વાળના મૂળ અને ત્વચા પર લગાવો નાળિયેર પાણી, આ 3 રીતનો ઉપયોગ કરીને કરો તમારી સુંદરતામાં વધારો

નારિયેળ પાણી ફકત સ્વાસ્થ્ય માટે નહિ પરંતુ સુંદરતા નિખારવા માટે પણ ખૂબ અસરકારક છે. તમે દરરોજ આ પાણીને પીને, તમારા વાળમાં લગાવીને અને તમારી ત્વચા પર મસાજ કરી તેનાથી તમારી સુંદરતામાં સુધારો કરી શકો છો. વિશ્વાસ કરો તમે થોડાજ દિવસોમાં ચમકવા લાગશો.

beauty-benefits-of-coconut-water

Image Source

તમને તે જાણીને આશ્ચર્ય થશે કે નારિયેળ પાણી ત્વચા અને વાળ પર લગાવવાથી પણ લાભ થાય છે. પરંતુ તે સાચું છે કે નારિયેળ પાણી કોઈ કુદરતી લોશનની જેમ તમારી ત્વચા પર કામ કરે છે તો નેચરલ હેર ઓઈલ ની રીતે તમારા વાળને તેજસ્વી પણ કરે છે. જ્યારે ઊનાળાની ઋતુમાં દરરોજ નારિયેળ પાણી પીવાથી તમારી ત્વચા ચમકતી રહે છે. તો ચાલો અહી જાણીએ કે સુંદરતા વધારવા માટે નારિયેળ પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો.

વાળ પર આ રીતે નારિયેળનું પાણી લગાવો -:

beauty-benefits-of-coconut-water-2

Image Source

હેર ઓઈલની સરખામણીમાં નારિયેળ પાણી ખૂબ વધારે હલકું હોય છે. તેની આ ખૂબીને કારણે તે વાળના મૂળમાં તરત જ શોષાય જાય છે. તેનાથી માથાની ત્વચા કોમળ અને મુલાયમ બને છે. સાથેજ વાળને પૂરું પોષણ પણ મળે છે.

નારિયેળ પાણીને વાટકીમાં લઈને તમે રુની મદદથી તમારા વાળના મૂળમાં લગાવો. થોડીવાર માટે વાળને ખુલ્લા રેહવા દો અને પછી બાંધી લો. તડકામાં જતા પેહલા આ રીત અજમાવવાથી તમારા વાળ સૂર્યના નુકશાનથી સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે.

શેમ્પૂ કર્યા પેહલા આ રીતે નારિયેળ પાણી લગાવો -:

coconut-water-for-thick-and-long-hair

Image Source

વાળમાં નારિયેળ પાણી લગાવવા માટે તમે તાજા નારિયેળનો ઉપયોગ કરો. નારિયેળને કાપી તેનું પાણી વાટકીમાં લઈ લો. વાળમાં લગાવવા માટે તમારે ૫ થી ૬ ચમચી નારિયેળ પાણીની જરૂર પડશે.

હવે આ નારિયેળ પાણીમાં એક ચમચી ગુલાબજળ ઉમેરો. આ મિશ્રણને આંગળીઓની મદદથી વાળના મૂળમાં તેવી રીતે લગાવો જેમ તેલ લગાવીએ. ત્યારબાદ હળવા હાથે વાળમાં મસાજ કરો.

હળવું મસાજ કરવાથી તે પાણી વાળના મૂળમાં સરળતાથી પહોંચી શકશે. આ પાણી સ્ટિકી હોતું નથી તેથી તમારા વાળમાં કોઈ પ્રકારની સ્ટિકીનેશ થશે નહિ અને વાળ પણ ખરશે નહિ.

ત્વચા પર નારિયેળ પાણી લગાવવાની રીત -:

coconut-water-for-thick-and-long-hair-1

Image Source

નારિયેળ પાણીથી ફક્ત તમારા ચેહરા અને ગળાની જ નહીં  પરંતુ તમે ઇચ્છો તો તમારા સંપૂર્ણ શરીરનું  મસાજ કરી શકો છો. તેના માટે તમારે આ વસ્તુઓની જરૂર પડશે.

  • ૫ થી ૬ ચમચી નારિયેળ પાણી
  • ૧ ચમચી ગુલાબજળ
  • ૧ ચમચી દૂધ
  • ૧ ચમચી ચોખાનો લોટ

આ બધી વસ્તુઓને ઉમેરી એક પેસ્ટ તૈયાર કરો અને તેને તમારા સંપૂર્ણ શરીર પર લગાવો. લગાવવાની  સાથેજ ત્વચા પર હળવા હાથથી મસાજ કરતા રહો. તેનાથી તે તમારી ત્વચામાં જડપથી ઓગળી જશે અને ચોખાના લોટની મદદથી ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં સફળ રહેશો.

એટલે આ મિશ્રણ તમારી ત્વચા પર સીરમ અને સ્ક્રબ બંને રીતે કામ કરશે. એક વારમાં  ત્વચાની સફાઈ પણ થશે અને પૂરું પોષણ પણ મળશે. પરંતુ તે વાતનું ધ્યાન રાખો કે તેનો ઉપયોગ કર્યા પછી ઓછામાં ઓછી ૨૦ મિનિટ પછી નહાવું અને નહાતી વખતે સાબુનો ઉપયોગ કરવો નહીં. તેના બદલે સૂકા ચણાના લોટથી નહાવું.

ડેન્ડ્રફને દુર કરી વાળને મુલાયમ બનાવે –

coconut-water-for-thick-and-long-hair-supple

Image Source

નારિયેળનું પાણી માથાની ત્વચા પર એક કુદરતી મોઈશ્ચરાઈઝર રુપે કામ કરે છે. તે માથાના સ્નાયુઓને ભેજ આપીને તેનું સમારકામ  કરે છે. તેનાથી માથામાં ડેન્ડ્રફ ની સમસ્યાથી છુટકારો મળે છે.

જો તમારા માથામાં ખંજવાળની સમસ્યા થાય ત્યારે પણ તમે આ પાણીને વાળના મૂળમાં લગાવીને મસાજ કરો. તેનાથી માથાની ખંજવાળ દુર થઈ જશે. જો તમે ઈચ્છો તો નારિયેળ પાણીને માથામાં લગાવ્યાના ૧ કલાક પછી શેમ્પૂ કરી શકો છો. નહિતર રાત્રે તેને વાળમાં લગાવી અને સવારે શેમ્પૂ કરી લો.

તમને જણાવી દઇએ કે જો તમે નિયમિત રૂપે વાળમાં નારિયેળ પાણી લગાવો છો તો તમારા વાળ મુલાયમ અને ચમકદાર બને છે. અઠવાડિયામાં ૩ વખત વાળમાં આ પાણી લગાવવું પૂરતું હોય છે.

નારિયેળ પાણી પીવાથી ચેહરો ખીલી ઊઠે છે -:

coconut-water-for-thick-for-face

Image Source

નારિયેળ પાણીનું સેવન કરવાથી પણ ખૂબ વધારે ફાયદા મળે છે. તે પાચનને શ્રેષ્ઠ બનાવીને પણ તમને સુંદર વાળ અને સુંદર ત્વચા મેળવવામાં મદદ કરે છે. તેથી તમે આ પાણીને ઈચ્છો તો પીઓ અથવા તો ત્વચા અને વાળ પર લગાવો, તમને દરેક રીતે ફાયદો મળશે. નારિયેળ પાણીમાં ઘણી માત્રામાં પોષક તત્વ જોવા મળે છે, જે તમારા શરીરને અંદરથી પોષણ આપી તમારી સુંદરતા વધારવામાં મદદ કરે છે.

  • આયર્ન
  • મિનરલ્સ
  • વિટામિન

કુદરતી મોઇશ્ચર જેવી ખૂબીઓ તમારા શરીરને નારિયેળ પાણીના સેવનથી પ્રાપ્ત થાય છે. જો તમે નિયમિત રૂપે નારિયેળ પાણીનું સેવન કરશો તો તમારા આંતરડા સ્વસ્થ રહેશે અને તમે ખાધેલા ભોજનનું પાચન સરખું થશે. તેનાથી પણ તમારી સુંદરતામાં વધારો થશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *