કેળાની છાલ ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો.
કેળાનો ઉપયોગ ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક છે. સામાન્ય રીતે લોકો ઘણી વાર સુંદરતા વધારવા માટે કેળા નો ઉપયોગ કરે છે, પરંતુ કેળાની છાલ કાઢી ને ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે ત્વચા અને વાળને પોષણ આપવા માટે કેળાની છાલ વાપરવી એ ઘણી જૂની પરંપરા છે. કેળા બધા સીઝનમાં સરળતાથી મળી રહે છે. ચાલો આપણે તમને જણાવી દઈએ કે કેળાની છાલના ઉપયોગ થી ત્વચા અને વાળની સુંદરતામાં કેવી રીતે વધારો થઈ શકે છે.
ત્વચા માટે કેળાના છાલનાં ફાયદા
સુંદર અને બેડાઘ ત્વચા કોને ન જોઈએ. તમે કેળાના છાલના માસ્કથી તમારી ત્વચાની સુંદરતાને સરળતાથી જાળવી શકો છો. કેળાના છાલમાં હાજર કાર્બોહાઇડ્રેટસ, વિટામિન બી 6, બી 12, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા ઘટકો સૌંદય સેલને ત્વચામાં પુનઃજીવિત કરે છે અને ત્વચાને સોફ્ટ બનાવે છે.
કેળાના છાલનો ફેસ પેક
જરુરી ઘટકો
- કેળાની છાલ – 1 -2
- એગ વ્હાઇટ- 2 ચમચી
- ગુલાબજળ – 1 ચમચી
બનાવવાની અને વાપરવાની રીત
- કેળાની છાલને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવો.
- તેને બાઉલમાં બહાર કાઢો અને તેમાં એગ વ્હાઇટ ઉમેરો.
- આ મિશ્રણમાં ગુલાબજળ ઉમેરો અને બરાબર મિક્ષ કરો.
- ફેસપેક તૈયાર છે, તેને તમારા ચહેરા અને ગળા પર સારી રીતે લગાવો.
- આ ફેસ પેકનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરવાથી તમારી ત્વચા ચમકશે અને ચહેરા પરના ડાઘ દૂર થશે.
ડાર્ક સર્કલ ને દૂર કરશે
કેળાની છાલને પાતળા લેયર માં કાપવાથી અને તેને તમારી આંખો હેઠળ રાખવાથી ડાર્ક સર્કલ માં ઘટાડો થશે છે. કેળાની છાલ આંખોને ઠંડક પ્રદાન કરે છે, જે આંખોનો થાક પણ દૂર કરે છે. આ ટિપ્સ નો ઉપયોગ અઠવાડિયામાં 3 વખત કરવાથી, જલ્દી આંખો નીચે ના ડાર્ક સર્કલ માં ઘટાડો થવાનું શરૂ થાય છે.
ખીલની સમસ્યા દૂર થાય છે.
કેળાના છાલમાં હિસ્ટામાઇન અને વિટામિન સી અને ઇ મોઇશ્ચરાઇઝિંગ એજન્ટ તરીકે કામ કરીને અને જે એસિડ બને છે તેને બેઅસર કરીને ત્વચાને ખંજવાળથી રાહત આપે છે. કેળાની છાલનું ઓઇલ ત્વચા પર થતી કોઈપણ બળતરાને અથવા ખીલ બહાર કાઢવામાં મદદ કરે છે. તેના છાલમાંથી બનેલો ફેસ પેક ખીલ અને તેના ડાઘ ને જલ્દી મટાડે છે.
કેવી રીતે ફેસ પેક બનાવવું
જરૂરી ઘટકો
- પાકેલા કેળાની છાલ -2
- મધ – 1 ચમચી
- લીંબુ – 1/2 ચમચી
બનાવવાની અને વાપરવાની રીત
- કેળાની છાલને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવો.
- આ પેસ્ટમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરી બરાબર મિક્ષ કરી લો. આ પેસ્ટને ખીલથી અસરગ્રસ્ત વિસ્તારો પર સારી રીતે લગાવો.
- તમે આ પેકને આખા ચહેરા પર પણ લગાવી શકો છો. પેક ને 15 મિનિટ સુધી સૂકવવા દો અને સુકાઈ જાય ત્યારે હળવા ગરમ પાણીથી તેને સારી રીતે ધોઈ નાખો.
- અઠવાડિયામાં બે વાર આ પેક નો ઉપયોગ કરો. ટૂંક સમયમાં ખંજવાળ અને ખીલની સમસ્યાથી રાહત મળશે.
કેળાના છાલના વાળના ફાયદા
કેળાની છાલ વાળના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગી છે, તે વાળના મૂળને મજબૂત બનાવે છે. કેળાની છાલ, તેના સમૃદ્ધ ખનિજોથી, આપણા વાળને યોગ્ય પ્રમાણમાં નમી અને વાળ ની કાળજી રાખવામાં મદદ રૂપ થાય છે.
ડેન્ડ્રફ ની સમસ્યા ઓછી થાય છે.
સ્કેલ્પ પર કેળા ની છાલનો માસ્ક વાળના મૂળને નમી પ્રદાન કરે છે, ખોડા ની સમસ્યાને ખૂબ હદ સુધી ઘટાડે છે.
જરૂરી ઘટકો
- કેળાની છાલ – 2
- નાળિયેર દૂધ – 2 ચમચી
- ગુલાબજળ – 1 ચમચી
- દહીં – 1 ટીસ્પૂન
બનાવવાની અને વાપરવાની રીત
- કેળાની છાલનો અંદરનો ભાગ ચમચી ની મદદ થી કાઢી લો.
- એક બાઉલમાં દહીં, નાળિયેરનું દૂધ, ગુલાબજળ અને કેળાની છાલનો અંદર નો ભાગ નાંખો અને બરાબર મિક્ષ કરો.
- આ પેકને વાળના મૂળમાં સારી રીતે માલિશ કરીને લગાવો. શાવર કેપથી વાળને ઢાંકી દો અને આ પેકને અડધો કલાક વાળમા લગાવી રાખો.
- અડધા કલાક પછી વાળને પાણીથી ધોઈ લો અને શેમ્પૂ ન કરો.
- આ પેક નો ઉપયોગ અઠવાડિયામાં એકવાર કરો, જેનાથી ડેન્ડ્રફ ની સમસ્યા નો ઉકેલ આવશે.
વાળની વૃદ્ધિ માટે
આપણું શરીર કોલેજન નામક પ્રોટીન બનાવતા સમયે કેળામાં હાજર સિલિકા અવશોષિત કરે છે. જે સુંદર વાળ આપવામાં મદદ કરે છે. એન્ટીઓકિસડન્ટ મજબૂત રક્ષા પ્રણાલી ના નિર્માણ ની ભૂમિકા ભજવે છે, જેનાથી વાળ મજબૂત અને સુપોષિત દેખાય છે. આ રીતે કેળાની છાલ તમારા વાળ પ્રાકૃતિક રીતે રેશમી અને ચમકદાર બનાવા માટેની એક સરળ રીત છે.
કેળાની છાલ ને વાળ અને ત્વચા પર વાપરવુ સંપૂર્ણપણે પ્રાકૃતિક છે, પરંતુ જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો પેચ ટેસ્ટ કરો અથવા તો વિશેષજ્ઞ ની સલાહ લો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team