સાવધાન!! આ 8 ભૂલો કરવાથી બચવું, નહીતર ઘરમાં લક્ષ્મીનો વાસ થશે નહી

Image Source

હિન્દુ ધર્મમાં લક્ષ્મીનો સદૈવ ઘરમાં વાસ કરવા માટે ઘણા પ્રકારના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તો લક્ષ્મી માતાને પ્રસન્ન રાખી શકાય છે. જ્યારે માતા લક્ષ્મી પ્રસન્ન રહેશે તો ઘરમાં સુખ શાંતિ અને ધન વૈભવ ચોક્કસપણે આવશે.

આજે અમે તમને તેના નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સાથેજ વતની દ્વારા કરવામાં આવતી તે ભુલો વિશે પણ જણાવીશું જેનાથી તે જાણતા અજાણતા જ લક્ષ્મીને નાખુશ કરે છે. માતા લક્ષ્મી ખૂબ જ સરળ સ્વભાવની હોય છે જો તે ખુશ થઈ જાય તો ગરીબ વ્યક્તિ પણ રાજા બની જાય છે અને કોઈ વ્યક્તિથી નારાજ થઈ જાય તો તેને રાજામાંથી રંક બનાવમાં વાર નથી લાગતી.

1. રસોઈના ચૂલા પર એંઠા વાસણ રાખશો નહિ

પુરાણોમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રસોઈના ચૂલા ઉપર અને તેની આજુબાજુ એંઠા વાસણ રાખવા જોઈએ નહિ. તેમ કરવાથી વ્યક્તિ ગરીબાઇ ને પોતાની તરફ આકર્ષિત કરે છે અને સુખ સમૃદ્ધિને દુર કરે છે.

2. એક હાથથી ચંદન ઘસવું નહિ

ચંદન કે જેને ભગવાન વિષ્ણુની પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે તેને ક્યારેય એક હાથથી ઘસવું જોઈએ નહીં. સાથેજ ઘસ્યા પછી તરત જ ભગવાનને લગાવવું નહિ. તેને સૌથી પેહલા ઘસો અને ત્યારબાદ એક પાત્રમાં લઈ ભગવાનને લગાવો.

3. સાંજના એંઠા વાસણ સવારે ધોશો નહિ

શાસ્ત્રોમાં તે વાતનું વર્ણન અમને મળ્યું છે કે જો સાંજના એંઠા વાસણ સવાર સુધી તેમજ રાખ્યા હોય તો તેનાથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે. આ કારણ છે કે ઘરમાં સાંજના સમયે એંઠા વાસણને ધોઈને જ સૂવું. સાથેજ ઘરમાં સાફ સફાઈનું વધારે ધ્યાન રાખો. તેમ કરવાથી માતા લક્ષ્મી ક્યારેય નારાજ થતી નથી.

4. સૂર્યાસ્ત પછી સફાઈ કરશો નહિ

ઝાડું મા પણ લક્ષ્મી માતા વાસ કરે છે અને સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડું પોતા કરવા અશુભ માનવામાં આવે છે. તેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. ઘણીવાર સૂર્યાસ્ત પછી ઝાડું કાઢવું ખૂબ જરૂરી હોય છે આવી સ્થિતિમાં કચરાને ઘરની બહાર કાઢશો નહિ.

5. ઉત્તર દિશામાં ગંદકી ભરેલી વસ્તુ રાખશો નહિ

હિન્દુ ધર્મમાં ઉત્તર દિશાને અધિસ્ઠિત દેવતા કુબેર અને દેવી લક્ષ્મીને માનવામાં આવે છે. જેના કારણે ઘરની ઉત્તર દિશામાં ગંદકીનો સામાન, કચરો વગેરે રાખવો જોઈએ નહીં. આ દિશામાં હંમેશા વધારે સફાઈ રાખવી જોઈએ.

6. ઘરમાં સ્ત્રીઓનું સન્માન કરો

જે પણ ઘરમાં ગૃહ લક્ષ્મીનું અપમાન થાય છે તે ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય પણ વાસ કરતી નથી, તેથી ઘરની સ્ત્રીઓનું સન્માન કરો. તેને કોઈપણ પ્રકારનું દુઃખ પહોંચાડશો નહિ.

7. સૂવાનો સમય નિશ્ચિત હોવો જોઈએ

સૂવાનો સાચો સમય નિર્ધારિત ન હોવો એ શાસ્ત્રોમાં ખોટું જણાવવામાં આવ્યું છે. વ્યક્તિએ સૂર્યોદય પેહલા ઉઠવું જોઈએ અને એક નિર્ધારિત સમય પર સૂવું જોઈએ.

8. દેવી લક્ષ્મીની એકલા પૂજા કરવી નહિ

જ્યારે પણ માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ત્યારે તેની પૂજાને ક્યારેય એકલા કરવી નહિ. સાથેજ નારાયણજીની પણ પૂજા કરવી ખૂબ જરૂરી છે. તેમ ન કરવા પર માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.

જે કોઈપણ જાતક દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જુદા જુદા પ્રકારના નુસખા અપનાવે છે તેને સૌથી પેહલા આ આઠ ભૂલો પર ધ્યાન આપવાની જરૂર છે કેમકે તે નાની નાની ભૂલો ઘરની સુખ શાંતિને ભંગ કરે છે અને ગરીબાઇ ને નોતરે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment