2020 નું નવું સ્કૂટર – બજાજ ચેતકના ઇલેક્ટ્રીક અવતારમાં મળશે લાઇવ ટ્રેકિંગ, એક વાર ચાર્જ કરવા પર 95 કિમી ચાલશે

આપણે બધા જ જાણીએ છીએ કે બાઇક વગર આજકાલ કોઈને ચાલતું નથી. નાનકડા એવા કામ માં પણ લોકોને બાઇક ની જરૂર પડે છે. બાઇક ના કારણે લોકોનું કામ એકદમ સરળ થઈ ગયું છે. તેના લીધે લોકો સમયનો ખૂબ જ સદુપયોગ કરી શકે છે. બાઇકના લીધે લોકો નું કામ તો સરળ બને જ છે સાથે સાથે તેનું કામ જડપી પણ થાય છે. આજે અમે તમને બજાજ ના એક એવા જ સ્કૂટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે તમારા ફોનને પણ કનેક્ટ કરી શકશો અને બીજું ઘણું બધુ, આવો જાણીએ આ નવા સ્કૂટર વિશે.

આપણે બધા બજાજ કંપનીથી તો પરિચિત જ છીએ, આજે બજાજ ફરી એકવાર નવી સિસ્ટમ અને ફીચર સાથે એક સ્કૂટર લોન્ચ કરવા જઇ રહી છે. જી હા, દેશની અગ્રણી ટુ-વ્હિલર નિર્માતા કંપની બજાજ ઓટો તેનું લોકપ્રિય સ્કૂટર ચેતક ને જાન્યુઆરી માં ઇલેક્ટ્રીક વર્જન માં રજૂ કરવા જઈ રહી છે. આ સ્કૂટર લાઈવ ટ્રેકિંગ ફીચર થી સજ્જ હશે. તમે તમારા સ્કૂટર ને સ્માર્ટફોનથી ટ્રેક કરી શકશો.

આ કંપની તેને પ્રીમિયમ સ્કૂટર બજારમાં ઉતારવા જઈ રહી છે, આ કારણ છે કે તેમાં ઘણી અત્યાધુનિક ફીચર્ચ નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં રિવર્સ ડ્રાઇવિંગ ફીચર નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચર પાર્કિંગ માટે ઘણું જ ઉપયોગી સાબિત થશે.

બજાજ કંપની એ તેમાં આઈપી 67 રેડેટ લિથિયમ-આયન બેટરી લગાડી છે. એકવાર ફૂલ ચાર્જ થવા બાદ ઇકો મોડ માં આ 95 કિમી અને સ્પોર્ટ મોડ માં 85 કિમી ની દૂરી નક્કી કરી શકશે

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment