બીટરૂટ- પુરુષોને લગતી દરેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ

લગભગ તો બધા જ બીટનો ઉપયોગ સલાડ તરીકે અથવા જ્યુસ બનાવીને કરતા હોઈ છે. પરંતુ બીટરૂટનો સ્વાદ ખુબ ઓછા લોકોને પસંદ હોય છે. બીટ એ હિમોગ્લોબિનનો સારામાં સારો નેચરલ સોર્સ છે, જે લોકો રેગ્યુલર બીટ ખાય છે તેમને હિમોગ્લોબિનનો પ્રોબ્લેમ રહેતો નથી તેથી જ ડોક્ટર્સ પણ બીટ-રુટ ખાવાનું સજેસ્ટ કરે છે. આ સિવાય બીટમાંથી ફાઇબર્સ, વિટામિન્સ, અને આયરન પણ મળે છે.

image source

બીટ રૂટ ખાવાથી પાચન શક્તિ સારી રહે છે કારણ કે તેમાં બહોળા પ્રમાણમાં ફાઈબર રહેલા હોય છે. આ ઉપરાંત પુરુષોને યૌન સમસ્યામાં પણ મદદગાર નીવડે છે. પુરુષોમાં જો ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા નિયમિત રીતે થતી હોય તો તેના માટે હાઈ બ્લડપ્રેશર જવાબદાર છે. જેમાં બીટરૂટ ખાવાથી ફાયદો થાય છે.

image source

વર્ષ 2014માં થયેલા એક અભ્યાસ પ્રમાણે રોજ એક કપ બીટરૂટનું જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર ઓછું રહે છે. નિયમિત રીતે બીટનું જ્યુસ પીવાથી બ્લડ પ્રેશરમાં ફાયદો થાય છે. એનિમિયાના દરદીઓના શરીરમાં હિમોગ્લોબિન બનવાનું ઘટી જતું હોય છે. ત્યારે બીટરૂટમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં હિમોગ્લોબીન વધારવામાં મદદ કરે છે. એનીમિયાના દર્દીઓને નસોમાં ઓક્સિજનનો સંચાર ઘટી જતું હોય છે જેના કારણે થાક,શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે.

image source

સગર્ભા સ્ત્રી માટે બીટરૂટનું સેવન ઘણું બધું ફાયદાકારક ગણવામાં આવે છે તેની અંદર અનેક પોષક તત્વો રહેલા હોય છે જેના કારણે મહિલાના ગર્ભમાં ઉછરી રહેલા શિશુનો સર્વાંગી વિકાસ કરવા માટે મદદગાર નીવડે છે. ફોલિક એસિડનો મહત્વપૂર્ણ સ્ત્રોત એટલે બીટરૂટ. ગર્ભસ્થ શિશુના વિકાસ માટે આ તત્વ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સગર્ભા સ્ત્રી દ્વારા રોજિંદા જીવનમાં બીટરૂટનુ સેવન કરવામાં આવે તો બાળકના મસ્તિષ્કનો વિકાસ યથાયોગ્ય રીતે થાય છે, તેની સાથે બાળકની અંદર ટીશ્યુનું પણ નિર્માણ પણ ઝડપથી થતું હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *