ચોમાસામાં ફૂડ Poisoning થી બચો, રાખો આ 5 વાતો નો ખાસ ખ્યાલ

Image Source

આહલાદક વરસાદ ઋતુ ની મોસમ આવી ગઈ છે. પરંતુ ગરમી નો પારો કઈ ઓછો થતો નથી.ગરમી અને વરસાદ ની આ મિક્સ ઋતુ આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક થઈ જાય છે. વારે વારે તરસ લાગવા થી વ્યક્તિ કઈ પણ ઠંડુ પીણું પી લે છે. એમાં વળી, આ ઋતુ માં ખાધ્ય પદાર્થ ને ખરાબ થતાં વાર નથી લાગતી અને ફૂડ poisoning નો ખતરો રહેલો જ હોય છે.આવા સમયે પોતાના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું જોઈએ.  ફૂડ poisoning નું  સૌથી મોટુ લક્ષણ એ છે કે ભોજન કર્યા પછી ના એક કલાક થી છ કલાક ની વચ્ચે ઊલટીઓ થાય છે. જો આ લક્ષણ દેખાય તો સમજવું કે વ્યક્તિ ને ફૂડ poisoning ની ફરિયાદ છે. તેને કાબૂ માં લેવા માટે તરત જ ડોક્ટર ની  સલાહ લેવી જરૂરી છે.

Image Source

ફૂડ poisoning એ બેક્ટેરિયાયુક્ત ભોજન કરવાથી થાય છે. આના થી બચવા માટે નો એક જ ઉપાય છે કે સાફ અને શુદ્ધ ભોજન કરવામાં આવે.  જો તમે બહાર નું ભોજન આરોગો છો તો એ વાત નું ખાસ ધ્યાન રાખો કે તે ભોજન ખૂલું ન હોવું જોઈએ તેમ જ ઠંડુ પણ ન હોવું જોઈએ.

આવા વાતાવરણ માં બ્રેડ, પાંવ, વગેરે માં ફૂગ જલ્દી થી થઈ જાય છે. એટલે જ એને ખરીદતા પહેલા એની ઉત્પાદન ની તારીખ અવશ્ય જોઈ લેવી. ઘર ના કિચન માં પણ સાફ સફાઇ રાખવી. ગંદા વાસણો નો ઉપયોગ ન કરવો. ઓછા એસિડિક વાળા પદાર્થ ખાવા.

નીચે દર્શાવેલ કારણો થી ફૂડ poisoning વધુ થાય છે.

  • ગંદા વાસણ માં ખાવાનું ખાવાથી.
  • વાસી અને ફૂગવાળું ખાવાનું ખાવાથી.
  • કાચું ભોજન લેવાથી.

Image Source

  • માંસાહાર ખાવાથી.
  • ફ્રિજ માં લાંબો સમય સુધી રાખી મુકેલ ખોરાક ખાવાથી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *