શું તમારા માં પણ છે આ ખરાબ આદતો.. જ્યોતિષ ના અનુસાર નથી સારી આ આદતો..

આમ તો સારી આદતો તો ઘણા પ્રકાર ની હોય છે. એવી બધી જ આદતો ને અપનાવી જોઈએ જેથી આપણું જીવન સુંદર અને સુરક્ષિત બની રહે. ખરાબ આદતો આપણાં જીવન ને પણ ખરાબ કરી દે છે.

Image Source

ચાલો જાણીએ આદતો વિશે..

એઠી થાળી.

Image Source

કેટલાક લોકો થાળી માં હાથ ધોઈને અને ખાવાનું એઠું છોડી દે છે. જે શાસ્ત્ર વિરુદ્ધ ધર્મ છે. આવા લોકો ને જીવન માં સફળતા માં ઘણો સંઘર્ષ કરવો પડે છે. અને તેમના ઘર માં બરકત પણ નથી રહેતી. જેનાથી માનસિક અશાંતિ પણ વધી જાય છે.

મહેમાન ને પાણી ન પીવડાવવું.

Image Source

કેટલાક લોકો એવા હોય જે પોતાના ઘરે આવેલ મહેમાન ને પાણી નું પણ પૂછતાં નથી. મહેમાન હોય કે કોઈ કામ કરવાવાળા તેમણે સ્વચ્છ પાણી આપવું જોઈએ. આવા ઘર માં અચાનક જ કોઈ સંકટ આવી પડે છે.

ચપ્પલ ને બરાબર ન મૂકવા.

Image Source

અમુક લોકો ઘરે આવતા જ ચપ્પલ ને એવી રીતે ફેકે છે જેમ કોઈ કચરો ફેક્યો હોય.કેટલાક લોકો ચપ્પલ, જૂતાં, મોજા નું કામ થઈ ગયા પછી અહિયાં ત્યાં ફેકી દે છે. આવા લોકો ને તેમનો શત્રુ ખૂબ હેરાન કરે છે. તેમની પ્રતિષ્ઠા પણ જતી રહે છે.

પગ ની ગંદકી

આપણાં શરીર માં સૌથી વધુ કામ પગ ને જ કરવું પડે છે.કેટલાક લોકો પગ ની સફાઇ અને તેને સુરક્ષિત રાખવાનું નથી વિચારતા. સ્નાન કરવતી વખતે લોકો મોઢા ને રગડી રગડી ને ધોવે છે. અને પગ પર બહુ ધ્યાન આપતા નથી. જો આમ કરવામાં આવે તો તમને ગંભીર રોગ થઈ શકે છે.

ખાલી હાથે ઘરે આવવું.

કેટલાક લોકો ઘરે આવતા કે પછી ઓફિસ થી પાછા ફરતા ખાલી હાથે જ ઘરે આવે છે. માં, બહેન, કે પત્ની માટે કઈ ના કઈ તો લઈ જ આવું જોઈએ. જેનાથી ઘર ના લોકો નું મન પણ પ્રસન્ન રહે છે.આવા ઘર માં લક્ષ્મી નો વાસ રહે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *