અશ્વગંધાથી તમારા વાળને અણધાર્યા ફાયદાઓ મળી રહેશે…જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ  

Image Source

આયુર્વેદની શોધ ભારતમાં સૌથી પહેલા થઈ હતી. પરંતુ આજે ભારતીય લોકો ઓછું અને વિદેશી લોકો આયુર્વેદનો ઉપયોગ વધારે કરે છે. જો તમે આયુર્વેદિક છોડોનો વપરાશ કરશો. તો તમને કુદરતી રીતે ઘણી સમસ્યાઓમાંથી રાહત મળી રહેશે. આજે અમે વાત કરવાના છીએ અશ્વગંધા વીશે. અશ્વગંધાથી આપણાને ઘણા લાભ મળી રહેતા હોય છે.  તેના વપરાશને કારણે તમને શારિરીક સમસ્યાઓમાંથી તો રાહત મળશે. સાથેજ માનસિક રીતે પણ તમને ઘણો ફાયદો મળી રહેશે.

અશ્વગંધા એક એવી આયુર્વેદિક ઔષધી છે કે જેના કારણે ખાસ કરીને તમારા વાળને ઘણો ફાયદો મળી રહેતો હોય છે. વાળની દરેક સમસ્યાઓ અશ્વગંધાના ઉપયોગથી દૂર કરી શકાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે અશ્વગંધાથી તમારા વાળને કયા કયા ફાયદાઓ મળી રહેશે.

માનસીક તાણથી રાહત

આયુર્વેદના જાણકારોનું કહેવું છે કે અશ્વગંધાના ઉપયોગને કારણે તમને ઘણો લાભ મળી રહેતો હોય છે. જેમા ખાસ કરીને તમને માનસીક તાણથી રાહત મળી રહેશે. આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે માનસીક તાણને કારણે તમારા વાળ પર તેની ગંભીર અસર થાય છે. જેમા ખાસ કરીને ખરતાવાળની સમસ્યાનો આપણાને સામનો કરવો પડે છે. જેથી અશ્વગંધાના ઉપયોગથી તમને માનસીક તાણ ઓછી થશે. સાથેજ તમારા વાળ પણ ખરતા બંધ થઈ જશે

વાળને મજબૂત રાખશે

અશ્વગંધા આપણા વાળ માટે વરદાન સમાન છે. તેનું કારણ છે કે તેમા એંટીઓક્સિડેંડ અને એમીનો એસિડ રહેલું હોય છે. જેના કારણે તમારા વાળને ઘણો ફાયદો મળી રહેતો હોય છે. ખાસ કરીને તેના કારણે આપણા વાળ મજબૂત થાય છે. જેથી જલ્દી આપણા વાળ તૂટતા નથી. સાથેજ વાળ લાબાં સમય સુધી સ્વસ્થ રહેતા હોય છે.

Image Source

માથામાં ખંજવાળથી રાહત

અશ્વગંધા ફ્લેવોનોઈડનો એક સમૃદ્ધ સ્ત્રોત છે. જેમાં ફેટી એસિડ, ગ્લૂકોઝ, પોટેશિયમ, ટેનિન અને નાઈટ્રેટ રહેલા હોય છે. આ બધાજ તત્વો આપણા વાળ માટે ઘણા જરૂરી છે. કારણકે તેના કારણે આપણાને ઘણા લાભ મળી રહેતા હોય છે. એટલુંજ નહી તેના ઉપયોગથી આપણા વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પણ રાહત મળી રહેતી હોય છે. સાથેજ જો તમને વાળમાં ખંજવાળ આવતી હશે તો તેનાથી પણ તમને રાહત મળી રહેશે.

કેવી રીતે કરશો તેનો ઉપયોગ ?

અશ્વગંધાથી થતા ફાયદાઓ વીશે તો તમે જાણી લીધું. પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ જાણવું ઘણું જરૂરી છે. અશ્વગંધાનું સેવન તમે ત્રણ રીતે કરી શકો છો. જેમા તમે ચા માં નાખીને પણ તેનું સેવન કરી શકો છો. તે સીવાય તમે માથા પર વાળના મૂળના ભાગે પણ તેને લગાવી શકો છો.

અશ્નગંધાના પાવડરને થોડાક ગરમ પાણીમાં નાખીને તેની પેસ્ટ બનાવજો. બાદમાં તે પેસ્ટને તમે વાળના મૂળના ભાગે ધીમે ધીમે લગાવજો. આવું કરવાથી તમારા વાળને છેક મૂળ સુધી ફાયદો મળી રહેશે . મસાજ કરતા હોય તે રીતે તેને લગાવાનું રાખશો તો તે વધારે સારુ રહેશે.

વાળમાં લગાવી લીધા પછી તેને પ્લાસ્ટિક કેપથી ઢાંકીને રાખજો. 45 મીનીટ બાદ જ્યારે તે બરોબર રીતે સુકાઈ જાય ત્યારે માથું ધોવાનું રાખજો. જોકે માથું ધોતા સમયે તમે શેમ્પુમાં પણ અશ્વગંધાનો પાવડર નાખશો તો તે વધારે સારુ રહેશે. આ સિવાય તમે શેમ્પૂમાં અશ્વગંધાનું તેલ પણ નાખી શકો છો. બંને રીતે ઉપયોગ કરવાથી તમારા વાળને ઘણો ફાયદો મળી રહેશે

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *