આ બાળકીનો જન્મ થયો અને માત્ર બે કલાકમાં પાસપોર્ટ અને આધારકાર્ડ બની ગયું – આખી વાત કંઈક આવી છે

ગમે તે રાજ્યમાં ફરો પણ ગુજરાત તો ગુજરાત જ છે. ફરી એક એવી વાત બની છે જે જાણીને તમને નવાઈ લાગશે અને ગુજરાતની કામગીરી ઉપર ગર્વ પણ થશે. હા, તમે એકદમ સાચું વાંચ્યું તમને ગર્વ તો થશે એ પાક્કું. તો વાંચો આ આર્ટીકલને અંત સુધી જે જાણવા જેવો છે.

(Representative image)

સુરત શહેરની વાત છે જ્યાં બન્યું છે કંઈક એવું કે બાળકના જન્મ થયાના બે કલાકમાં જ જન્મ પ્રમાણપત્ર, આધારકાર્ડ અને પાસપોર્ટ બનાવી નખાયો. જુઓ કેટલી ઝડપી પ્રોસેસ થઇ. એક બાળકીનો જન્મ થયો અને જન્મ થતાની સાથે બે કલાક વીત્યા કે તરત જ વ્યક્તિના જરૂરી હોય તેવા દસ્તાવેજી કાગળો બનાવી નાખવામાં આવ્યા. માત્ર બે કલાકમાં જ આ બધા કાગળો તૈયાર કરી નાખ્યા. એ સાથે ડીજીટલ ઇન્ડિયાની ખરી છબી શું છે એ ખબર પડી.

જન્મ થનાર બાળકીના માં-બાપની એવી ઈચ્છા હતી કે જેવો બાળકીનો જન્મ થાય કે તરત જ તમામ કાગળો ઈન્ટરનેટ થ્રુ બનાવવા છે. એટલે જાણી શકાય કે ખરેખર ડિજીટલ ઇન્ડિયા ક્યાં પહોંચ્યું છે?  ત્યારે સુરત શહેરની આ ઘટનાએ ગુજરાતનો વિકાસ શું છે એ સાબિત કરી બતાવ્યું. સુરતના અમરોલી વિસ્તારમાં વકીલ અંકીતભાઈ અને ભૂમીબેનના ઘરની આ વાસ્તવિકતા અહીં રજૂ કરી છે.

માતા-પિતાએ જેવો બાળકીનો જન્મ થયો કે તરત જ બધા કાગળો ભેગા કરીને પાસપોર્ટ બનાવી નાખ્યો હતો. સૌથી પહેલા પાસપોર્ટ વિભાગમાં ઓનલાઈન અરજી કરી દીધી અને પછી જરૂરી દસ્તાવેજી કાગળ લઈને પાસપોર્ટ ઓફિસે પહોંચી ગયા. જ્યાં પાસપોર્ટ ઓફીસના અધિકારીઓની મદદથી જલ્દીથી પાસપોર્ટ ઈશ્યુ કરી દીધો. અત્યાર સુધીમાં આ વાત પછી નવો રેકોર્ડ બન્યો કે જેમાં બાળકીના જન્મના બે-ત્રણ કલાકની અંદર જ પાસપોર્ટ અને આધારકાર્ડ ઈશ્યુ થયું હોય.

(Representative image)

એ સાથે આધારકાર્ડ બનાવવામાં પણ ખાસ્સી એવી ઝડપ કરી હતી. આ બધું એમ જ નથી થયું કાંઈ!! માતા-પિતાનું પ્રિપ્લાનિંગ અને અધિકારીઓની તત્કાલ કામ કરવાની નીતિથી બધું શક્ય બન્યું. ખરેખર સાચો ભોગ તો પેરેન્ટ્સનો ગણાય જેને બાળકીનો જન્મતાની સાથે જ દોડધામ શરૂ કરી દીધી હતી.

આધારકાર્ડ બનાવતી વખતે એવું બન્યું હતું કે, બાળકીની આંખોને સ્કેન કરવાની જરૂર પડી હતી પણ બાળકી સુતી હતી તો આંખો બંધ હોવાને કારણે તેના માતા-પિતાને ઘણી મહેનત કરવી પડી હતી. એ સાથે પરિવાર આખો ખુશખુશાલ છે કે તેની બાળકીના નામે આ તમામ રેકોર્ડ દર્જ થયા. આ પરિવાર આ રેકોર્ડને આગળ લિમ્કાબુકમાં પણ સામેલ થાય તેવી તૈયારી કરી રહ્યું છે.

ગુજરાતમાં ઘણો વિકાસ થયો છે સાથે સરકારી કામગીરીમાં વેગ આવ્યો છે. બેનમુન ઉદારહણ આજ તમને મળી જ ગયું. આજે જે બન્યું જેથી બધાની આંખો ઉઘડી ગઈ હશે. ભલે લોકો વિકાસ નથી થયો એવું કહેતા હોય તો તેવા વ્યક્તિઓને આ આર્ટીકલ વાંચવા માટે આપજો. વિકાસ બધે થયો છે માત્ર અમુકના દિમાગમાં ‘વિકાસ’ નામ છપાયું નથી. બાકી યાદ કરો એ જૂના દિવસો અને પછી જુઓ આજના દિવસો. તમને આપમેળે ખબર પડી જશે આપને ક્યાં-ય પહોંચ્યા છીએ. ગુજરાત એટલે ગુજરાત, સૌથી સુંદર – સૌથી સારૂ.

એવી રીતે ગુજરાતી લોકોનું એકમાત્ર ગુજરાતી પેઇઝ – “ફક્ત ગુજરાતી”ને લાઈક કરવાનું ભૂલશો નહીં.#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *