એક દિવસ એક અમીર વ્યક્તિ પોતાના દીકરા ને એક ગામ માં લઈ ગયો.

એક દિવસ એક અમીર વ્યક્તિ પોતાના દીકરા ને એક ગામ માં લઈ ગયો. તે પોતાના દીકરા ને એ બતાવા માગતો હતો કે તેઑ કેટલા અમીર અને ભાગ્યશાળી છે. અને જ્યારે ગામ ના લોકો કેટલા ગરીબ છે. તેમણે કેટલાક દિવસ ગરીબ ના ખેતર માં કાઢ્યા અને પછી પોતાના ઘરે જતા રહ્યા.

Image Source

ઘરે પાછા ફરતા સમયે અમીર વ્યક્તિ એ પોતાના દીકરા ને પૂછ્યું ‘ બેટા તે જોયું લોકો કેટલા ગરીબ છે અને કેવું જીવન જીવે છે.?

ત્યારે બેટા એ કીધું કે “ હા મે જોયું.”

“આપણી પાસે એક કૂતરું છે અને તેમની પાસે 4 છે.”

“આપણી પાસે એક સ્વિમિંગ પૂલ છે અને તેમની પાસે એક નદી છે. “

“ આપણી પાસે રાતે પ્રગટાવવા માટે એક લાલટેન છે અને તેમની પાસે રાતે ચમકતા અરબો તારા છે.”

“આપણે આપણું ખાવાનું બજાર થી ખરીદીએ છીએ,તેઓ પોતાનું ખાવાનું જાતે ખેતર માં ઉગાડે છે.”

Image Source

“આપણું એક નાનું પરિવાર છે જે પાંચ લોકો નું છે. જ્યારે તેમનું આખું ગામ તેમનું પરિવાર છે.”

“આપણી પાસે બહાર ફરવા માટે એક ખૂલું ગાર્ડન છે અને તેમની પાસે ધરતી છે જે કદી સમાપ્ત નથી થતી.”

“આપણી રક્ષા કરવા માટે ઘર ની ચારે બાજુ દીવાલો છે. અને તેમની રક્ષા કરવા માટે તેમની પાસે સારા સારા દોસ્ત છે.”

પોતાના છોકરા ની વાત સાંભળીને અમીર વ્યક્તિ કશું બોલી ન શક્યો. છોકરા એ પોતાની વાત પૂરી કરતાં કહ્યું,

“ધન્યવાદ પિતા એ બતાવા માટે કે આપણે કેટલા ગરીબ છીએ.”

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment