પેટ્રોલની ચોરી કેવી રીતે થાય છે? પેટ્રોલ-ડીઝલ ભરાવતા સમયે ખાસ સાવધાન રહો આ બાબતથી…

શું તમે જાણો છો કેવી રીતે પેટ્રોલ – ડીઝલ ચોરી કરવામાં આવે છે. ભલે તમે ગમે તેટલા ચાલક અને હોશિયાર હોય તો પણ ફયુલ પંપ પર પેટ્રોલ-ડીઝલ ચોરીને અંજામ આપવામાં આવે છે. ઘણા વ્યક્તિઓને પંપ પર કેવી રીતે પેટ્રોલ-ડીઝલ ચોરી થાય છે એ પણ ખબર નથી. તો આજનો આર્ટિકલ આપની જાગરૂકતા માટે :

શું તમે જાણો છો પેટ્રોલ પંપવાળા પેટ્રોલ-ડીઝલની ચોરી કેવી રીતે કરે છે અને આપણે કેવી રીતે આ ચોરીથી બચી શકી છીએ? જો જવાબ હોય ‘ના’ તો આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચવો ખુબ જરૂરી છે. આ આર્ટીકલને તમે મિત્રો સાથે પણ શેયર કરજો જેનાથી સૌ કોઈને માહિતીગાર કરાવી શકાય.

મિત્રો, આપણે સૌ મોટેભાગે પેટ્રોલ કે ડીઝલ રાઉન્ડ ફિગરના આંકડામાં ભરાવતા હોઈએ છીએ એટલે કે 100 રૂપિયા, 500 રૂપિયા કે પછી 1000 રૂપિયા. અને આ જ આપણી ભૂલ પંપવાળા માટે  સૌથી મોટો બેનીફીટ બને છે. આપણે પેટ્રોલ-ડીઝલ માટે પુરા પૈસા ચૂકવી છીએ પણ આપણને પુરા પૈસાનું પેટ્રોલ કે ડીઝલ મળતું નથી. 

પેટ્રોલ પંપવાળા પંપ મશીનની સર્કીટમાં પહેલેથી જ સેટિંગ રાખે છે. એટલે કે રાઉન્ડ ફિગરની રકમમાં આપણને ક્યારેય પૂરું પેટ્રોલ-ડીઝલ આવતું નથી. પેટ્રોલ પંપના મશીનમાં સર્કીટ દ્વારા આ ગોટાળો કરવામાં આવે છે, જે આપણને ખબર પણ નથી પડતી અને વિશ્વાસમાં આપણી સાથે છેતરપીંડી થાય છે.

મશીનમાં 100 રૂપિયામાં માત્ર 80 રૂપિયાનું જ પેટ્રોલ કે ડીઝલ આપણને મળતું હોય છે, 500 રૂપિયામાં માત્ર 450 અને 1000 રૂપિયામાં પણ એવી જ રીતે કરવામાં આવે છે. એટલે પહેલી વાત એ નોંધી લો કે જો પેટ્રોલ કે ડીઝલ પૂરું જોઈતું હોય તો હંમેશા અલગ અલગ આંકડાના રૂપિયામાં પેટ્રોલ-ડીઝલ ભરાવવું. જેમ કે, 135, 470, 985 વગેરે…

ઘણા લોકો ટેંક ફૂલ રાખવાના શોખીન હોય છે પણ ખરેખર આ લોકોને પેટ્રોલ પંપવાળા બહુ જ છેતરે છે. કેવી રીતે એ પણ જણાવી? જયારે ટેંક ફૂલ થતી હોય ત્યારે પેટ્રોલ પંપનો માણસ ઝીરોથી મશીન શરૂ કરે છે અને મોટાભાગના લોકોનું મીટર પર ઘ્યાન હોય છે ત્યારે પંપવાળો માણસ વચ્ચે વચ્ચે નોઝલ પ્રેસ કરતો બંધ થઇ જાય છે અને માત્ર મીટર ચલાવતો રહે છે. અંતે મીટરમાં આંકડાઓ બતાવે છે પણ આપણને પૂરું પેટ્રોલ કે ડીઝલ મળતું નથી. આવી ચોરીથી બચવા માટે આપ નોઝલ અને મીટર બંને પર ધ્યાન રાખશો.

ભારતના લોકો એટલા હોશિયાર છે કે કેવી રીતે ગોટાળો કરવો એ પહેલેથી જ જાણતા હોય છે. કોઇપણ સીસ્ટમને કેવી રીતે બ્રેક કરવી અને લોકોને છેતરવા એમાં બધા પોતપોતાની કલાકારી દેખાડતા રહે છે. આવી જ રીતે પેટ્રોલ પંપમાં લોકો છેતરામણીનો શિકાર બને છે. મોટાભાગના પંપ પર મશીનમાં  ચીપ ફિટિંગ કરવામાં આવે છે, જે ટેંકમાં જતું પેટ્રોલ કે ડીઝલને આપમેળે ઓછું કરી શકે છે. આપણને ખબર પણ પડતી નથી અને પેટ્રોલ-ડીઝલની ચોરીને અંજામ આપવામાં આવે છે.

ઘણા લોકો ગાડીમાં બેઠા બેઠા જ પેટ્રોલ-ડીઝલ ભરાવતા હોય છે. આ જ સૌથી મોટી ભૂલ સાબિત થાય છે. પંપમાં ફયુલ ભરતો માણસ થોડા સમય માટે નોઝલને મૂકી ઓછી દે છે અને માત્ર મશીનમાં મીટરનું રીડીંગ ફરતું હોય એ રીતે દેખાડે છે. એટલે સાવચેતીના પગલા રૂપે હંમેશા ગાડીની નીચે ઉતરીને પેટ્રોલ કે ડીઝલ ભરાવવું તેમજ મીટર અને નોઝલ બંને પર ધ્યાન આપવું.

સૌથી વધુ પેટ્રોલમાં મિશ્રણ કરવાના મામલા વધુ જોવા મળે છે. પેટ્રોલ કે ડીઝલમાં કેરોસીન ઉમેરે છે અને પરિણામે એન્જીન પણ ખરાબ થાય છે અને ખરીદેલ પેટ્રોલ કે ડીઝલના પૈસા વધુ ચુકવવા પડે છે. એટલે મિત્રો હવે તમે ગમે ત્યારે પંપ પર પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે જાઓ ત્યારે અહીં જણાવેલ વાતોનું ખાસ ધ્યાન રાખજો. 

ખાસ નોંધ : અમે એવું નહીં કઈ રહ્યા કે દરેક જગ્યાએ આવી રીતે ચોરી કરવામાં આવે છે.. 

આશા છે આ માહિતી આપને પસંદ આવી હશે. આવી જ અન્ય માહિતી વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Comment