અજમેર શરીફ દરગાહ જતા પહેલા જાણી લો આ 10 જરૂરી વાતો, તમારી ટ્રીપ થઈ જશે આસાન 

Image Source

અજમેર શરીફ આમ તો મુસલમાન ધર્મ માનતા લોકો માટેનું તીર્થસ્થળ છે, પરંતુ રાજસ્થાનમાં ઉપસ્થિત અજમેર શરીફ દરગાહ ની માન્યતા આખા દુનિયામાં ખૂબ જ છે. તમને અહીં દરેક ધર્મના લોકો જોવા મળશે. જે ખૂબ જ પૂરી શ્રદ્ધાથી અહીં માથું ટેકવવા માટે આવે છે. અહીં ખ્વાજા ગરીબ નવાજની મદાર છે આ મદાર ઉપર સામાન્ય માણસ તો માથું ટેકવા માટે આવે જ છે પરંતુ તેની સાથે જ બોલિવૂડના ઘણા બધા સેલિબ્રિટીઝ થી લઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીં આવેલ છે. કહેવામાં આવે છે કે આ દરગાહ પર જે એક વખત પોતાની ઈચ્છા માંગે છે તે ક્યારેય ખાલી હાથ પાછું જતું નથી, અને આ વાત કેટલી સાચી છે તે બાબત પણ નહીં પરંતુ તમે અજમેર શરીફ જઈ રહ્યા છો તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જણાવીશું.

ક્યારે જવું દરગાહ

અજમેરમા ઉર્સ પર્વ સૌથી મુખ્ય હોય છે. અને આ દરમિયાન અહીં મેળો લાગે છે અને ઘણા બધા અલગ અલગ પ્રકારના કાર્યક્રમ પણ થાય છે. જો તમને ભીડભાડથી કોઈ તકલીફ નથી તો તમે ઉર્સ દરમિયાન અજમેર જઈ શકો છો.આ ઉર્સ ઇસ્લામના કેલેન્ડર અનુસાર રજબમાહ ની પહેલીથી છઠ્ઠી તારીખ સુધી મનાવવામાં આવે છે. જો તમે અજમેરમાં ઉર્સ દરમિયાન ત્યાં જઈ રહ્યા છો તો તમારી ટિકિટ પહેલેથી જ બુક કરાવી લેવી કારણ કે આ સમયે અજમેર જતી દરેક ટ્રેન અને ફ્લાઇટ લગભગ ફૂલ રહે છે. અને એટલું જ નહીં  જો તમે દિલ્હી થી અજમેર ની સફર કરી રહ્યા છો તો દિલ્હી અજમેર શતાબ્દી થી તમે બુકિંગ કરાવી શકો છો કારણ કે આ ટ્રેન સવારે છ વાગે જાય છે અને એક વાગે તમને અજમેર ઉતારે છે.

દરગાહના નિયમ

દરગાહ નો સૌથી પહેલો નિયમ એ છે કે તમે ત્યાં માથું ખુલ્લું રાખીને જઈ શકતા નથી અને તમે વેસ્ટન કપડા માં દરગાહની અંદર પ્રવેશી શકતા નથી, એટલું જ નહીં તમે દરગાહ જઈ રહ્યા છો તો ધ્યાન રાખો કે સાડી અથવા તો ડ્રેસ પહેરીને જાવ,કારણ કે દરગાહમાં તમારે માથું ઢાંકવાનું હશે તેની માટે તમારે કપડા ની જરૂર પડશે. દરગાહ નો બીજો નિયમ એ છે કે તમે હાથ પગ સાફ કર્યા વગર દરગાહમાં પ્રવેશ કરી શકતા નથી. તેની માટે તમારે દરગાહમાં ઉપસ્થિત જહાલરા માં હાથ અને પગ સાફ કરીને જવાનું હોય છે. આ જહાલરા ખ્વાજા જી ના સમયથી છે અને દરગાહના પવિત્ર કામોમાં તેમના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

राजस्थान के इस शहर में हैं खाना बनाने के सबसे बड़े बर्तन, एक बार में बनता है 6 हजार से ज्यादा लोगों का भोजन | Deg Of Ajmer Sharif Dargah- Weird Story |

Image Source

દરગાહની અંદર શું શું જોવું

 અજમેરમાં નિઝામ સિક્કા નામનો એક સાધારણ વ્યક્તિ પાણી ભરવા વાળાએ મુગલ બાદશાહ હુમાયુને એક વખત ડૂબવાથી બચાવ્યા હતા અને તેમના મૃત્યુ બાદ હુમાયુએ તેમના મકબરાને પણ દરગાહની અંદર જ બનાવી દીધો હતો તમે આ મકબરાને જરૂરથી જોવા માટે જજો એટલું જ નહીં દરગાહની અંદર બે મોટી કઢાઈ છે અને આ કઢાઈ માં રાતના સમયે બિરિયાની બનાવવામાં આવે છે અને સવારે તેને પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવે છે. આ બંને કઢાઈ મોગલ બાદશાહ અકબર અને જહાંગીરે બનાવી હતી દરગાહની અંદર શાહજહા ની મસ્જિદ મોગલ વાસ્તુકળાનો ખૂબ જ સુંદર નમુનો છે. તેના ગુંબજમાં અલ્લાહના નવ્વાણું પવિત્ર નામોને 33 સુંદર છંદમાં લખવામાં આવ્યું છે. અજમેર શરીફ દરગાહ ની અંદર બનેલી અકબર મસ્જિદ અકબરે ત્યારે બનાવડાવી હતી જ્યારે જહાંગીર નો જન્મ થયો હતો આજે અહીં મુસ્લિમ ધર્મ ના બાળકોને કુરાનની તાલીમ આપવામાં આવે છે.

Ajmer Sharif Dargah

Image Source

આ વાતોનું રાખો ધ્યાન

હિન્દુ ધર્મમાં તીર્થસ્થાન ઉપર ધર્મના નામ પર જગ્યાએ જગ્યાએ પૈસા લેવામાં આવે છે તેવી જ રીતે અજમેર શરીફમાં પણ એવું જ કંઈક થાય છે. જો તમને કોઈ એવું કહે કે તમારે દરગાહના દર્શન આસાનીથી કરવા છે તો તે કરાવી દેશે તમારે ભીડનો સામનો કરવો પડશે નહીં તો તેમની વાતોમાં બિલકુલ આવવું જોઈએ નહીં,કારણ કે દરગાહમાં લગભગ ગુરુવારે અને શુક્રવારે છોડીને કોઈપણ વ્યક્તિ ત્યાં જાય છે ત્યારે વધુ ભીડ હોતી નથી. બની શકે કે તમે રવિવારના દિવસે દરગાહ જાઓ અને આ દિવસે પણ અહીં ઓછી ભીડ હોય છે. દરગાહ જવાના બે રસ્તા છે એક ગેટ નંબર 4 અને બીજો ગેટ નંબર 2. ગેટ નંબર 2 થી દરગાહ ની એન્ટ્રી થોડી આસાન છે કારણ કે ગેટ નંબર બે સુધી લોકલ લોકો જાય છે તેથી અહીં ભીડ હોતી નથી ત્યાં જ તમે ગેટ નંબર 4 થી જશો તો તમને ત્યાં ભીડ મળશે કારણ કે તમારે ત્યાં થોડું વધુ ચાલવું પણ પડશે. ગેટ નંબર 4 દરગાહ નો મુખ્ય પ્રવેશદ્વાર છે.

Image Source

અજમેર ની આસપાસ ફરવા ના સ્થળ

પુષ્કર

જ્યાં અજમેર મુસ્લિમ લોકો માટેનું તીર્થસ્થળ છે ત્યાં જ પુષ્કર હિન્દુ લોકોનો તીર્થસ્થળ છે. અહીં ભગવાન બ્રહ્માનું મંદિર છે.આ મંદિરની ખાસ વાત એ છે કે દુનિયામાં બ્રહ્માજીનું એક જ મંદિર છે. અને તે મંદિર પુષ્કરમાં છે એટલું જ નહીં જો તમારે શોપિંગ કરવી છે તો પુષ્કરના માર્કેટથી ઘણી બધી રાજસ્થાની શોપિંગ કરી શકો છો.

કિશન ગઢ

જો તમે આર્ટ લવર છો તો તમારે એક વખત જરૂર થી કિશનગઢ જરૂર જવું જોઈએ. ત્યાં તમને રાજસ્થાનના પોપ્યુલર આર્ટ ‘બની ઠની’ જોવા મળશે, તેની સાથે જ અહીં નવ ગ્રહના મંદિર પણ જોઈ શકો છો.તમને જણાવી દઈએ કે સંપૂર્ણ વિશ્વમાં માત્ર કિશનગઢમાં જ તમને નવગ્રહ નું મંદિર જોવા મળશે.

જયપુર

જયપુર એ રાજસ્થાન ની રાજધાની છે. અને ઘણા બધા કારણો જેના લીધે લોકો અહીં ફરવા આવે છે.અહી તમે ઇતિહાસ કલ્ચર અને શોપિંગ દરેક વસ્તુ ની મજા લઈ શકો છો. અહીં તમે રાજસ્થાની ભોજનનો આનંદ પણ માણી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment