આ વળી શું? આ દેશમાં સૂર્ય ડૂબતો જ નથી – ચોવીસ કલાક તડકો જ હોય – આવા છે અહીંનાં માણસો

આજની માહિતી યુરોપીયન દેશ “નોર્વે” વિશેની છે. મિત્રો, નોર્વેને યુરોપનું સૌથી સુંદર, ધનિક તેમજ સુખી દેશ માનવામાં આવે છે. ખાસ તો નોર્વેની ખુબસુરતી એટલી જબરદસ્ત છે કે, અહીંથી ઘરે રીટર્ન આવવાનું મન ન થાય. નોર્વે યુરોપનો બીજા નંબરનો અને દુનિયાનો સાતમાં નંબરનો સમૃદ્ધ દેશ છે.

નોર્વે યુરોપ મહાદ્વીપમાં સ્થિત એક દેશ છે. જે સમગ્ર રીતે ઉતરી ગોળાર્ધમાં છે. એટલે કે નોર્થ પોલમાં આવે છે. એમ ઉતરી ગોળાર્ધનો ભાગ સૂર્યની તરફ ઝુકેલ છે. તેથી અહીં વર્ષમાં મે મહિનાથી જુલાઈ મહિના સુધીનાં લગભગ ૭૬ દિવસ સીધી સૂર્ય ડૂબતો નથી. ત્યારે અહીં દિવસનાં ચોવીસ કલાક સૂર્યને જોઈ શકાય છે.

નોર્વેને એ દેશમાં ગણવામાં આવે છે, જ્યાંના લોકોની રહેણીકરણી અને લાઈફસ્ટાઈલ સૌથી સારી છે. દુનિયાનો ૧૧માં નંબરનો દેશ છે. જેમાં શાંતિપ્રિય અને ખુશહાલ દેશની યાદીમાં સમાવેશ થાય છે. અહીં અપરાધ થવાની માત્રા ૪ ટકાથી પણ ઓછી છે અને હજુ એ માત્રાના દરમાં ઘટાડો આવે છે.

નોર્વેની જેલને પણ દુનિયાની આહલાદક જેલ ગણવામાં આવે છે. અહીં કેદીને ક્યારેય મોતની સજા કે ફાંસીની સજા આપવામાં આવતી નથી. ઉપરાંત કેદીને લક્ઝરી રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે અને સાથે ઇન્ટરનેટની સુવિધા પણ આપવામાં આવે છે.

આવી તો એક નહીં અનેક ખૂબી છે – “નોર્વે” દેશની. આ દેશની યાદી સૌથી ઉપર જ હોય છે. જેમાં માણસોની પણ ગણતરી આવી જાય!!. અહીંનાં માણસો પશુ-પક્ષીને વધારે પસંદ કરે છે. અબોલ સજીવ પ્રત્યે વધુ લાગણીશીલ સ્વભાવ જ નોર્વેની ભલાઈ દર્શાવે છે.

અહીંની નદી વિશાળ ક્ષેત્રફળ ધરાવે છે. સાથે નદીની અંદર બનતી લીલની પણ ખુબસુરત જોવા મળે છે. જેને કારણે નદી અતિ સુંદર લાગે છે. જો નદીનો કોઈ વિમાન કે હેલિકોપ્ટરમાંથી વિડીયો લેવામાં આવે તો સૌથી બેમિસાલ નજારો જોવા મળે.

કુદરતે અખૂટ ભરીભરીને ખુબસુરતી બક્ષી છે. નોર્વે શહેરની વાતો જાણતા અંદાજ આવી જાય કે કેવી ખુબસુરતી હશે! તો વિદેશ ફરવાનાં શોખીન માટે લીસ્ટમાં એક નવું નામ – “નોર્વે” નું ઉમેરાયું. આવી જ ખુબસુરતીનાં બીજા આર્ટીકલ “ફક્ત ગુજરાતી” પેઇઝ પર મળતા રહેશે. એ માટે આ પેઈઝ્ને અત્યારે જ લાઇક કરો.

આવી જ માહિતીનો ખજાનો – ફક્ત ગુજરાતીની લેખક ટીમે ખૂણે ખાચરેથી લાવતા રહે છે. તો થોડી વાહ…વાહ… તમારે કરવી જોઇએ હો..! સારૂં ચાલો, અમે ફિલહાલ અત્યારે રજા લઈએ છીએ પણ તમે આ “ફક્ત ગુજરાતી” ના પેજને લાઇક કરવાનું ભૂલતા નહીં.

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

#Author : Ravi Gohel

 

Leave a Comment