ગુજરાતની ‘બેટ લેડી’: ૭૬ વર્ષની આ બા ૪૦૦ ચામરચિડીઓ સાથે પોતાના ઘરમાંજ રહે છે..😱😱

કેરળ માં નિપાહ વાયરસનો ફેલાવો દક્ષિણ ભારતમાં એક પ્રચંડ કારણ બની રહ્યો છે અને લોકો બેટ્સ સાથેના તમામ સંભવિત સંપર્કને બંધ કરી રહ્યા છે. ચામરચિડીઓ નીપાહ વાયરસ નું મૂળ કારણ સાબિત થયા છે. ચામરચીડીઓ ના સંપર્ક માં આવવું અથવા તેમના દ્વારા બટકું ભરવું અને ફળો જે બેટ્સના સંપર્કમાં આવ્યા હોય આ બધા કારણોસર નીપાહ નામનો વાયરસ લોકોમાં સરળતાથી ફેલાઈ શકે છે. વય્ર્સમાં કોઈ ચોખ્ખો ઉપચાર ન મેળવાના કારણે આ લોકોમાં ભય અને ચિંતા પેદા કરે છે. વધુમાં આ વાયરસના કારણે ઘણા લોકોની મૌત થઇ છે જે એક આઘાતજનક મામલો થઇ ગયો છે. 

અમદાવાદ શહેરથી આશરે 50 કિલોમીટર દૂર, એક મહિલા લગભગ 400 ચામરચીડીઓ સાથે રહે છે. વધુમાં, તે પાંખવાળા સસ્તન પ્રાણીઓથી ડરતી નથી. શાંતાબેન પ્રજાપતિ ખુબ ઉત્સાહપૂર્વક દાવો કરે છે કે છેલ્લા સ્વાસ સુધી તેઓ તેમના ઘરમાં ચામરચીડીઓ સાથે રેહવા માગે છે.

શાંતાબેન અત્યારે એકલા રહે છે. તેમની પુત્રીઓના લગ્ન કરાવી દીધા છે અને તેમના પતી નાની ઉમરેજ ગુજરી ગયા હતા. પતિને ગુમાવ્યા બાદ તેઓ ખેતરના કામ કાજે લાગી ગયા. તેઓ કહે છે કે,“કોને કીધું હું એકલી રહું છુ? મારી સાથે મારા ૪૦૦ મિત્રો, મારા સાથીદાર અને મારા પ્રેમાળ પંખીઓ રહે છે.મેં નીપાહ વાયરસ વિષે સાંભળ્યું છે પણ મને તેનો કોઈ ડર નથી.”

તો આ નીડર અને દબંગ રીતે તેઓ કઈ રીતે રહે છે?

તેમના ઘરની દીવાલો ચામરચીડીઓ થી ભરચક છે. તેઓ લીમડા અને કપૂરના ધૂપની મદદથી ચામરચીડીઓના રૂમમાં ધૂપ કરે છે જે તેમને જરાય નુકસાન નથી કરતુ. આ ઉપરાંત તેઓ રોજ એ રૂમના ફ્લોર ની સફાઈ દિવસમાં બે વખત કરે છે. આ ઉમરે આટલું કામ થાક લાવી દે છે અને શરીરમાં પીડાઓ ની સમસ્યા ઉત્પન કરે છે પણ આ બા માટે બધું સરળ છે. તેઓ ખુશી-ખુશી અને ઉત્સાહ થી ચામરચીડીઓનું ધ્યાન રાખે છે.

તેમના પડોશમાં બીજા એવા લોકો પણ હતા જે પોતાના ઘરે આવીજ રીતે ચામરચીડીઓ રાખતા હતા પણ જ્યારથી નીપાહ વાયરસ નો ફેલાવો વધ્યો ત્યારથી તેમણે પોતાના ઘરોથી ચામરચીડીઓ ને કાઢી દીધા. પણ આ બાએ એવું ન કર્યું અને વાયરસ નો ભય હોવા છતાય ૪૦૦ ચામરચીડીઓ ને આશરો આપ્યો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ ‘ફક્ત ગુજરાતી’ લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર..

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Aditi Nandargi. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *