વધારે પડતા હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ ટાળો, થઈ શકે છે આ નુકશાન

કોરોના વાયરસ ભારતમાં  પ્રવેશતાની સાથે જ લોકો તેનાથી ચિંતિત થઈ ગયા. ગભરાહગટમાં, લોકો વધુને વધુ માસ્ક અને સેનિટાઈઝર ખરીદી રહ્યા છે જેના કારણે તે બજારમાંથી લગભગ ગાયબ થઈ ગયા છે, પરંતુ શું તમે જાણો છો કે સેનિટાઇઝર નો વધુ પડતો ઉપયોગ પણ નુકસાનકારક છે. કોરોનાવાયરસનો નાશ કરવા માટે સામાન્ય સેનિટાઇઝને બદલે ઓછામાં ઓછા 60 ટકા આલ્કોહોલયુક્ત સેનિટાઇઝર હોવું જરૂરી છે.

image source

કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે નિષ્ણાતો નિયમિત રીતે હાથ ધોવાની સલાહ આપે છે. 20 સેકન્ડ સુધી સાબુ કે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરથી હાથ ધોવાનું સૂચન કરવામાં આવ્યું છે. ઘણા લોકો હેન્ડ સેનિટાઇઝર સાથે હાથને ચોખ્ખા કરવાનું પસંદ કર છે અને એનો વધારે ઉપયોગ કરે છે. વારંવાર હાથ ધોવાથી આંખોમાં ખંજવાળ અને આંખો લાલ થવાનું જોખમ વધી જાય છે. આ પ્રકારનાં સેનિટાઇઝરનો વધારે ઉપયોગ કરવાથી આંખોમાં ખંજવાળ અને આંખો લાલ થવાની ફરિયાદોમાં પણ વધારો થયો છે.

image source

ત્વચામાં બળતરા

જાપાનમાં નિષ્ણાતોએ કરેલા એક અભ્યાસમાં જાણકારી મળી છે કે, આલ્કોહોલનો ઉપયોગ કરીને હાથને બેક્ટેરિયા અને વાયરસથી મુક્ત રાખવામાં આવે છે, પણ આ ત્વચાને તેલ અને પાણીથી પણ વંચિત કરે છે. જો એનો વધારે ઉપયોગ કરવામાં આવે, તો એનાથી હાથ અને ત્વચામાં બળતરા પેદા થઈ શકે છે. શુષ્ક ત્વચા રોગના જીવાણુઓનું કેન્દ્ર બની શકે છે અને એમાંથી વાયરસ શરીરમાં પ્રવેશ કરે એવું જોખમ વધી શકે છે. આ નિષ્ણાતોને અત્યાર સુધી લગભગ 200 કેસ એવા મળ્યાં છે, જેમાં દર્દીઓએ આંખો લાલ થઈ જવાનું ફરિયાદ કરી છે.

image source

આંખોમાં શુષ્કતા અને ખંજવાળ

બેંગલોરની નારાયણ નેત્રાલયના સંશોધનકર્તાઓએ એક અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં જાણકારી મળી છે કે, આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરનો અતિશય ઉપયોગ કરવાથી એરોસોલ ઉત્પન્ન થાય છે, જે આંખમાં રિએક્શન પેદા થાય છે. સેનિટાઇઝરનો મુખ્ય ઘટક આલ્કોહોલ છે, જે એના નિર્જલીકરણના ગુણો માટે જાણીતો છે, જેનાથી આંખમાં શુષ્કતા પેદા થાય અને સૂજી જાય છે, જેનાથી ખંજવાળ આવે છે.

image source

વધારે પડતી જાગૃતિ હાનિકારક

સ્વચ્છતા જાળવવી સ્વાસ્થ્ય માટે જરૂરી છે, પણ વધારે પડતી ચિંતા કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ટૉયલેટમાંથી બહાર આવ્યા પછી સાબુ અને પાણીથી હાથ ધોવા કે ભોજન કરતા અગાઉ હાથ ધોવા અતિ જરૂરી છે, પણ વધારે પડતા હાથ ધોવા કે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાથી નુકસાન થઈ શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *