ઉપવાસમાં ઘરેજ બનાવો બજાર જેવી ક્રિસ્પી કાચા કેળાની ટેસ્ટી વેફર્સ..

આપણે સૌ અવાર-નવાર ઉપવાસ રાખ્તાજ હોઈએ છીએ અને ઉપવાસ માં જે ખાવાની વેફર્સ આવે છે તેને બજારથી મંગાવી પડે છે.

એટલે ઉપવાસ માટે અમે તમારા માટે લાવ્યા છીએ કાચા કેળાની વેફર. ઘરે જ બનાવેલી હોવાથી સ્વચ્છતા અને હેલ્થ બન્નેનું રહેશે ધ્યાન. નોંધી લો રેસિપિ અને બનાવો તમે પણ.

કાચા કેળાની વેફર

સામગ્રી

  • અડધો ડઝન કાચા કેળા
  • અડધી નાની ચમચી કાળામરીનો પાવડર
  • સ્વાદ અનુસાર સંચળ – મીઠુ
  • સ્વાદ અનુસાર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર
  • તળવા માટે તેલ કે ઘી

રીત

  • સૌપ્રથમ કાચા કેળાની છાલ ઉતારી લો. ત્યારબાદ એક કડાહીમા ઘી અથવા તેલ ગરમ કરવા મૂકો.
  • તેલ ગરમ થયા પછી છીણી દ્વારા તેલમાં સીધી જ ચિપ્સ પાડવી.
  • મિડિયમ આંચે ચિપ્સ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી. ત્યારબાદ ઝારાથી નીતારીને કાઢી લો.
  • ઉપરથી કાળા મરીનો પાવડર, જીરા પાવડર, મીઠુ, સંચળ નાખીને સારી રીતે મિક્સ કરો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Aditi V Nandargi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *