ઘરમાં દીકરી પેદા થઈ, તો સાસુએ……😱😱

અર્ચનાને છોકરી થઈ, નોર્મલ ડીલીવરી થઈ એટલે એજ દિવસે ઘરે જવા માટે રજા મળી ગઈ, પહેલું બાળક હતું, બધા બહુજ ખુશ હતા, સાસુજી વહુની કાળજી માટે હોલ ની પાસે આવેલા રૂમ મા સુઈ ગયા. વહુ સાંજે ઘરે પણ આવી ગઈ, અર્ચના અને બાળકની ખબર પૂછવા સગા સંબંધીઓ આવતા. સાસુ ઘરનું બધુજ કામ કરી લેતી, અર્ચના અને તેની દીકરીનું પણ ઘણું ધ્યાન રાખતી.

બધા પોત પોતાની સલાહ અર્ચનાની સાસુને આપવા લાગ્યા, અર્ચનાને બધું અંદરથી સાંભળતી એજ સમયે પાડોશી બેન આવ્યા અને કહ્યું ” જો આમ તો આપળે ડીલીવરીમાં આખો મેવો એટલે ઘી, કાજુ,બાદમ,પીસ્તા બધું નાખી લડવા બનાવીએ છીએ પણ એ બધું આપણી દીકરીઓ માટે. આ તો વહુ છે અને પછી દીકરીને જન્મ આપ્યો છે તો આ બધું ઓછુ ઓછુ પણ ચાલશે, બદામ તો બહુજ મોંઘી છે એટલે 500 ગ્રા ની બદલે ૧૫૦ ગ્રા લેજો અને આમ બીજી વસ્તુઓ પણ ઓછી કરતા રહેજો. લાડુ ઓછા લાગે તો ઘઉં નો લોટ વધારે ઉમેર્જો. અર્ચનાની સાસુ બધું સાંભળતી રહી, અંદરથી અર્ચનાએ પણ બધું સાંભળી લીધું. પાડોશી ગઈ ત્યારે સસરા બોલ્યા ” હું બજાર જવ છુ, કસું બાકી હોય તો કહી દે સુ લવાનું છે.”

અર્ચનાની સાસુએ બધો સમાન લખાવ્ડાયો. સસરાએ કહ્યું ” આ બધો સમાન બહુજ વધારે છે, તું આટલા બધા લાડુ બનાવીશ અને એને ખવડાવીશ? ત્યારે અર્ચનની સાસુએ કહ્યું ” જ્યારે આપળી દીકરી થઈ તી ત્યારે પરિસ્થિતિ સારી નાતી અને આવક પણ ઓછી હતી, અને ત્યારે તમે એકલા કમાતા હતા, હવે તો દીકરો પણ સારું કમાય છે. એટલે હું ઇચ્છુ ચુ કે વહુના સમયે હું એ બધું બનાઉં જે મેં આપણી દીકરી સમયે ન બનાવ્યું. વહુ પણ આપણી દીકરી નથી શુ? એટલે બદામ અને બાકી બધી વસ્તુઓ વધારે લખી છે. લાદવામાં તો નાખીશ્જ પણ પછી તેનો શીરો કે હળવો બનાવી વહુને ખવડાવીશ પણ ખરી જેથી વહુને કોઈ કમજોરી ન આવે અને માં દીકરી બંને સ્વસ્થ રહે.

અર્ચના અંદર બધુજ સાંભળતી રહી અને વિચારતી રહી કે મારા જેવી કિસ્મત બધી વહુને મળે. થોડી વાર પછી જયારે સાસુ વહુના રૂમ માં ગઈ તો અર્ચનાએ સાસુને પૂછ્યું ” શું હું તમને મમ્મીજી ના બદલે મમ્મી બોલાવી શકું?”

પછી શું? બંનેના આંખોમાં આંસુ છલકી પડ્યા………

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *