાં. તેમણે નક્કી કર્યું કે જે પણ થાય એ તેઓ સિક્યોરિટી guard નું કામ નહીં કરે. અને એક સારા ડ્રાઇવર બનશે.

Image Source

તેઓ હમેશા પોતાના યાત્રી ઑ નું ધ્યાન રાખતા જેથી યાત્રી ને તેમની પર વિશ્વાસ આવી જાય. ક્યારેક તેઓ લાશ ને પણ મુરદાઘર સુધી પહોંચાડતા હતા. તેના પર થી તેમને એ શીખ મળી કે જીવન અને મૃત્યુ વચ્ચે ની મુસાફરી ખૂબ લાંબી છે. જીવન માં જો સફળ થવું હોય તો એક પણ મોકો જવા ન દેવો.

પહેલા તો તેઓ એક ટ્રાવેલ કંપની માં 4 વર્ષ સુધી કામ કર્યું પછી તે કંપની છોડી ને  બીજી ટ્રાવેલ કંપની માં કામ કરવા લાગ્યા. ત્યાં તેમને વિદેશ યાત્રા પણ કરવા મળી. વિદેશી યાત્રી થી તેમણે ડોલર માં ટીપ મળતી. આમ જ ટીપ મળતા મળતા અને પત્ની ના pf ના પૈસા થી તેમણે ‘સીટી સફારી નામની’ એક કંપની  ખોલી. આ કંપની ના તેઓ મેનેજર બન્યા. ત્યારબાદ તેમણે ઇન્ડિકા ગાડી લોન પર લીધી. ત્યારબાદ એક જ વર્ષ માં બીજી પણ ગાડી લીધી.

કહેવાય છે કે કિસ્મત પણ હિંમતવાળા નો સાથ આપે છે. જ્યારે તેમને ખબર પડી કે ‘ઇંડિયન સિટી ટેક્સી’ એક કંપની વેચવાની છે. 2006 ની સાલ માં તેમણે 6,50,000 માં તે કંપની ખરીદી. જેના માટે તેમણે તેમની બધી કાર ને વેચી દીધી. તેમના શબ્દો માં,

મે મારા જીવન નું સૌથી મોટું જોખમ લીધું છે, પણ આજે આ જોખમ મને કયાથી કયા લઈ આવ્યું છે.

Image Source

તેમણે એ કંપની નું નામ બદલી ને ‘પ્રવાસી કૅબસ’ રાખ્યું. ત્યારબાદ તેઓ સફળતા તરફ વધવા લાગ્યા. સૌથી પહેલા તો ‘amaze ઈન્ડિયા’ એ પ્રમોશન માટે રેણુકા ની કંપની ને પસંદ કરી. ધીમે ધીમે તેમના ઘણા નામી ગ્રાહક થતાં ગયા જેમ કે,વાલમાર્ટ, અકામાઈ, જનરલ મોટર્સ વગેરે.

તેમનો આ બિજનેસ એટલો પૂર જોશ માં ચાલ્યો કે આજે તેમની પાસે 1000 થી વધુ ગાડીઓ છે.

આજે તેઓ 3 startup ના માલિક છે. અને 3 વર્ષ માં તેઓ 100 કરોડ સુધી પહોંચઈ જશે તેવી આશા છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *