નાહવાના પાણીનો આ પ્રાચીન ઉપાય ગરીબી અને પૈસાની તંગીને તત્કાલ દૂર કરી શકે છે.

દરરોજ સ્નાન કરવાનું એક કારણ એ છે કે શરીરને સાફ રાખી શકાય અને બીજું એક કારણ એ પણ છે કે શરીરમાં પોઝીટીવ એનર્જી આવે છે. એટલા માટે જ આજના લેખમાં રામબાણ ઈલાજ દર્શાવવામાં આવ્યો છે. જી હા, રામબાણ ઈલાજ – આ ઈલાજ જિંદગીને સુધારવા માટેનો ઈલાજ છે. જીવનમાંથી દરિદ્રતા જતી જ ન હોય તો નાહવાના પાણીનો આ મુજબનો પ્રાચીન ઉપાય કરો.

જૂના સમયમાં નાહવાના સમય દરમિયાન અમુક મંત્રો/શ્લોક બોલવામાં આવતા, જે અત્યારે કોઈ આ નિયમનું પાલન કરતુ નથી. રૂષીમૂનીઓ અને સાધુ-સંતો નહાતી વખતે સૂર્યને પણ જળ સમર્પિત કરતા હતા. આ ઉપાયો તેને જીવનમાં અતિ ઉતમ બનાવતા હતાં અને જીવનમાં દરિદ્રતાને કાયમી માટે દૂર રાખતા હતા.

શું આ અસરકારક ઉપાય છે?

કોઇપણ કાર્ય કરતા પહેલા મનમાં હંમેશા પ્રશ્ન ઉદ્દભવતો રહે છે કે શું આ ઉપાય અસરકારક નીવડશે કે કેમ? પણ આ ઉપાયને યોગ્ય રીતે કાયમી કરવામાં આવે તો આ ઉપાય અસરકારક સાબિત થઇ શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાય બતાવવામાં આવ્યા છે, જેનાથી દરિદ્રતાને દૂર કરી શકાય છે. અહીં જણાવેલ ઉપાય પણ એમાંનો એક છે.

નહાતી વખતે મંત્રજાપ કરો

નહાતી વખતે ઉર્જા આપનારા કોઇપણ મંત્રનો જાપ કરી શકાય છે. નહાતી વખતે શરીર શુદ્ધ થવાની સાથે મન અને જીવન પણ શુદ્ધ થઇ શકે છે. એ માટે ઇષ્ટદેવના નામ અથવા ભજન કરી શકાય છે.

આ મંત્ર છે એકદમ બેસ્ટ

નહાતી વખતે અહીં જણાવેલ મંત્રના જાપ કરવામાં આવે તો દરિદ્રતાને દૂર કરવામાં જલ્દીથી ફાયદો થાય છે.

मंत्र: गंगे च यमुने चैव गोदावरी सरस्वति। नर्मदे सिन्धु कावेरी जलऽस्मिन्सन्निधिं कुरु।।

નાહવાના પાણીમાં આ ચીજનો ઉમેરો કરો

નાહવાના પાણીમાં સહેજ ગુલાબજળ, ગંગાજળ અને ગૌમૂત્રના ટીપા ઉમેરી એ પાણીથી નિયમિતપણે સ્નાન કરવાથી ઘણો ફાયદો થાય છે. જીવનમાં કરેલા પાપમાંથી મુક્તિ મળે છે દરિદ્રતા દૂર થઈ શકે છે.

દરિદ્રતા ફક્ત પૈસાની જ હોય એવું નથી!! દરિદ્રતા પૈસા સિવાય જ્ઞાનની પણ હોય, સમજદારીની પણ હોય, લાગણીની પણ હોય અને અનુભવની પણ હોય  શકે. એમ, અહીં જણાવેલ ઉપાયથી જીવનમાં – મનમાં ધરેલા કાર્ય કરવામાં સફળતા મળે છે અને ધીમે ધીમે દરિદ્રતા દૂર થતી જણાય એવી સંભાવના બંધાય છે.

રોચક માહિતીનો ખજાનો જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો અહીં તમને અવનવી માહિતી મળતી રહેશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment