11 મુખી બજરંગબલી ની પૂજા કરવાથી થશે તમારી બધી જ મનોકામના પૂર્ણ.. જાણો તેના ફાયદા..

આજકાલ ના સમય માં લોકો હનુમાનજી ની પૂજા કરવા માં વધુ માને છે.લોકો હનુમાનજી ની પૂજા ઉપાસના કરી ને પોતાના જીવન ની મુશ્કેલીઓ ને દૂર કરવાની પ્રાથના કરે છે. એવું માનવામાં આવે છે કે કલયુગ માં પણ બજરંગબલિ જી જાગૃત દેવતા છે.તેઓ પોતાના ભક્ત ની પુકાર જલ્દી જ સાંભળે છે. જે વ્યક્તિ હનુમાનજી ની પૂજા કરે છે તેનામાં સાહસ અને આત્મવિશ્વાસ નો સંચાર થાય છે. મહાબલી પોતાના ભક્ત ને દરેક સંકટ થી બચાવે છે. મહાબલી હનુમાનજી ની પૂજા અલગ અલગ સ્વરૂપ માં કરવા માં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાન જી ની અલગ અલગ મૂર્તિઓ ની પૂજા કરવા થી અલગ અલગ પ્રકાર ના ફળ મળે છે.

Image Source

આજે તમને 11 મુખી હનુમાનજી ની પૂજા કરવાથી કયા લાભ થશે તેની જાણકારી આપીશું..

1.  પૂર્વમુખી હનુમાનજી

Image Source

મહાબલી હનુમાનજી ની પૂર્વ તરફ ના મોઢા ને વાનર કહેવાય છે. જો તમે તેમની પૂજા કરો  છો તો તમારા સમસ્ત શત્રુ નો નાશ થાય છે.

2.  ઉતરમુખી હનુમાન

Image Source

તમને જણાવી દઈએ કે ઉત્તર દિશા દેવી-દેવતા ની માનવામાં આવે છે.જો તમે હનુમાનજી ના ઉત્તર    મુખ વાળા ની પૂજા કરો છો તમારી સાથે બધુ શુભ જ થશે એવું માનવામાં આવે છે. અને ધન દોલત ની કમી નથી થતી. ઉત્તર દિશા તરફ ના મુખ વાળા હનુમાજી ને શુકર કહેવામાં આવે છે.

3.  દક્ષિણા મુખી હનુમાન

હનુમાનજી ના દક્ષિણ તરફ ના મુખ ને નરસિંહ નું રૂપ કહેવામાં આવે છે.જો તમે આ મુખ ની પૂજા કરો છો તો તમારી બધા જ પ્રકાર  ની ચિંતા, ભય અને પરેશાનીઓ દૂર થાય છે.

4.  ઊધર્વ મુખ હનુમાન

મહાબલી હનુમાન નું ઊધર્વ મુખ રૂપ ગોડા નું સમરૂપ છે.આના થી જીવન માં શુભ પરિણામ મળે છે. આ સ્વરૂપ બ્રહ્માજી ની પ્રાથના કરવાથી મળ્યું હતું.

5. પંચમુખી હનુમાન

Image Source

પંચમુખી હનુમાન જી ની પૂજા કરવાથી બધા જ દુખો નો નાશ થાય છે. મહાબલી હનુમાનજી એ રામ અને લક્ષ્મણ ને અહીરાવણ થી મુક્ત કરવા માટે પંચમુખી નું રૂપ ધારણ કર્યું હતું.

6. એકાદશી હનુમાન

જો તમે હનુમાનજી ના આ મુખ વાળી પ્રતિમાની પૂજા કરો છો તો તમને દેવી દેવતા નો આશીર્વાદ મળે છે.

7. વીર હનુમાન

જો તમે મહાબલી હનુમાનજી ની પૂજા કરો છો તો આના થી તમારા જીવન માં સાહસ,બળ અને પરાક્રમ ની પ્રાપ્તિ થાય છે.

8. ભક્ત હનુમાન

કોઈ મૂર્તિ કે છબી માં રામ જી ની ભક્તિ કરતાં હનુમાનજી જોવા મળે તો તે ભક્ત હનુમાનજી જ છે. તમને લક્ષ્ય મેળવવામાં જે બાંધાઓ આવે છે તે પૂજા કરવાથી દૂર થશે.

9. દાસ હનુમાન

Image Source

જેવી રીતે આપણે બધા જ જાણીએ છીએ કે હનુમાનજી રામ ના દાસ હતા. જો તમે તેમની પૂજા કરો છો તો તમારા માં સેવા અને સમર્પણ ની ભાવના જાગે છે.

10. સુર્યમુખી હનુમાન

Image Source

જો તમે સુર્યમુખી હનુમાન જી ની પૂજા કરો છો તો તમને ઉન્નતિ-સન્માન મળે છે.

11. પશ્ચિમ મુખી હનુમાન

હનુમાનજી ની પશ્ચિમમુખ વાળી તસવીર ને ગરુડ કહેવામાં આવે છે. જો તમે તેમની પૂજા કરો છો તો તમારા જીવન ના બધા જ સંકટ દૂર થાય છે એટલે જ તેમણે સંકટ મોચન માનવામાં આવે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment