લગ્ન જેવી તવા ભીંડી, હવે ઘરે બનાવો આ સરળ રીતથી તવા મસાલા ભીંડી

Image source
ભીંડી તો તમે બનાવતા જ રહો છો તો કેમ ન આજે કંઇક મસાલેદાર ભીંડી બનાવીએ. આ રેસિપી ને બનાવવી ખુબજ સરળ છે જેમકે તમે લગ્નમાં તવા ભીંડી ખાવ છો આ બિલકુલ તેવીજ બનશે. તમે ભીંડી ની આ મજેદાર રેસિપી ને ઘરે આવેલા મહેમાનો ને પણ બનાવીને ખવડાવી શકો છો, તો પછી ચાલો બનાવવાનું ચાલુ કરીએ મસાલેદાર તવા ભીંડી.

જરૂરી સામગ્રી.

  •  ભીંડી – ૪૦૦ ગ્રામ
  •  કાંદા – ૩ મધ્યમ માપના
  •  લસણ – ૮ કળીઓ
  •  આદુ – ૧ ઇંચ નો ટુકડો
  •  લીલું મરચું – ૩
  •  ટામેટા – ૪ મધ્યમ માપના
  •  હિંગ – નાની અડધી ચમચી
  •  આમચૂર પાઉડર – ૧ ચમચી
  •  લાલ મરચું પાઉડર -૧ ચમચી
  •  હળદર પાઉડર – અડધી ચમચી
  •  ધાણા પાઉડર – ૧ ચમચી
  •  અજમા – અડધી ચમચી
  •  મીઠું – સ્વાદ મુજબ

રીત.

  • તવા મસાલા ભીંડી બનાવવા માટે સૌથી પહેલા ભીંડીને ધોઈ લૂછીને તેના ઉપર અને નીચેના ભાગને કાપીને કાઢી લો.
  • કાંદા, આદુ, લસણ, લીલું મરચું અને ટામેટા ને મિક્સર મશીન માં બારીક પીસીને પેસ્ટ તૈયાર કરી લો.
  • કડાઈમાં તેલ નાખીને ગરમ કરી લો પછી તેમા ભીંડી નાખીને તેલમા ૫ મિનીટ સાંતળો. જ્યારે ભીંડી નો કલર બદલવા લાગે ત્યારે ભીંડી ને કાઢી લો. ( આમ કરવાથી ભીંડી ની ચિકાસ દૂર થઈ જાય છે ભીંડી માં જે લેસ હોય છે તે રહેતી પણ નથી અને ભીંડી નો સ્વાદ વધી જાય છે. ) ભીંડીને સતત હલાવતા રહી રંગ બદલાઈ ત્યાં સુધી સાંતળીને કાઢી લો.
  • બાકી રહેલા તેલમા હિંગ અને જીરુ નાખી દો. જીરૂ સાંતળ્યા પછી તેમા કાંદા, ટામેટા, આદુ – લસણની પીસેલી પેસ્ટ નાખીને ઉચ્ચા તાપે હલાવીને સાંતળી લો.

 

  • ૫ મિનીટ પછી તેમા લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણા પાઉડર, આમચૂર પાઉડર, અજમા અને મીઠું નાખીને હલાવતા રહો મસાલાનું તેલ ઉપર આવે ત્યાં સુધી સારી રીતે હલાવી લો.
  • જ્યારે તેલ મસાલાની ઉપર આવી જાય ત્યારે તેમા કસૂરી મેથી નાખીને હલાવો. મસાલામાં તળી રાખેલી ભીંડી નાખીને હલાવતા રહો મસાલામાં સારી રીતે મિક્સ કરી લો. સાથેજ ભીંડી માં અડધો કપ પાણી નાખીને હલાવતા રહો મિક્સ કરેલી ભીંડી ને ઢાકીને ૫ થી ૭ મિનીટ ધીમા તાપે પકાવી લો.

 

  • થોડા સમય પછી ખોલીને ભીંડી ને ચકાસી લો. ( જો તમને ભિંડીમાં કઈક કચાસ લાગે તો ૫ મિનિટ હજુ ધીમા તાપે પકાવો. ) આપણી ભીંડી પાકી ગઈ છે. ઉપરથી તેમા અડધી ચમચી ગરમ મસાલો નાખીને હલાવતા રહી ભેળવો. ગેસને બંધ કરી દો.
  • ખુબજ મજેદાર મસાલા વાળી તવા ભીંડી બનીને તૈયાર છે. તે ખાવામાં ખુબ સારી લાગે છે તમને તેમા એકદમ લગ્ન જેવી ભીંડી નો સ્વાદ આવશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *