ચોકલેટ ખાવી કોને નથી ગમતી? બસ ૧૦ જ મિનીટ માં ઘરે બનાવો યમ્મી ટેસ્ટી ચોકલેટ🍫😋

ભાગ્યેજ કોઈ વ્યક્તિ એવી હશે જેને ચોકલેટ નહિં ભાવતી હોય. તેમાંય ઘરે બનાવેલી ચોકલેટની મજા જ કંઈ ઓર હોય છે. ચોકલેટ ઘરે બનાવવી કંઈ અઘરુ કામ નથી. એના માટે તમારે માર્કેટથી પણ બહુ ચીજો નહિં લાવવી પડે. મોટાભાગની વસ્તુઓ તમારા રસોડામાંથી જ બની જશે. માત્ર 10 જ મિનિટમાં તમે પણ આ રેસિપી ફૉલો કરીને બનાવી શકો છો ટેસ્ટી યમ્મી ચોકલેટ્સ.

સામગ્રીઃ

ચોકલેટ બનાવવા માટે 2 કપ કોકોઆ પાવડર, 1 કપ નારિયેળ તેલ, 4 મોટી ચમચી મધ, 3 મોટી ચમચી ટુકડા બદામ, 3 મોટી ચમચી કાજુના ટુકડા જોઈશે. આ ઉપરાંત તમારે ચોકલેટને શેપ આપવા માટે મોલ્ડ જોઈશે.

રીતઃ

  • બે અલગ અલગ સાઈઝના સૉસ પેન કે વાસણ લઈ લો.
  • મોટા વાસણમાં પાણી નાંખીને તેને ધીમા તાપે ગરમ કરો.
  • તેના પર નાનુ વાસણ રાખો. ત્યાર પછી તમે પાણીમાં જે તપેલી મૂકી છે તેમાં નારિયેળનું તેલ નાંખી તેને પીગળવા દો.
  • ચ્છો તો તમે નારિયેળ તેલની જગ્યાએ બટર પણ યુઝ કરી શકો છો. તેલ કે બટર પીગળી જાય ત્યારે ગેસ બંધ કરી દો.

ચોકલેટ કેવી રીતે બનાવશો?

એક પાત્રમાં કોકોઆ પાવડર લઈને તેના પર ધીરેધીરે પીગળેલુ તેલ નાંખતા રહો અને તેને મિક્સ કરતા જાવ.

  • આમ કરવાથી ગાંઠ નહિં પડે. તેલ અને પાવડર બરાબર મિક્સ થાય પછી તેમાં મધ નાંખો અને વ્યવસ્થિત મિક્સ કરી લો. ચોકલેટનું મિક્સચર તૈયાર છે.

શેપ કેવી રીતે આપશો?

Related image

  • ચોકલેટને શેપ આપવા માટેના મોલ્ડમાં આ પેસ્ટ નાંખી દો અને તેમાં બદામ અને કાજુ ઉમેરો.
  • ત્યાર પછી તેને ફરી ઉપરથી ચોકલેટના લિક્વિડથી કવર કરી દો.
  • આ રીતે ચોકલેટને તૈયાર કર્યા બાદ 1 કલાક ફ્રીઝરમાં મૂકી દો. આ રીતે ચોકલેટ બનાવવામાં તમારો 10 મિનિટ કરતા વધારે સમય નહિં લાગે.

નોંધ : ચોકલેટમાં મધ નાંખવાથી ચોકલેટ હેલ્ધી થઈ જાય છે. તમે તેની જગ્યાએ બ્રાઉન શુગર પાવડર નાંખી શકો છો. તમે પીગળેલા તેલ કે બટરમાં કોકો પાવડર નાંખશો તો ગાંઠ પડવાની શક્યતા રહેશે. એટલે જ પાવડરમાં તેલ કે બટર ઉમેરો. આમ કરવાથી પેસ્ટ સ્મૂધ બનશે. ચોકલેટને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેમાં વેનિલા એક્સ્ટ્રેક્ટ અને કિશમિશ પણ ઉમેરી શકો છો. ડ્રાયફ્રૂટ્સ ન હોય તો તમે સિંગ પણ નાંખી શકો છો.

ALL IMAGE CREDIT : GOOGLE IMAGE

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *