ગરમીના દિવસોમાં તમને રહેવા માટે બરફનું ઠંડુ ઘર મળી જાય તો? અંદર હોય છે આવી સુવિધાઓ..

આપણે સામાન્ય ઘરમાં રહેતા હોઈએ છીએ. પણ શું તમે બરફથી બનેલા ઘરમાં રહેવાનો અનુભવ કર્યો છે? નહીં ને..? તો ચાલો જાણીએ બરફના ઘરમાં રહેવાનો અનુભવ કેવો હોય છે? આ આર્ટીકલને અંત સુધી વાંચવાનો ભૂલતા નહીં.

બરફના ઘરને ઉગ્લુ કહેવામાં આવે છે. જુઓ, તસવીરો એટલે તમને ખબર પડે કે, ઇગ્લુની ડીઝાઇન કેવી હોય. ટુરીસ્ટ વર્ષમાં એકવાર આ બરફના ઘરમાં રહેવાનો આનંદ ઉઠાવે છે. ન્યુ યર અથવા ક્રિસમસની રજાઓના બરફના ઘરમાં રહેવાનો આંનદ વધુ આવે છે. ચાલો, વધુમાં બરફની ઘરમાં રહેવાનો અનુભવ પણ જાણી લઈએ અને ઇગ્લુની ખાસિયત પણ જાણી લઈએ.

અહીં પોસ્ટ કરેલ તસવીરો અલ્યેઇગ્લુની હોટલની છે. જે ઓસ્ટ્રિયામાં હોચબ્રિક્સેન સ્થિત એક ગામ અલ્યેઇગ્લુની છે. આ ગામમાં રેસ્ટોરન્ટ પણ છે. અહીં ગરમી મળે તેવા ડ્રીન્કસને ફ્રીમાં આપવામાં આવે છે. ફિનલેન્ડમાં ઇગ્લુનો વ્યવસાય સારો ચાલ્યો છે. પહેલા ઇગ્લુમાં ક્યારેક આદિવાસી લોકો જ રહેતા હતા. અહીં ઇગ્લુની તસવીરો પોસ્ટ કરે છે. જુઓ, રાતના સમયમાં કંઈક આવું દેખાય છે.

બરફના બનાવેલા આ ઇગ્લુમાં બે બેડ, ટોયલેટ અને બાથની સુવિધા ઉપલબ્ધ હોય છે. ઇગ્લુની અંદર બાથટબ પણ હોય છે. જેમાં વિશાળ બાથટબમાં ચાર-પાંચ વ્યક્તિઓ એકસાથે બાથની મજા માણી શકે છે. સાથે ઇગ્લુમાં મીણબતીની માહોલ બનાવવામાં આવે છે. બરફની મૌસમમાં એટલે કે શિયાળાની ઠંડીની મૌસમમાં ઉગ્લુ તૈયાર કરવામાં આવે છે. ત્યારે બરફનું પ્રમાણ વધુ હોય છે. તાપમાન નીચું હોવાને કારણે ઇગ્લુનો આકાર બરાબર જળવાય રહે છે.

હવે, ઇગ્લુમાં રહીને રજાના દિવસો આરામથી પસાર કરવાનો ક્રેઝ આવ્યો છે ત્યારે વેકેશન અને રજાના દિવસોમાં ઇગ્લુમાં ફેમેલી કે ફ્રેન્ડસ સાથે સમય વિતાવતા માટે બેસ્ટ લોકેશન છે. અહીં અંદરનું વાતાવરણ ગરમ રહે એવી સુવિધા સેટ કરવામાં આવે છે જેથી રાહત અનુભવાય. હવે તો ઉગ્લુની બુકિંગ સીસ્ટમ શરૂ થઇ ગઈ છે. અગાઉથી જ હોટેલની જેમ બરફના ઘર ઇગ્લુને બુકિંગ કરવાની રાખવા પડે નહીંતર જગ્યા મળવી મુશ્કેલ બની જાય છે.

ફાઈવ સ્ટાર હોટેલને છોડીને લોકો ઠંડીના દિવસોમાં અહીં રહેવા માટે આવે છે. ગમે રે હોય પણ અહીંના લોકોએ ઉગ્લુમાં રહેવાની મજા બહુ આવે છે પરિણામે ક્રિસમસ દરમિયાન લોકોની ભીડ જામે છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *